Western Times News

Gujarati News

આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજીનું હિથ્રો એરપોર્ટ પર જાજરમાન સ્વાગત કરાયું

વર્લ્ડપીસ એમ્બેસેડર આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું ઇન્ટરનેશનલ હિથ્રો એરપોર્ટના વરિષ્ઠ અધિકારીઓએ કર્યું જાજરમાન સ્વાગત

બ્રિટનના હાર્ટસમા પાટનગર –લંડનના વર્લ્ડ બિઝીએસ્ટ ઇન્ટરનેશનલ હિથ્રો એરપોર્ટ માટે એમ કહેવાય છે કે દર મીનીટે અહીં ફ્લાઈટ ટેક ઓફ અને લેન્ડીંગ કરે છે. આવા વિશ્વના સૌથી વ્યસ્ત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વૈશ્વિક આધ્યાત્મિક લીડર,એવા મણિનગરશ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન -શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હિથ્રોના વરિષ્ઠ અધિકારીઓએ ઉમળકાભેર જાજરમાન સ્વાગત કર્યું હતું.

ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ એસોસિએશન (IPRA) દ્વારા “વર્લ્ડપીસ એમ્બેસેડર” પદવીથી સન્માનિત થયા બાદ પરમ પૂજ્ય આચાર્યશ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજ પ્રથમ વાર યુનાઇટેડ કિંગડમની રાજધાની લંડન પધારતાં હોઈ હિથ્રો ઇન્ટરનેશનલ એરપોર્ટના વરિષ્ઠ અધિકારીશ્રી ઓરેવ. હોવી એડન, હિથ્રોના ચેપ્લેન્સી, પંડિત રમેશ કે. શર્મા સહિતના મહાનુભાવોએ હિથ્રો એરપોર્ટ વતી “વર્લ્ડપીસ એમ્બેસેડર” શ્રીસ્વામિનારાયણગાદીના આચાર્ય શ્રીપુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજનું સ્વાગત કર્યું હતું.

શ્રીસ્વામિનારાયણગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજ વિશ્વભરમાં આધ્યાત્મિક, સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોના જતન માટે તથા યુકેમાં શાંતિ, એકતા અને ધૈર્ય –સહિષ્ણુતાનો સંદેશો પ્રસરાવવા માટે ભગીરથ કાર્યોકરે છે.તેઓશ્રીએ ઇંગ્લેન્ડની રાજધાની લંડનના કિંગ્સબરીમાં વિશ્વના એકમાત્ર “ઇકોફ્રેન્ડલી” શ્રી સ્વામિનારાયણમંદિરનું સર્જન કર્યું છે.  જેનો આ પાવનકારી વિચરણ દરમ્યાન પાંચમો પ્રતિષ્ઠોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.  ઉત્તર-પશ્ચિમ લંડનના મંદિરોમાંથી આ એક એવું મંદિર છે કે જેમાં સામાજિક સેવાઓ પણ પુરી પાડવામાં આવે છે.  જેના પ્રેરણામૂર્તિ છે વિશ્વવાત્સલ્ય મહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજ.

આ અનન્ય સ્વાગતસમાંરભ દરમ્યાન વિશ્વ પ્રસિદ્ધ શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટીશ પાઈપ બેન્ડના નવયુવાનોએ Terminal 2 / The Queen’s Terminal Heeathrow પાસેકર્ણપ્રિય સંગીતના સૂરો છેડ્યા હતા. જેને  નિહાળવા મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા હતા. આ એક ઐતિહાસિક અને અવિસ્મરણીય પ્રસંગ હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.