Western Times News

Gujarati News

રાજ્યના બે પોલીસ કર્મીનાં હૃદયરોગના હુમલાથી મોત

ગાંધીનગર , રાજ્યમાં પોલીસ બેડામાં આઘાતનો માહોલ છવાયેલો છે, કારણ કે બે દિવસમાં બે પોલીસકર્મીઓનું હૃદયરોગના હુમલાથી અકાળે મોત થયું છે. યુવાન પોલીસકર્મીના નિધની ઘટનાને લઈને ચર્ચાઓ થઈ રહી છે.

મંગળવારે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના એએસઆઈ કેવલસિંહ વાઘેલા પછી બુધવારે ડભોડા પોલીસ પોલીસ મથકમાં ફરજ બજાવતા ૨૯ વર્ષના કોન્સ્ટેબલ આકાશ પટેલનું નિધન થયું છે. બન્ને પોલીસકર્મીનું સળંગ બે દિવસમાં હૃદયરોગના હુમલાના લીધે મૃત્યુ થયું છે. જેમાં ૨૯ વર્ષના કોન્સ્ટેબલ આકાશભાઈ પટેલે વર્ષ અગાઉ જ લગ્ન કર્યા હતા અને તેમની એક વર્ષની દીકરી અને પરિવારને મૂકીને જતા રહેતા ઘરમાં ભારે શોકનો માહોલ છે.

મંગળવારે ગાંધીનગર પોલીસમાં બનેલી ઘટના પછી બુધવારે વધુ એક ઘટના બની કે જેમાં કેવલસિંહ વાઘેલા પછી ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ૨૯ વર્ષના આકાશ કનુભાઈ પટેલનું હૃદયરોગના હુમલાના લીધે નિધન થયું છે.

કોન્સ્ટેબલ આકાશ પટેલ મંગળવારે નોકરી પૂર્ણ કરીને તલોદમાં પોતાની સાસરીમાં ગયા હતા. આ સમયે તેમને છાતીમાં દુખાવો ઉપડતા દહેગામ દવાખાને લઈ જવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ વધારે નાજુક થતા તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જાેકે, આમ છતાં તેમની તબિયતમાં કોઈ સુધારો ના થતા બુધવારે સવારે તેમનું અકાળે અવસાન થયું હતું.

આ પહેલા મંગળવારે બનેલી ઘટનામાં ગાંધીનગર એલસીબીમાં ફરજ બજાવતા એએસઆઈ કેવલસિંહનું નિધન થયું હતું, તેઓ મંગળવારે સવારે અડાલજ ખાતે વોચમાં ઉભા હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેઓ જાતે નજીકના દવાખાને પહોંચી ગયા હતા, ફરજ પરના તબીબો દ્વારા તેમની સારવાર શરુ કરવામાં આવી હતી, જાેકે હૃદયરોગનો હુમલો ભારે હોવાથી તેમનું નિધન થયું હતું.

મહત્વનું છે કે, અડાલજમાં અઢી મહિના પહેલી બનેલી બાળક અપહરણની ઘટનામાં કેવલસિંહે મહત્વની કામગીરી કરી હતી. તાજેતરમાં તેમને એએસઆઈ તરીકે પ્રમોશન મળ્યું હતું. કેવલસિંહના પરિવારમાં તેમના માતા-પિતા, પત્ની અને બાળકો છે.

આમ ગાંધીનગર જિલ્લામાં બે દિવસમાં બે પોસીસકર્મી ગુમાવવાની ઘટનાના કારણે બોલી બેડામાં શોકનો માહોલ છવાયેલો છે. આ અંગે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ પણ દુઃખની ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.