Western Times News

Gujarati News

ગુજરાતમાં કોંગ્રેસ આક્રમકતા સાથે લડત આપશે એવા મળતા સંકેતો!

દહેગામના ધારાસભ્યથી પાટણના સાંસદ સભ્ય પદ સુધી પહોચેલા શ્રી જગદીશ ઠાકોર હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું સુકાન સંભાળશે!

‘નેતા જ્યારે પોતાના અંતરાત્માના અવાજની વિરુદ્ધ વર્તે છે ત્યારે બિનઉપયોગી બની જાય છે’!

ગુજરાત કોંગ્રેસમાં ‘પ્રાણ પૂરવા’ માટે ગુજરાતપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે કોંગ્ર્રેસ ના મોવડીમંડળે આખરે પાટણ ના પૂર્વ સાંસદ જગદીશભાઇ ઠાકોર ના નામ પર મંજૂરીની મહોર મારતા હવે ગુજરાત માં કોંગ્રેસ આક્રમકતા સાથે લડત આપશે એવા મળતા સંકેતો!

તસવીર દિલ્હી માં આવેલી કોંગ્રેસની મુખ્ય કચેરી છે, જ્યારે ડાબી બાજુની ઈનસેટ તસવીર પ્રિયંકા ગાંધી વાદ્રાની છે જ્યારે ઈનસેટ ત્રીજી તસવીર કોંગ્રેસના પૂર્વ સાંસદ શ્રી જગદીશભાઈ ઠાકોર ની છે જ્યારે ચોથી રાહુલ ગાંધીની છે મહાત્મા ગાંધી એ કહ્યું છે કે ‘‘નેતા જ્યારે પોતાના અંતરાત્માના અવાજની વિરુદ્ધ વર્તે છે ત્યારે બિનઉપયોગી બની જાય છે”!!

કોંગ્રેસ ના મોવડી મંડળે આખરે ગુજરાત કોંગ્રેસ માં પ્રાણ પૂરવા અને કોંગ્રેસ ને મજબૂત કરવા માટે ભાજપની પ્રચાર નીતિ સામે ટક્કર આપી શકે તેવા બહુમુખી પ્રતિભા ધરાવતા અને કોંગ્રેસ ના વફાદાર સૈનિક તરીકે કાર્યરત રહેલા પાટણ ના પૂર્વ સાંસદ શ્રી જગદીશભાઇ ઠાકોર ને ગુજરાત પ્રદેશ ના આદયક્ષ તરીકે જવાબદારી સોપાતા કોંગ્રેસ ના યુવાન કાર્યકરો માં ખુશી નો માહોલ સર્જાયો છે (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા )

કોંગ્રેસના અદના કાર્યકરથી અમદાવાદ શહેર યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે સક્રિય ભૂમિકા અદા કર્યા પછી રાજકારણના સામા પ્રવાહમાં સફળતા હાસલ કરી દહેગામના ધારાસભ્યથી પાટણના સાંસદ સભ્ય પદ સુધી પહોચેલા શ્રી જગદીશ ઠાકોર હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું સુકાન સંભાળશે!

અમેરિકાના પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટે સરસ કહ્યું છે કે ‘‘જ્યાં સુધી તમે જીતવા માટે લડતા નથી ત્યાં સુધી તમે મજબૂત ટક્કર આપી શકતા નથી”!! જ્યારે મુસ્તફા કમાલ અતતૂરકીએ કહ્યું છે કે ‘‘જે રાષ્ટ્ર સ્વતંત્ર માટે જીવન હોમી દીધું હોય તે રાષ્ટ્ર ની આઝાદી કોઈ છીનવી સક્તુ નથી’’!!

ભારત માં મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઇ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ સહિત આઝાદી ના લડવૈયાઓએ કોંગ્રેસ ના નેતૃત્વ હેઠળ લડત આપી દેશ ને આઝાદ કર્યો હતો અને આઝાદી સમયે ભારત અનેક પડકારો નો સામનો કરી રહ્યું હતું તેવા સમયે કોંગ્રેસે દેશ નું સુકાન સંભાળ્યું હતું આઝાદી પૂર્વે અનેક કોંગ્રેસ ના નેતાઓ અનેક પડકારો ઝીલ્યા હતા અને

કોંગ્રેસ ના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી અને શ્રી રાજીવ ગાંધી દેશ ને આંતકવાદ માથી ઊગારવા જે મજબૂત ર્નિણયો કર્યા તેને લઈને કોંગ્રેસે ના બે વડાપ્રધાનો શહિદ થયા એ કોંગ્રેસ નો રાજકીય ઇતિહાસ બલિદાન ની અને લડત નો રહ્યો છે તેવા સમયે કોંગ્રેસ માં પ્રાણ પુરવા માટે ફરી ગુજરાત માં નિષ્ઠાવાન, નીડર અને અનુભવી નેતૃત્વ ની જરૂર હતી તેવા સમયે ગુજરાત પ્રદેશ ના કાર્યરત રહેલા પાટણ ના પૂર્વ સાંસદ શ્રી જગદીશભાઇ ઠાકોર ને ગુજરાત પ્રદેશ ના આદયક્ષ તરીકે જવાબદારી સોપાતા નિર્ણાયક પરિણામ આવે એવી સંભાવના છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.