Western Times News

Gujarati News

તમિલનાડુ કુન્નુરના જંગલમાં આર્મી હેલિકોપ્ટર ક્રેશ થયું

કોઈમ્બતુર અને સુલુર વચ્ચે દુર્ઘટનાગ્રસ્ત થયેલું Mi-સિરીઝનું હેલિકોપ્ટર હતું. હેલિકોપ્ટરમાં કુલ 14 લોકો સવાર હતા, જેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને એરફોર્સના પાઇલટ્સનો સમાવેશ થાય છે.

તમિલનાડુમાં આર્મીનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું જેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, તેમના પરિવારના સભ્યો અને કેટલાક કર્મચારીઓ સવાર હતા. પ્રાથમિક માહિતી મુજબ કુન્નુરના ગાઢ જંગલ વિસ્તારમાં આ પ્લેન ક્રેશ થયું છે.

આ હેલિકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત, તેમના પત્ની સહિત 14 લોકો સવાર હતા. અત્યાર સુધીમાં ઘટનાસ્થળ પરથી 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જ્યારે 4 લોકોના મોત થયા છે. An IAF Mi-17V5 helicopter with CDS Gen Bipin Rawat on board met with an accident near Coonoor Tamil Nadu. An Inquiry has been ordered to ascertain the cause of the accident.

આ દુર્ઘટના સર્જાઈ ત્યારે હેલિકોપ્ટરમાં બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત હતા. આ ઉપરાંત એક બ્રિગેડિયર રેંકના અધિકારી, એક અન્ય અધિકારી અને બે પાયલટ હતા. જાણવા મળતી માહિતી અનુસાર જે મૃતદેહ મળ્યા છે તે 80 ટકા સુધી દાઝી ગયા હતા અને તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ થાય તેવી સ્થિતિમાં છે.

આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ છે જેમને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ઈમરજન્સી ટીમ સ્થળ પર  પહોંચી છે.

કોઈમ્બતુર અને સુલુર વચ્ચે દુર્ઘટનાગ્રસ્ત થયેલું Mi-સિરીઝનું હેલિકોપ્ટર હતું. હેલિકોપ્ટરમાં કુલ 14 લોકો સવાર હતા, જેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની, સંરક્ષણ સહાયકો, સુરક્ષા કમાન્ડો અને એરફોર્સના પાઇલટ્સનો સમાવેશ થાય છે.

જાણવા મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના ખરાબ વાતાવરણના કારણે સર્જાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર સીડીએસ બિપિન રાવત તેમની પત્ની સાથે વેલિંગટનમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા.

વેલિંગ્ટનમાં આર્મ્ડ ફોર્સેસની કોલેજ છે. અહીં સીડીએસ રાવતનું લેક્ચર હતું. ત્યાંથી તેઓ કુન્નૂર જઈ રહ્યા હતા. અહીંથી તેમણે દિલ્હી જવાનું હતું. પરંતુ હેલિકોપ્ટર ગાઢ જંગલ પરથી પસાર થઈ રહેલું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.