Western Times News

Gujarati News

સેન્સેક્સમાં ૮૮૬, નિફ્ટીમાં ૨૬૪ પોઈન્ટનો ઊછાળો

મુંબઈ, આ દિવસોમાં શેરબજારમાં ભારે અસ્થિરતા જાેવા મળી રહી છે. સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ એક સમયે ૧૦૦૦ પોઈન્ટ્‌સથી વધુ તૂટ્યો હતો, પરંતુ અંતે ૯૪૯ પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. આજે મંગળવારે શેરબજારે ઊંધું વલણ બતાવ્યું અને ઉપર તરફ દોડવાનું શરૂ કર્યું.

જાેત જાેતામાં સેન્સેક્સ ૧૧૦૦ પોઈન્ટની ઉપર પહોંચી ગયો. અંતે સેન્સેક્સ ૮૮૬ પોઈન્ટના વધારા સાથે ૫૭,૬૩૩ પોઈન્ટ પર બંધ રહ્યો હતો જે ગઈકાલે સાંજે ૫૬,૭૪૭ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી પણ ૨૬૪ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭,૧૭૬ પોઈન્ટ પર બંધ રહ્યો હતો. આખરે કયા કારણો છે જેના કારણે આજે શેરબજારમાં જાેરદાર તેજી આવી છે.

તે જાણવું રસપ્રદ બનશે. બેંકોમાં પડેલી રોકડને લઈને ચીને મોટું પગલું ભર્યું છે. સોમવારે ચીને કહ્યું કે બેંકોમાં પડેલા રોકડ અનામતની મર્યાદા ઘટાડવામાં આવશે. એટલે કે, બેંકો તેમના અનામતમાં ઓછા પૈસા રાખી શકશે.

મતલબ કે આનાથી માર્કેટમાં લિક્વિડિટી વધશે, જે અર્થતંત્રને વેગ આપશે. આ વર્ષે બીજી વખત ચીન દ્વારા અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે આવું પગલું લેવામાં આવ્યું છે. ચીનના આ ર્નિણયની શેરબજાર પર પણ સકારાત્મક અસર જાેવા મળી છે. જ્યારથી કોરોના વાયરસનું નવું સ્વરૂપ ઓમિક્રોન બહાર આવ્યું છે, ત્યારથી શેરબજારમાં અનિશ્ચિતતા જાેવા મળી રહી છે.

લોકોમાં એક ભય જાેવા મળી રહ્યો છે, જેની સીધી અસર શેરબજાર પર પડી રહી છે. ઓમિક્રોન અમેરિકાના ત્રીજા ભાગના રાજ્યોમાં ફેલાઈ ગયો છે, પરંતુ મોટાભાગના કોરોના દર્દીઓ ડેલ્ટા વર્ઝનથી પીડિત છે.

દરમિયાન, અમેરિકાના પીઢ ડૉક્ટર એન્થોની ફૌસીએ સીએનએનને આપેલા નિવેદનમાં કહ્યું છે કે ઓમિક્રોન વધુ ખતરનાક લાગતું નથી. તેમના આ નિવેદનથી લોકોની અપેક્ષાઓ મજબૂત થઈ છે અને શેરબજારમાં તેજી જાેવા મળી રહી છે.

ઓમિક્રોન વિશે લોકોની ચિંતા ઓછી થઈ છે એટલું જ નહીં, યુએસ ડૉલર પણ સોમવારે મુખ્ય કરન્સી સામે નોંધપાત્ર રીતે મજબૂત થયો છે. ડૉલરની મજબૂતાઈને જાેતા રોકાણકારોને વધુ વિશ્વાસ થયો છે કે કોરોના વાયરસનું ઓમિક્રોન વેરિઅન્ટ વધુ ખતરનાક નથી. આવી સ્થિતિમાં ડોલરની મજબૂતાઈની સીધી અસર વિશ્વભરના શેરબજારો પર જાેવા મળી રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.