Western Times News

Latest News from Gujarat India

પરિવારમાં દીકરી કરતા પુત્રવધૂનો અધિકાર વધુઃ અલાહાબાદ હાઇકોર્ટ

પરિવારમાં દીકરી કરતાં પુત્રવધૂનો વધુ અધિકાર છે. પછી પુત્રવધુ વિધવા હોય કે ન હોય. તે પણ દીકરીની જેમ જ પરિવારનો એક ભાગ છે, ભલે છુટાછેડા લીધા હોય કે તે વિધવા હોય.

નવી દિલ્હી, જાહેર વિતરણ સિસ્ટમમાં નવી વ્યવસ્થા બનાવતા અલાહાબાદ હાઇકોર્ટે પુત્રવધુને પરિવારની કેટેગરીમાં રાખવાનો આદેશ આપ્યો છે. આ સાથે સરકારને પાંચ ઓગસ્ટ, ૨૦૧૯ના આદેશમાં ફેરફાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. હાઇકોર્ટે કહ્યું કે પરિવારમાં દીકરી કરતા પુત્રવધુનો અધિકાર વધારે છે.

પરંતુ, ઉત્તર પ્રદેશ એસેન્શિયલ કોમોડિટીઝ ઓર્ડર ૨૦૧૬માં, પુત્રવધુને કુટુંબની શ્રેણીમાં રાખવામાં આવી નહોતી અને તેના આધારે, રાજ્ય સરકારે ૨૦૧૯નો આદેશ બહાર પાડ્યો છે. જેમાં પુત્રવધૂ પરિવારની શ્રેણીમાં નથી રાખવામાં આવી, પરંતુ આ કારણે પુત્રવધુને તેના અધિકારોથી વંચિત ન રાખી શખાય.

પરિવારમાં દીકરી કરતાં પુત્રવધૂનો વધુ અધિકાર છે. પછી પુત્રવધુ વિધવા હોય કે ન હોય. તે પણ દીકરીની જેમ જ પરિવારનો એક ભાગ છે, ભલે છુટાછેડા લીધા હોય કે તે વિધવા હોય.

હાઇકોર્ટના આ આદેશમાં ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડ, સુધા જૈન વિરૂદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય, ગીતા શ્રીવાસ્તવ વિરૂદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્યનો કેસ પણ ટાંકવામાં આવ્યો છે અને જ્યારે અરજદાર પુષ્પાદેવીની અરજી સ્વીકારવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. પુષ્પાદેવીને તેમના નામે રેશનની દુકાન ફાળવવમા સૂચના આપવામાં આવી છે.

અરજદાર પુષ્પાદેવીએ હાઇકોર્ટમાં અરજી કરી છે કે તે વિધવા છે. તેમની સાસુ મહાદેવી જેમના નામે રેશનની દુકાન ફાળવવામાં આવી હતી. તેના સાસુનું ૧૧ એપ્રિલ ૨૦૨૧ના રોજ અવસાન થયું હતું. જેના કારણે તેમની આજીવિકામાં સંકટ સર્જાયુ હતું. પુષ્પા અને તેના બંને બાળકો તેના સાસુ પર સંપૂર્ણપણે નિર્ભર હતા.

સાસુ-સસરાના અવસાન પછી તેમના પરિવારમાં એવા કોઇ સ્ત્રી-પુરુષ બચ્યા નથી કે જેના નામે રેશનની દુકાન ફાળવી શકાય. તેથી, તે તેની સાસુની કાયદેસરની વારસદાર છે અને તેના નામે રેશનની દુકાન ફાળવવી જાેઇએ.

અરજદારે રેશનશોપની ફાળવણી અંગે સંબંધિત સત્તાધિકારીને રજૂઆત કરી હતી. પરંતુ, ઓથોરિટીએ તેની રજૂઆતને નકારી કાઢી હતી કે ઉત્તર પ્રદેશ સરકારના પાંચ ઓગસ્ટ, ૨૦૧૯ના આદેશ હેઠળ પુત્રવધુ અથવા વિધવા પુત્રવધુને કુટુંબની શ્રેણીમાં રાખવામાં આવી નથી. તેથી પુત્રવધુને રેશનની દુકાન ફાળવી શકાતી નથી. આ આદેશ સામે અરજદારે હાઇકોર્ટમાં અરજી કરી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers