ઓમિક્રોનની દહેશત વચ્ચે માંડ શરૂ થયેલી શાળાઓમાં હાજરી ફરી ઘટી

પ્રતિકાત્મક
(એજન્સી) અમદાવાદ, સ્કુલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થયા બાદ બે સપ્તાહ જેટલા સમયગાળા પછી પણ વિદ્યાર્થીઓની પાંખી હાજરી જાેવા મળી છે. વાલીઓમાં હજુ પણ કોરોનાના નવા વેરિયન્ટનો ડર સતાવી રહ્યો છે જે સ્વાભાવિક જ છે. આ ઉપરાંત ઓફલાઈન શિક્ષણ ચાલુ હોવાથી વાલીઓ વિદ્યાર્થીઓને સ્કુલ મોકલી રહ્યા ની.
વાલીઓને ટ્રાન્સપોર્ટનો પણ પ્રશ્ન નડી રહ્યો છે. કોરોના ગાઈડલાઈન પ્રમાણે સ્કુલ વાન- રીક્ષામાં મર્યાદિત સંખ્યામાં જ વિદ્યાર્થીઓને લઈ જવાતા હોવાથી ભાડામા પણ વધારો થયો છે. તે પણ એક વધારાનું કારણ છે. બીજી તરફ સીબીએસઈ સ્કુલોમાં પ્રિ-બોર્ડની પરીક્ષાઓના પગલે વિદ્યાર્થીઓને ઓછા સમય માટે બોલાવવામાં આવી રહ્યા છે.
ઓફલાઈન ફરજીયાત કરાય તો જ વિદ્યાર્થીઓની સંખ્યા વધી શકે એવુ સ્કુલ સંચાલકોનું માનવુ છે. જ્યાં સુધી ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે ત્યાં સુધી ઓફલાઈનમાં વિદ્યાર્થીઓ નહીં આવે. ઓફલાઈન ફરજીયાત કરાશે ત્યારે જ સંખ્યા વધશે. હાલ ટ્રાન્સપોર્ટનો ઈસ્યુ પણ નડી રહ્યો છે. ઘણા વાન-રીક્ષાચાલકોએ કોરોનામાં ધંધો બદલી નાંખ્યો છે.
ઉપરાંત ગાઈડલાનના પગલ ભાડા પણ વધી ગયા છે. જેના કારણે વાલીઓનેે બાળકોને શાળાએ મોકલવાનુૃ મોંઘુ પડી રહ્યુ હોવાના કારણે ઓફ લાઈન શિક્ષણ પસંદ કરી રહ્યા છે. ખાનગી શાળાઓમાં કોરોનામાં શાળાઓ બંધ રહ્યા બાદ પણ ફી વસુલી વધી હોવાની ફરીયાદ વાલીઓ કરી રહ્યા છે. ઓફલાઈન શિક્ષણ શરૂ થયા બાદ શાળાઓ પણ એક સપ્તાહમાં ત્રણ વાર જ વિદ્યાર્થીઓને બોલાવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાકાળમાં છેલ્લા બે વર્ષ જેટલા સમયથી બધ રહેલી પ્રાથમિક શાળાના ૧ થી પ ધોરણના ઓફ લાઈન વર્ગો નવેમ્બર માસના છેલલા સપ્તાહથી શરૂ થયા છે. બાળકો છેલ્લા બે વર્ષથી કહેવાતુ ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે.
ત્યારે રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા તબક્કાવાર શાળાઓ શરૂ કરવા અંગેની કામગીરી હજુ શરૂ જ કરાઈ હતી. શાળાઓમાં ધોરણ ૬ થી ૮ના વર્ગો ર સપ્ટેમ્બરથી શરૂ કરવામા આવ્યા હતા.