Western Times News

Gujarati News

કમોસમી વરસાદથી દરેક શહેરમાં પારો ગગડ્યો

Files Photo

અમદાવાદ, ગુજરાતમાં કાશ્મીર જેવો નજારો છવાઈ ગયો છે. રાજ્યમાં કમોસમી વરસાદ વચ્ચે કાતિલ ઠંડીનો માહોલ છવાઈ ગયો છે. સતત બે દિવસથી લોકો ઠંડીમાં ઠુઠવાયા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હજુ પણ ઠડીમાં વધારો થઈ શકે છે.

૪ ડિસેમ્બરથી ઠંડીમાં વધારો થવાનો છે. પરંતુ હાલ ગુજરાતના દરેક શહેરનો પારો ગગડ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરમાં લઘુત્તમ તાપમાન ૧૮ ડિગ્રીના નીચે પહોંચી ગયુ છે. નલિયા ૧૫.૨ ડીગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બની ગયુ છે.

તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૬.૯ ડિગ્રી નોંધાયું છે. રાજ્યમાં આજે પણ કાતિલ ઠંડી સાથે ફૂંકાવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમજ આજે પણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી છે.

જેની અસર ઠંડી પર પડી રહી છે. ગુરૂવારે રાજ્યના કુલ ૯૧ તાલુકામાં વરસાદ પડ્યો છે. ભરશિયાળે ચોમાસા જેવો માહોલ રાજ્યમાં સર્જાયો છે. આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. તો અમદાવાદમાં પણ હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. વરસાદી માહોલના કારણે રાજ્યમાં વધ્યું ઠંડીનું જાેર વધ્યુ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.