હારીજમાં દલિત પરિવાર આપઘાતના પ્રયાસમાં દીકરીનું સારવાર દરમિયાન મોત
પાટણ, પાટણના હારીજમાં એસપી કચેરી બહાર પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.. જેમાં અમદાવાદમાં સારવાર લઈ રહેલી ૧૨ વર્ષની દીકરીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ત્યારે પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
તો બીજી તરફ પરિવારમાં દીકરીનું મોત થતા દલિત સમાજના આગેવાનો પણ ધારપુર હોસ્પિટલ બહાર એકઠા થઈ રહ્યા છે.. દલિત સમાજના આગેવાનોએ પરિવારને પોલીસ દ્વારા ધમકી અપાયાના આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે.
પરિવારે પોલીસમાં આપત્મવિલોપન મામલે લેખિત ફરિયાદ આપી હોવા છતા પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા પરિવારે ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું છે.
સમગ્ર ઘટના પર વિગતે વાત કરીએ તો પાટણ જિલ્લાના હારીજ તાલુકાના ખાખલ ગામે રહેતા રેવાભાઇની પત્ની-દીકરીને ભગાડી જનારા સામે ફરિયાદ નોંધાવી હતી..
જે બાદ તેઓ પાટણ મહિલા પોલીસ સ્ટેશન બહાર પોતાના કેસને લઈને આવ્યા હતા જાે કે પરિવારને પોલીસ તરફથી સંતોષકારક જવાબ ન મળતા પરિવારના પાંચ સભ્યો સાથે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો..
જેમાં આજે પરિવારમાં રહેલી ૧૨ વર્ષની દીકરીનું મોત નિપજ્યું છે.. આપઘાતના પ્રયાસ બાદ પાંચેય સંભ્યોને સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાંથી ત્રણ લોકોની હાલત વધુ ગંભીર હોવાનું સામે આવ્યું હતું.. જાેકે પરિવારની દીકરીનું મોત નિપજતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે..HS