Western Times News

Gujarati News

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વી ઉપર પદના દુરુપયોગનો આરોપ

ઇસ્લામાબાદ, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડો. આરિફ અલ્વી પર તેમની પદનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. રિપોર્ટ્‌સ અનુસાર , તેણે પોતાના પદનો ઉપયોગ કૌટુંબિક વ્યવસાયને ફાયદો ઠરાવવા માટે કર્યો છે. વાસ્તવમાં, એક બિઝનેસ ઇવેન્ટમાં હાજરી આપવા આવેલા ડો. આરિફ અલ્વીનો ફોટો પાકિસ્તાન સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેના પછી તેમના પર તમામ પ્રકારના આરોપો લગાવવામાં આવી રહ્યા છે.

જિયો ન્યુઝના અહેવાલ મુજબ, પાકિસ્તાનના રાષ્ટ્રપતિના પુત્ર ડો. અવબ અલ્વીએ તાજેતરમાં ટિ્‌વટર પર જાહેરાત કરી કે તેમના પારિવારિક વ્યવસાય, અલ્વી ડેન્ટલ બ્રિગિંગ સ્માઇલ્સ અમેરિકા સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.સાથે જ તેણે લખ્યું કે, બંને કંપનીઓ પાકિસ્તાનમાં સસ્તી દાંતની સારવાર આપવા માટે હોસ્પિટલોની ચેઇન ખોલશે.

આ જ સમારોહની એક તસવીર પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે, જેમાં રાષ્ટ્રપતિની હાજરી જાેવા મળી રહી છે. ત્યારથી પ્રમુખ તેમના સત્તાવાર હોદ્દાનો ઉપયોગ તેમના પારિવારિક વ્યવસાયને ફાયદો પહોંચાડવા વિશે પ્રશ્નો ઉભા થયા છે.

અલ્વી ડેન્ટલ એ રાષ્ટ્રપતિના પુત્ર દ્વારા સંચાલિત ખાનગી દાંતની હોસ્પિટલ છે. ૨૦૧૮માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ ડોકટર આરિફ અલ્વીએ હોસ્પિટલમાંથી રાજીનામું આપ્યું હતું. લાહોર સ્થિત વકીલ અસદ રહીમ ખાનના જણાવ્યા અનુસાર આ એક ખાનગી બિઝનેસ ફંકશન હતું, તેમાં રાષ્ટ્રપતિની હાજરી ગેરબંધારણીય છે.

નોંધપાત્ર વાત એ છે કે પાકિસ્તાનનો ઇતિહાસ છે કે ફિલ્ડ માર્શલ અયુબથી લઇને તેમના પરિવારના સભ્યોને રાષ્ટ્રપતિ પદની નિકટતાનો લાભ મળ્યો છે. રાષ્ટ્રપતિ અલ્વીએ પાકિસ્તાનમાં આ પ્રથાનો વિરોધ કયોૃ હતો, પરંતુ અવે તેનાથી વિપરીત જાેવા મળી રહ્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.