Western Times News

Gujarati News

રાજસ્થાનને અમદાવાદમાંથી આશરે રૂ. 1,05,000 કરોડના મૂડીરોકાણ કમિટમેન્ટ્સ મળ્યાં

રૂ. 41,590 કરોડના મૂલ્યના સમજૂતિ કરાર અને રૂ. 64,110 કરોડના મૂલ્યના લેટર ઓફ ઇન્ટેન્ટ્સ (LoIs) પર હસ્તાક્ષર કરાયાં

રાજસ્થાન કારોબારમાં સરળતા તથા રોકાણકારો માટે અનુકૂળ એવું નીતિવિષયક માળખું પૂરું પાડતું હોવાથી તે રોકાણકારોની પસંદગી બન્યું

અમદાવાદ, રાજ્યમાંથી વિવિધ ક્ષેત્રોમાં મૂડીરોકાણ આકર્ષિત કરવા માટે રાજસ્થાન સરકારે અમદાવાદમાં રાષ્ટ્રીય ભાગીદાર સીઆઇઆઇના સહયોગથી ઇન્વેસ્ટર્સ કનેક્ટ પ્રોગ્રામ આયોજિત કર્યો છે. રાજ્ય સ્તરની ઇન્વેસ્ટર્સ સમિટની પ્રસ્તાવના રૂપે યોજાયેલા આ કાર્યક્રમ સાથે રાજસ્થાને રૂ. 41,590 કરોડા મૂલ્યના સમજૂતિ કરાર તથા રૂ. 64,110 કરોડના મૂલ્યના લેટર ઓફ ઇન્ટેન્શન્સ (LoI) સફળતાપૂર્વક સંપન્ન કર્યાં છે,

એ સાથે મૂડીરોકાણ કમિટમેન્ટ્સનું કુલ મૂલ્ય આશરે રૂ. 1,05,000 કરોડનું થાય છે. અક્ષય ઊર્જા, સિટી ગેસ સપ્લાય, સિમેન્ટ ઉત્પાદન, લોજિસ્ટિક્સ, ટુરિઝમ અને હોસ્પિટાલિટી વગેરે જેવા ક્ષેત્રોમાં મોટાભાગે મૂડીરોકાણની દરખાસ્તો થઈ છે. 40 સૂચિત પ્રોજેક્ટ્સનો આંકડો ધ્યાનમાં રાખવામાં આવે તો ખાનગી ક્ષેત્રમાં સર્જાનારા આશરે 1 લાખ નવા રોજગાર અવસરો રાજ્યના વિકાસને પ્રોત્સાહન આપે તેવો અંદાજ છે.

રાજસ્થાન સરકારના માનનીય આરોગ્ય અને એક્સાઇઝ મંત્રી શ્રી પ્રસાદી લાલ મીણાએ કહ્યું કે, “વિસ્તારની દૃષ્ટિએ રાજસ્થાન ભારતનું સૌથી વિશાળ રાજ્ય છે અને તે ખનિજ તથા અન્ય કુદરતી સંસાધનો વડે ભરપૂર છે. નોડલ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સીઝ – આરઆઇઆઇસીઓ તથા બીઆઇપીના પ્રયાસો મૂડીરોકાણ માટે નવા અવસરો સર્જી રહ્યાં છે તથા રોકાણકારોને કારોબારમાં સરળતા પરત્વે આશ્વસ્ત કરી રહ્યાં છે. રાજ્યમાં ઔદ્યોગિકરણની પ્રક્રિયાને ક્રોસ સેક્ટર થ્રસ્ટ પૂરો પાડવાની દિશામાં ઇન્વેસ્ટ રાજસ્થાન 2022 એક મહત્વનું પગલું બની રહેવાની અપેક્ષા છે.”

અત્રે નોંધનીય છે કે કેટલાક મહત્વના રોકાણકારોએ વિશાળ પ્રોજેક્ટ્સ માટે તજવીજ હાથ ધરી છે, જેમકે એઝ્યોર પાવરે જેસલમેરના ફતેહગઢમાં રૂ. 24,000 કરોડના મૂલ્યનો સોલર પાર્ક સ્થાપવાની દરખાસ્ત કરી છે; સોલરપેક કોર્પોરેશને જોધપુરના ફલોદી ખાતે રૂ. 1,200 કરોડનો સોલર પાવર ઉત્પાદન પ્રોજેક્ટ સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્યો છે;

એસીએમઇ ક્લિનટેકે જોધપુર, જેસલમેર અને બાડમેર ખાતે રૂ. 8,200 કરોડના સોલાર પાવર પ્રોજેક્ટ્સ સ્થાપવાની દરખાસ્ત કરી છે; ટોરેન્ટ ગેસે અલવરમાં રૂ. 5,000 કરોડના મૂડીરોકાણ સાથે સિટી ગેસ સપ્લાય પ્રોજેક્ટ સ્થાપવાની દરખાસ્ત મૂકી છે; નુ વિસ્ટાએ ચિત્તોર અને નાગોરમાં રૂ. 2,000 કરોડના મૂડીરોકાણ સાથે બે સિમેન્ટ ઉત્પાદન પ્લાન્ટ્સ માટે પ્રસ્તાવ મૂક્યો છે.

રાજસ્થાન સરકારના પ્રવાસન વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કુ. ગાયત્રી રાઠોડે જણાવ્યું હતું કે, “રાજસ્થાનમાં ટુરિઝમ એક મહત્વનું ક્ષેત્ર છે અને તે સમગ્ર વર્ષ દરમિયાન દરેક સિઝનમાં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં મુલાકાતીઓને આકર્ષતું હોય છે. આ બે રાજ્યો વચ્ચે આતિથ્યની કડીઓને વધુ મજબૂત બનાવવા માટે મૂડીરોકાણો તેમજ સહયોગ માટે ગુજરાતના સાહસિકો તરફ નજર દોડાવી રહ્યાં છીએ. ગુજરાતના રોકાણકારો સાથે અમે ટુરિઝમ અને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં બે સમજૂતિ કરાર ઉપર અમે આજે હસ્તાક્ષર કર્યાં છે.”

ઇન્વેસ્ટ રાજસ્થાન રોડ શો એ પોસ્ટ કોવિડ સમયગાળામાં પોતાના પ્રકારની એક અનોખો કાર્યક્રમ છે, કેમકે તેમાં ઇન્વેસ્ટ રાજસ્થાન 2022 પૂર્વે વિવિધ જિલ્લાઓ અને રાજ્યોમાં વધુ 28 રોડ શો કર્યાં છે. રસપ્રદ રીતે પહેલી જ વખત રાજ્ય સરકારે માત્ર સમજૂતિ કરારો/ LoIs ઉપર હસ્તાક્ષર ઉપર જ ભાર મૂક્યો થી, પરંતુ રોકાણકારોના પ્રોજેક્ટ્સના વાસ્તવિક ભૂમિપૂજન તથા ઉદઘાટન ઉપર પણ ભાર આપ્યો છે.

જિલ્લા સ્તરે કલેક્ટરો રાજસ્થાન સરકાર વતી સમજૂતિ કરાર ઉપર હસ્તાક્ષર કરશે અને એવી જ રીતે પ્રત્યેક વિભાગને તેમનો પોતાનો રોકાણકારોનું જૂથ છે અને તે રીતે સમજૂતિ કરાર ઉપર હસ્તાક્ષર કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ રાજ્ય અત્યંત વ્યૂહાત્મક સ્થળ ધરાવે છે અને રાજ્યના નેતૃત્વ દ્વારા મૂડીરોકાણકારને અનુકૂળ એવા નીતિવિષયક માળખાની રચના કરવામાં આવ્યાના પગલે આ રાજ્ય ઘણાં સમૂહો, કોર્પોરેટ ગૃહો અને ઉત્પાદન એકમોનું ગૃહ બન્યું છે, જે આરઆઇઆઇસીઓ દ્વારા વિકસાવાયેલા 360 કરતા વધુ ઔદ્યોગિક વિસ્તારોમાં આવેલા છે.

આરઆઇઆઇસીઓના ઔદ્યોગિક વિસ્તારોમાં આશરે 40,000 કરતા વધુ એકમો કાર્યાન્વિત થઈ ગયા છે અને વધુ 150 આયોજનની પ્રક્રિયામાં છે. વ્યૂહાત્મક અને પરિવહનના દૃષ્ટિકોણથી જોઇએ તો રાજસ્થાન કોઇ પણ રોકાણકાર માટે આદર્શ સ્થળ છે, કારણકે તેનો 58 ટકા વિસ્તાર ડીએમઆઇસી દ્વારા પ્રભાવિત વિસ્તાર હેઠળ આવે છે;

વધુમાં નવો ગેસ ગ્રિડ પ્રોજેક્ટ રાજ્યમાં 1,730 કિલોમીટરના અંતરને આવરી લે છે. આ રાજ્ય 3 કાર્યાન્વિત એસઇઝેડ, 9 આઇસીડી, 1 કાર્યાન્વિત અને 4 ભાવિ મલ્ટિ મોડલ લોજિસ્ટિક હબ, 7 એરપોર્ટ અને 1 કાર્ગો કોમ્પલેક્સ પણ ધરાવે છે, જે રાજ્યના આકર્ષણને અનેકગણું વધારે છે.

અમદાવાદ ઇન્વેસ્ટર્સ કનેક્ટ પ્રોગ્રામને રાજસ્થાન સરકારના માનનીય આરોગ્ય અને એક્સાઇઝ મંત્રી શ્રી પ્રસાદી લાલ મીણા, ટુરિઝમ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કુ. ગાયત્રી રાઠોડ, ઉદ્યોગ તથા મૂડીરોકાણ અને એનઆરઆઇ વિભાગના કમિશનર કુ. અર્ચના સિંઘના નેતૃત્વમાં યોજવામાં આવ્યો હતો.

સિક્યોર મીટર્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રૂપ સીઇઓ શ્રી સુકેત સિંઘલ, બજરંગ વાયર પ્રોડક્ટ્સ ઇન્ડિયા પ્રા. લિ.ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી આશિષ મહેશ્વરીએ રાજસ્થાનમાં કરેલા મૂડીરોકાણના સુખદ અનુભવ વિશે ચર્ચા કરી હતી. સીઆઇઆઇ ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેન તેમજ અરુણ્ય ઓર્ગેનિક્સ પ્રા. લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર વિનોદ અગ્રવાલે સ્વાગત ટિપપ્ણી કરી હતી અને હર્ષા એન્જિનિયરિંગ લિ.ના ચેરમેન શ્રી રાજુ શાહે કાર્યક્રમમાં આભાર વિધિ કરી હતી.

મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોતનો સંદેશો –  “ઇન્વેસ્ટ રાજસ્થાન 2022 એ રાજસ્થાનના વિકાસ તેમજ અમારા લોકોની સમૃદ્ધિ માટે ખાનગી કંપનીઓ સાથેની લાંબા ગાળાની ભાગીદારીના નિર્માણ માટેની અમારી પ્રતિબદ્ધતાની અભિવ્યક્તિ છે. રોકાણકારોને અમે આપેલી પ્રતિબદ્ધતાઓ ડિલિવર કરવાની દિશામાં પાર થયેલું આ એક સીમાચિહ્ન પણ છે.

રાજસ્થાન પાસે રહેલા રોમાંચક અવસરોના જૂથનો અનુભવ કરવામાં તથા તેનો લાભ લેવામાં, તેમજ આપણા સૌના એક આશાસ્પદ ભવિષ્યના નિર્માણમાં અમારી સાથે જોડાવા માટે હું આપને આમંત્રણ આપુ છું.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.