Western Times News

Latest News from Gujarat

મચ્છર ભગાડતી ગેરકાયદેસર અગરબત્તીનો ઉપયોગ બંધ કરવા માંગ

કોવિડ-19ને કારણે થતી શ્વસન સમસ્યાઓ વચ્ચે ગુજરાતમાં જોખમ ઘટાડવા માટે મચ્છર ભગાડતી ગેરકાયદેસર અગરબત્તીનો ઉપયોગ બંધ કરવા હોમ ઇન્સેક્ટ કંટ્રોલ એસોસિયેશનની વિનંતી

મુંબઇ, કોવિડ-19 મહામારીને કારણે શ્વસન સંબંધિત સમસ્યાઓમાં વધારો થતાં ફેફસાને આંશિક અથવા કેટલાંક કેસમાં સંપૂર્ણ નુકશાન થયું છે. વિશ્વભરના સ્વાસ્થ્ય પ્રોફેશ્નલ્સ હાલમાં ચાલી રહેલાં સ્વાસ્થ્ય સંકટને નિયંત્રણમાં લેવા માટે પહેલેથી જ કાર્યરત છે.

બિન-નફાકારક ઉદ્યોગ સંસ્થા હોમ ઇન્સેક્ટ કંટ્રોલ એસોસિયેશન (એચઆઇસીએ) ભારતમાં ઘરગથ્થુ જંતુનાશકોના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપે છે અને તેણે ગુજરાતમાં મચ્છર ભગાડતી ધૂપ-અગરબત્તીઓના ખરીદ અથવા વેચાણ બંધ કરવાની માગ કરી છે કારણકે તેમાંથી મોટાભાગના ગેરકાયદેસર છે અને તેમની પાસે જરૂરી પ્રમાણપત્ર.લાયસન્સ નથી.

સરકારના તાજેતરના આંકડા મૂજબ છેલ્લાં એક મહિનામાં દેશભરમાં ડેન્ગ્યુના 1,16,991 કેસ નોંધાયાં છે. મહારરાષ્ટ્ર, કેરળ, પંજાબ, રાજસ્થાન, તમિળ નાડુ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને નવી દિલ્હી જેવાં રાજ્યોમાં કેસોમાં તીવ્ર વધારો થયો છે.

લોકો મચ્છરથી પોતાની જાતને સુરક્ષિત રાખી રહ્યાં છે અને તેઓ કેમિસ્ટ, પાનની દુકાન અને કિરાણા સ્ટોર્સ ઉપર ઉપલબ્ધ મચ્છર ભગાડતી ધૂપ-અગરબત્તી ખરીદી રહ્યાં છે. આ અગરબત્તીઓ સસ્તા ભાવે વેચવામાં આવે છે અને તેની મચ્છર ઉપર અસર જોવા મળે છે તેમ છતાં તેને ગેરકાયદેસર રીતે બનાવવામાં આવે છે

અને સંબંધિત સરકારી વિભાગ પાસેથી યોગ્ય લાયસન્સ અને મંજૂરી મેળવ્યાં વિના વેચવામાં આવે છે. બજારમાં ઉપલબ્ધ ગેરકાયદેસર અને બનાવટી ધૂપ-અગરબત્તીઓમાં અમાન્ય જોખમી રસાયણો (જંતુનાશક/કીટનાશક) હોય છે. તેના કારણે અસ્થમા, બ્રોન્કાઇટિસ, રિએક્ટિવ એરવે બિમારીઓ તેમજ શ્વસન સંબંધિત બીજી સ્વાસ્થ્ય સમસ્યાઓ સર્જાઇ શકે છે. ગેરકાયદેસર રીતે અગરબત્તીઓનું ઉત્પાદન કરતાં આ ઉત્પાદકો તમામ ઘરેલુ જંતુનાશક પ્રોડક્ટ્સ માટે ફરજીયાત સલામતીના માપદંડોને અનુસરવામાં આવતા નથી.

બજારમાં રિલેક્સ, કમ્ફર્ટ, સ્લીપવેલ, જસ્ટ રિલેક્સ, રિલિફ, નેચરલ રિલેક્સ વગેરે નામે મચ્છર ભગાડતી અરગબત્તીઓનું વેચાણ કરાય છે. આ ધૂપ-અગરબત્તીઓ નિયંત્રિત ઉથ્પાદન અને લાઇસન્સિંગ પ્રક્રિયાઓમાંથી પસાર થતી નથી.

ઇન્સેક્ટિસાઇડ એક્ટ 1968ની જોગવાઇઓ મૂજબ તમામ ઘરગથ્થુ જંતુનાશક પ્રોડક્ટ્સને સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડ (સીઆઇબી) અને રજીસ્ટ્રેશન કમીટી પાસેથી મંજૂરી હોવી જરૂરી છે. ઘરગથ્થુ જંતુનાશક પ્રોડક્ટ્સને તેના ગ્રાહકો અને પ્રાણીઓ ઉપર તેના ઝેરીપણા અને સલામતીના મૂલ્યાંકન કર્યાં બાદ સીઆઇબી દ્વારા મંજૂર કરવામાં આવે છે.

એચઆઇસીએના માનનીય સચિવ જયંત દેશપાંડેએ કહ્યું હતું કે, “શ્વસન સંબંધિત સમસ્યાઓમાં વધારો થઇ રહ્યો છે ત્યારે અમે લોકોને મચ્છર ભગાડતી અગબત્તીઓનો ઉપયોગ બંધ કરવા અથવા ટાળવા માટે વિનંતી કરીએ છીએ. બજારમાં ઉપલબ્ધ મોટાભાગની ગેરકાયદેસર છે અને તેનાથી ગ્રાહકના સ્વાસ્થ્યને નુકશાન થવાની સંભાવના રહેલી છે.

અજ્ઞાત જ્વલનશીલ સામગ્રી ધરાવતી ગેરદાયદેસર મચ્છર ભગાડતી અગબત્તી અથવા ધૂપને કારણે અસ્થમા, બ્રોન્કાઇટિસ, રિએક્ટિવ એરવે બિમારીઓ તથા શ્વસન સંબંધિત સમસ્યાઓ સર્જાઇ શકે છે. આ ધૂપ-અગરબત્તીઓ નિયામકીય તપાસમાંથી પસાર થતી નથી અને તેમાં નિર્ધારિત સ્તર કરતાં કેમિકલનું સ્તર વધુ હોય છે. તેમાં પ્રતિબંધિત અથવા મંજૂરી ન ધરાવતા કેમિકલ્સ પણ હોઇ શકે છે. મચ્છર ઉપર આ અગરબત્તી અસરકારક હોઇ શકે છે, પરંતુ તે વ્યક્તિના આરોગ્યને પણ નુકશાન પહોંચાડે છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “છેલ્લાં ત્રણ વર્ષમાં અમે દેશભરમાં સ્થાનિક સત્તામંડળો સાથે મળીને 50થી વધુ રેડ કરી છે. અમે ગ્રાહકોના હીતને સુરક્ષિત રાખવા માટે કટીબદ્ધ છીએ ત્યારે અમે લોકોને માત્ર બ્રાન્ડેડ મચ્છર ભગાડતી ધૂપ અને સોલ્યુશન ઉપયોગમાં લેવા માટે ભલામણ કરીએ છીએ, જે લાઇસન્સિંગ સત્તામંડળની મંજૂરી ધરાવે છે.

લાઇસન્સિંગ નંબર સીઆઇઆર નંબર અને મેન્યુફેક્ચરિંગ લાઇસન્સ નંબરથી શરૂ થાય છે, જે સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડ એન્ડ રજીસ્ટ્રેશન કમીટી (સીઆઇબી-આરસી) અને રાજ્યના વિભાગ દ્વારા ઇશ્યૂ કરવામાં આવે છે તેમજ તેને પેકેજ ઉપર દર્શાવવું ફરજીયાત છે.

લોકો ઓછી કિંમત હોવાને કારણે મચ્છર ભગાડતી અરગબત્તી ખરીદે છે. આજે, સંગઠિત ઉદ્યોગે પેપર-આધારિત મચ્છર ભગાડતા કાર્ડ્સ જેવા અગરબત્તીના સુરક્ષિત વિકલ્પો શોધીને રજૂ કર્યાં છે, જે મંજૂરી પ્રાપ્ત, અસરકારક તેમજ પ્રતિ ઉપયોગ માટે માત્ર રૂ.1ની કિંમત ધરાવે છે.”

ભારતમાં લગભગ 50 ટકા મચ્છર ભગાડતી અગરબત્તીઓ જ્વલનશીલ છે, જેમાંથી લગભગ 30 ટકા અનધિકૃત અને ગેરકાયદેસર મચ્છર ભગાડતી અગરબત્તીનો ઉપયોગ કરે છે. એચઆઇસીએ સત્તામંડળ સાથે મળીને ગ્રાહકો માટે બજારમાં પ્રોડક્ટ્સ રજૂ કરતાં પહેલાં ચોક્કસ સુરક્ષાના માપદંડો માટે લાઇસન્સિંગ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરતાં ઉત્પાદકો સામે સખત પગલાં ભરવા માટે કામ કરી રહ્યું છે

Copyright © All rights reserved. | Developed by Aneri Developers