માતાએ પ્રેમી સાથે મળી દિકરીને જ મોતને ઘાટ ઉતારી દીધી
મહેસાણા, મહેસાણામાં પ્રેમમાં અંધ બનેલી માતાએ પ્રેમી સાથે મળી તેની દિકરીને મોત ઘાટ ઉતારી દીધી હોવાની ઘટના એ ચકચાર મચાવી દીધી હતી. આ ઘટનાની વિગત મુજબ ૩૦ નવેમ્બરના રોજ અર્ધ બળેલી સ્થિતિમાં એક કિશોરીની લાશ મળી આવી હતી. લાશની ઓળખમાં સામે આવ્યું કે લાશ ભૂમિ જાટની હતી.
પોલીસે ભૂમિ જાટની વિગત મેળવતા તે છેલ્લે તેની માતાના પ્રેમી પરેશ જાેશી સાથે જાેવા મળી હોવાની માહિતી મળી હતી. પોલીસને પરેશની વર્તણૂંક ઉપર શંકા ઉપજતા તેની કડક પૂછપરછ હાથ ધરી હતી. પરેશ જાેશી પૂછપરછમાં ભાગી જતા તેને પ્રેમમાં નડતરરૂપ દીકરીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. મહેસાણા પોલીસે પરેશ જાેશીની ધરપકડ કરીને તેને જેલના સળિયા ગણતો કરી દીધો છે.HS