કોર્ટે પાસપોર્ટ જમા લેતાં આરોપીએ ખોટી એફીડેવીટ કરી નવા પાસપોર્ટ પર વિદેશ ફરી આવ્યો
(પ્રતિનિધિ) અમદાવાદ, અગાઉ છેતરપીંડીના ગુનામાં પકડાયેલા આરોપીનો પાસપોર્ટ કોર્ટ દ્વારા જમા લેવામાં આવતા આરોપીએ ખોટી એફીડેવીટના આધારે નવો પાસપોર્ટ કરાવી વિદેશ યાત્રા કરતા શહેર એસઓજીએ માહીતીને આધારે તેને ઝડપી લીધો છે.
આ અંગેની વિગત એવી છે કે શહેર એસઓજી (સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ)ને એક નાગરીકે અરજી કરીને મુનાફ શેખ નામના ઈસમે ખોટા દસ્તાવેજાેને આધારે બીજાે પાસપોર્ટ કઢાવ્યો હોવાનું જણાવ્યું હતું જેના આધારે એસઓજીએ તપાસ કરી હતી જેમાં શાહપુરના સાદ એપાર્ટમેન્ટ ખાતે રહેતો મોહમદ મુનાફ જમાલઉદ્દીન શેખ ત્રણ વર્ષ અગાઉ છેતરપીંડીના ગુનામાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પકડાયો હતો.
બાદમાં કોર્ટે તેનો પાસપોર્ટ જમા લીધો હતો તેમ છતાં તેણે ખોટી રીતે વિદેશમાં અવર જવર કરી હોવાનું બહાર આવ્યું હતું જેના આધારે મુનાફને ઝડપીને એસઓજીએ પુછપરછ કરતાં પોતાનો જુનો પાસપોર્ટ કોર્ટે જમા લીધો હતો.
બીજી તરફ ધંધાના કામ અર્થે તેને અવારનવાર દુબઈ જવાનું થતું હોવાથી તેણે વારંવાર કોર્ટમાં અરજી કરીને રકમ જમા કરાવી પાસપોર્ટ મેળવવો પડતો હતો. જેમાં ખર્ચો તથા પાસપોર્ટ મેળવવામાં વિલંબ થતો હોવાથી તેણે અસલ પાસપોર્ટ કોર્ટમાં જમા હોવા છતાં ઘરની તિજાેરીમાંથી પાસપોર્ટ ખોવાઈ ગયાની ખોટી એફીડેવીટ કરાવી હતી અને શાહપુર પોલીસ સ્ટેશનનું પ્રમાણપત્ર મેળવી નવો પાસપોર્ટ કઢાવી લીધો હતો.
આ પાસપોર્ટને આધારે તે છ દિવસ દુબઈ ખાતે જઈ આવ્યો હતો એસઓજીએ તેની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.