અજીત પવારે બૂસ્ટર ડોઝ અંગે વહેલી તકે ર્નિણય લેવા કેન્દ્ર સરકારને વિનંતી કરી
 
        મુંબઇ, કોરોનાની બીજી લહેરે તાંડવ મચાવ્યા બાદ સમગ્ર વિશ્વમાં નવા વેરિઅન્ટ ઓમિક્રોને કહેર વર્તાવ્યો છે. કોરોનાનુ સંક્રમણ ઓછુ થતા મુંબઈ, પુણે સહિત મહારાષ્ટ્રમાં નિયંત્રણો હળવા કરવામાં આવ્યા હતા. પરંતુ હવે કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટે ચિંતા વધારી છે. રાજ્યમાં ફરી એકવાર નવા નિયંત્રણો લાદવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
અત્યાર સુધીમાં દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત ૨૧ અને રાજ્યમાં ૮ દર્દીઓ મળી આવ્યા છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે કેન્દ્ર સરકારને કોરોના વાયરસ રસીના બૂસ્ટર ડોઝ અંગે વહેલી તકે ર્નિણય લેવા કેન્દ્ર સરકારને વિનંતી કરી છે.
આ સિવાય તેમણે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ફ્લાઈટ્સ પર કડક નિયંત્રણો લાદવાની પણ અપીલ કરી છે. તેમણે કેન્દ્ર સરકારને આ અંગે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવા જણાવ્યુ છે. ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે અજિત પવારે મુંબઈના દાદરમાં ચૈત્યભૂમિની મુલાકાત લઈને ભારત રત્નને શ્રદ્ધાંજલિ આપી હતી અને તે દરમિયાન કેન્દ્ર સરકારને અપીલ કરી હતી.
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘જેમણે રસીના બંને ડોઝ લીધા હતા તેઓને પણ ચેપ લાગ્યો છે. તો શું બૂસ્ટર ડોઝની જરૂર છે ? આવી સ્થિતિમાં રાષ્ટ્રીય સ્તરે આ અંગે ર્નિણય લેવો જરૂરી છે. બૂસ્ટર ડોઝ આપવો કે નહીં ? તે અંગે જુદા જુદા આરોગ્ય નિષ્ણાતોના અલગ- અલગ મંતવ્યો રજુ કરી રહ્યા છે. પરંતુ સરકારે આ મામલે જવાબ આપવાની જરૂર છે.
તેમણે વધુમાં કહ્યું કે, ‘વિવિધ રાજ્યોમાંથી આવતા સંક્રમિત લોકો અંગે કેન્દ્ર સરકાર દ્વારા કડક ર્નિણયો લેવા જાેઈએ. નિયમોનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે કે નહીં, તે સંપૂર્ણ રીતે જાેવું જાેઈએ. જ્યાં પણ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાં નિયમો અને નિયંત્રણો કડક કરવાની જરૂર છે. અમે કેન્દ્ર સરકાર પાસે માગ કરીએ છીએ કે તેઓ આ અંગે કડક વલણ અપનાવે.
આ દરમિયાન તેમણે રાજકીય પરિવારોમાં થતા લગ્નોનો પણ ઉલ્લેખ કર્યો હતો. અજિત પવારે કહ્યું કે, ‘થોડા દિવસો સુધી ઘણા રાજકીય પરિવારોમાં લગ્નો થયા. લોકોની ભારે ભીડ જામી હતી. એ યાદ રાખવું જાેઈએ કે અત્યાર સુધી અમે પાંચથી છ ફૂટના સામાજિક અંતરને અનુસરતા હતા. છેલ્લી વખત માસ્કનો ઉપયોગ છોડી દેવાથી ચેપ વધ્યો હતો તેના પરથી બોધપાઠ લેવો જાેઈએ. જેથી લોકોએ ઓમિક્રોનના જાેખમને પગલે સતર્કતા રાખવી જરૂરી છે.HS

 
                 
                 
                