નાનાભાઈના લગ્નમાં મોટા ભાઈએ ચપ્પુ મારીને જીજાજીની હત્યા કરી નાખી

Files Photo
ઝુંઝુનૂ, રાજસ્થાનના ઝુંઝુનૂના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુગલાન મોહલ્લાના રજિયા ગેસ્ટ હાઉસમાં સાળાએ જિજાજીની ચપ્પુ મારીને હત્યા કરી નાખી છે. પોલીસે આરોપી રહીમની ધરપકડ કરી છે. કોતવાલી સીઆઈ સુરેન્દ્ર દેગડાએ જણાવ્યું કે આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેનો જિજાજી સાથે વિવાદ ચાલી રહ્યો હતો.
છેલ્લા બે વર્ષથી પરિવારમાં ઝઘડાના કારણે રહીમ પોતાના પરિવારથી અલગ રહેતો હતો. આજે રહીમના નાના ભાઈ શાહિદના લગ્ન હતા અને જાન ઝુંઝુનૂથી ચિડાવાના સુલ્તાના જતી હતી. ઘરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી લગ્નના કાર્યક્રમ ચાલી રહ્યા હતા. જિજાજીએ આરોપીના માતા-પિતાને કહ્યું હતું કે રહીમ લગ્નમાં આવશે નહીં. જે પછી રહીમને તેના પિતાએ લગ્નમાં આવવાની ના પાડી હતી.
આ વાતથી આરોપી રહીમ પોતાના જિજાજી નાસિર હુસૈનથી નારાજ હતો અને સમાજમાં પોતાનું અપમાન થયું છે તેવું માનતો હતો. આ કારણે સવારે જ્યારે જાનમાં જવા માટે બધા સંબંધીઓ રજિયા ગેસ્ટ હાઉસમાં ભેગા થયા હતા. રહીમ પોતાના જેકેટમાં ચપ્પુ સંતાડીને લાવ્યો હતો.
આરોપીએ નાના ભાઈ શાહિદ અને જિજાજી નાસિર હુસૈન સાથે ફોટો પાડવા દરમિયાન અચાનક ચપ્પુ કાઢ્યું અને જિજાજીના પેટમાં મારી દીધું હતું. આ ઘટનાક્રમ પછી લગ્ન સમારોહમાં અફરાતફરી મચી ગઈ હતી. નાસિરને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
પોલીસે હત્યાનો કેસ નોંધીને આરોપીની રહીમની શોધ શરૂ કરી હતી. પોલીસે આરોપીનાને શોધવા માટે અલગ-અલગ ટીમ રવાના કરી હતી અને ૭ કલાકમાં આરોપીની મોહલ્લાના એક મકાનમાંથી ધરપકડ કરી હતી. પોલીસના મતે આરોપી રહીમ શહેરમાંથી ભાગવાની તૈયારીમાં હતો. પોલીસે આરોપીની વધારે પૂછપરછ કરી રહી છે.
મધ્ય પ્રદેશના દેવાસમાં એક પરિવાર હજુ પૂરી રીતે નવી દૂલ્હનનું સ્વાગત પણ કરી શક્યો ન હતો તે દરમિયાન તેની જિંદગી વેરાન બની ગઈ છે. લગ્નના ૨ દિવસ પછી જ પતિએ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા (જેૈષ્ઠૈઙ્ઘી)કરી લીધી હતી. તેની લાશ રૂમમાં લટકતી હાલતમાં જાેવા મળી હતી. આત્મહત્યાનું કારણ હજુ સામે આવ્યું નથી. પોલીસે લાશને કબજામાં લઇ તપાસ શરૂ કરી દીધી છે. પોલીસને પત્નીને જણાવ્યું કે જતા પહેલા તે તેને રૂમમાં બંધ કરીને ગયા હતા.HS