Western Times News

Gujarati News

કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની વરણી

અમદાવાદ, ગુજરાત કોંગ્રેસના નવા કેપ્ટન એટલે પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી સમાજના આગેવાન અને પૂર્વ સાસંદ જગદીશ ઠાકોરની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. છેલ્લા અનેક મહિનાથી કોંગ્રેસ પાર્ટી અસમંજસ સ્થિતિમાં હતી કે નવા પ્રમુખ અને વિપક્ષ નેતા કોણ બનશે. પરંતુ કોંગ્રેસ કાર્યકર્તાની આતુરતાનો હવે અંત આવ્યો છે અને નવા પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની પસંદગી કરાઇ છે.

ઉત્તર ગુજરાતથી રાજનિતી શરૂ કરનાર તેમજ ઓબીસી સમાજના એક મોટા ચહેરા તરીકે ઉભરી આવેલા જગદીશ ઠાકોરની રાજકિય સફર વિશે તમને જણાવી રહ્યા છીએ. ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો અને તેજ વક્તા તરીકે જાણીતા પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર બે વખત ધારાસભ્ય ચૂંટણી લડ્યા છે .

દહેગામ વિધાનસભા બેઠક પર ૨૦૦૨ થી ૨૦૦૭ અને ૨૦૦૭થી ૨૦૦૮ સુધી ધારાસભ્ય રહ્યા છે. ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં ચાલુ ધારાસભ્ય રહેતા પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. ૨૦૦૯ થી ૨૦૧૪ સુધી પાટણની લોકસભા બેઠક પરથી સાંસદ રહી ચૂક્યા છે.

ગુજરાત નેતા વિપક્ષ તરીકે પાવીજેતપુરના આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવા પંસદગી કરાઇ છે. અત્યાર સુધી કુલ ૮ વખત તેઓ ધારાસભ્યની ચૂંટણી લડ્યા છે. જેમાં ૫ વખત વિજેતા બન્યા છે. ૭ વખત છોટાઉદેપુર બેઠક ઉપર લડ્યા જયારે વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૭માં પાવીજેતપુર બેઠક ઉપર થી ચૂંટણી લડ્યા હતા. પાવીજેતપુરમાં પ્રથમ ચૂંટણીમાં ભાજપના જેન્તી રાઠવા સામે ૪૨૭૩ મતોથી હાર્યા હતા.

જ્યારે ૨૦૧૭માં ૩૦૫૨ મતોથી ભાજપના જેન્તી રાઠવા સામે જીત મેળવી હતી. વર્ષ ૧૯૮૫થી ધારાસભ્યની ચૂંટણી લડી રહ્યા છે. તેઓ કવાંટ તાલુકાના જામલી ગામના રહેવાસી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.