Western Times News

Gujarati News

છેલ્લાં પાંચ વર્ષમાં શહેરમાં ૧૯૩ બાંગ્લાદેશી પકડાયા જેમાંથી ૧૯રને ડિપોર્ટ કરવામાં આવ્યા

જેમાં ૧૮૦ પુરૂષો તથા ૧૩ સ્ત્રીઓ સામેલ: હાલ ૧પ બાંગ્લાદેશીઓ એસઓજીના ડિટેન્શન સેન્ટરમાં

(સારથી એમ સાગર દ્વારા) અમદાવાદ, અમદાવાદમાંથી અવારનવાર વિદેશી નાગરીકો પકડાવાની ઘટના સામે આવે છે જેમાં મોટાભાગે બાંગ્લાદેશી નાગરીકો જ પકડાય છે જે બાંગ્લાદેશથી યેનકેન પ્રકારે ભારતમાં ઘુસી આવે છે.

આ ઘુસણખોરો પૈકી કેટલાંક પાકિસ્તાન જતાં રહે છે જયારે અન્ય શહેરમાં જ રહી જાય છે અને પોતાના નકલી દસ્તાવેજાે બનાવીને દેશના નાગરીક બની જાય છે. જાેકે રાજયની સુરક્ષા એજન્સીઓ તથા પોલીસના સક્રીય બાતમીદારોને કારણે શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ અવારનવાર ઝડપાય છે. સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) છેલ્લા પાંચ વર્ષમાં આવા ૧૯૩ બાંગ્લાદેશીઓને ઝડપી લીધા છે જેમાંથી ૧૯ર ને બાંગ્લાદેશ ખાતે ડિપોર્ટ કરવામાં આવ્યા છે.

વર્ષ અનુસાર આંકડા જાેતાં એસઓજીએ વર્ષ ર૦૧૭માં પ૧ બાંગ્લાદેશીઓને ડિટેઈન કર્યા હતા જેમાં ૮ સ્ત્રી અને ૪૩ પુરૂષો સામેલ છે એ વર્ષે ૩પ ઘુસણખોરોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા એ રીતે જાેઈએ તો વર્ષ ર૦૧૮માં ૩પ ડિટેઈન કરવામાં આવ્યા હતા જેમાં ૩ર પુરુષો અને ૩ સ્ત્રીઓ સામેલ હતી જયારે પ૯ને ડિપોર્ટ કરાયા હતા વર્ષ ર૦૧૯માં ૭૦ પુરૂષોને ડિટેઈન કરીને ૬ર લોકોને ડિપોર્ટ કરાયા હતા વર્ષ ર૦ર૦માં પણ ૧૭ને ડિટેઈન કરાયા હતા જે તમામ પુરૂષો હતા એ વર્ષે રર લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા.

જયારે ચાલુ વર્ષે હાલ સુધીમાં બે સ્ત્રીઓ સહીત ર૦ ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને ડિટેઈન કરવામાં આવ્યા છે જયારે ૧૪ ને ડિપોર્ટ કરવામાં આવ્યા છે.

૧પ શખ્શો એસઓજીની અટકમાં
હાલમાં ૧પ બાંગ્લાદેશીઓ એસઓજીની ઓફીસે અટકાયતમાં છે જેમને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને હુકમ થતાં જ ડિપોર્ટ કરવામાં આવશે. એસઓજીની ઓફીસે હાલમાં આશરે ૧પ થી ર૦ લોકોને રાખવાની જગ્યા છે.

ડિપોર્ટ કરવાની પ્રક્રીયા
ગેરકાયદેસર વસવાટ કરતાં નાગરીકો પકડાયા બાદ તેમના વિરુધ્ધ કાર્યવાહી કરીને તેનો રીપોર્ટ દિલ્હી ગૃહખાતામાં મોકલવામાં આવે છે જે લીસ્ટ અનુસાર જે તે દેશનો સંપર્ક કરે છે એ પ્રમાણે જ બાંગ્લાદેશનો પણ સંપર્ક કરવામાં આવે છે. ગૃહખાતામાંથી લીલીઝંડી મળતાં જ એસઓજીના અધિકારીઓ તેમને લઈને ટ્રેન દ્વારા પ.બંગાળ રવાના થયા છે. જયાં બીએસએફના અધિકારીઓ પુર્વ તૈયારીઓ સાથે હાજર હોય છે. છેલ્લે અગાઉથી જ નિશ્ચિત સમય અને બોર્ડર ચોકી ખાતે જઈને બાંગ્લાદેશના અધિકારીઓને આવા નાગરીકોની સોંપણી કરાય છે.

ધરપકડથી બચવા પોતાનો સામાન સળગાવતાં બાંગ્લાદેશીઓ
મોટેભાગે ઈસનપુરમાં ચંડોળા તળાવની આસપાસ રહેતા ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ પોતાના ઝુંપડાઓમાં આગ લગાવે છે બાદમાં પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવે છે જેમાં પોતાની ઘરવખરી, રૂપિયા તથા અન્ય માલમત્તાની સાથે ઓળખના દસ્તાવેજાે પણ નાશ પામ્યાનો ઉલ્લેખ કરે છે જેથી જયારે પણ તેઓ પકડાય છે ત્યારે તપાસમાં તેમની પાસે પુરાવા માંગવામાં આવતા તમામ પુરાવા આગમાં નાશ પામ્યાની જાણવાજાેગ ફરીયાદનો ઉલ્લેખ કરતા રહે છે જેના પગલે એસઓજીની મહેનત વધી જાય છે એક ઈસમ દોઢ વર્ષથી એસઓજીની અટકાયતમાં છે.

રજુ થતાં દસ્તાવેજાે મોટાભાગે નકલી હોય છે
ડિટેઈન કરાયા બાદ પુરાવા માંગવામાં આવતા મોટાભાગે બાંગ્લાદેશીઓ પશ્ચિમ બંગાળના જન્મ દાખલા રજુ કરે છે જેમાંથી મોટાભાગના નકલી હોય છે આવા નકલી જન્મ દાખલાને આધારે શહેરમાં સ્થાયી થઈને પાનકાર્ડ, આધારકાર્ડ, લાઈસન્સ, ઈલેકશન કાર્ડ તથા રાશન કાર્ડ જેવા દસ્તાવેજાે બનાવડાવી લે છે જાેકે એસઓજી તથા અન્ય એજન્સીઓ આવા દસ્તાવેજાેના મુળ સુધી પહોંચીને તે નકલી હોવાનું તથા નકલી પુરાવાના આધારે બનાવ્યા હોવાની શોધ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.