Western Times News

Gujarati News

કાશ્મીરમાં ઓક્ટોબરમાં નાગરિકો પર સૌથી વધુ હુમલા છતાં નવેમ્બરમાં ૧.૨૭ લાખ પ્રવાસીઓ આવ્યા

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં સામાન્ય નાગરિકો પર અચાનક હુમલા વધારીને ફેલાવાયેલો આતંકી ડર પ્રવાસીઓની નીડર આવાગમનના કારણે દફન થઈ ગયો છે. શિયાળો શરૂ થવાની પહેલાં ઓક્ટોબરમાં આતંકીઓએ બિન મુસ્લિમો અને બિન કાશ્મીરીઓ પર હુમલા કર્યા. ૧૫ દિવસના ગાળામાં જ ૧૧ સામાન્ય નાગરિકોની હત્યા કરી નાખી. જે આ વર્ષે કોઈ એક મહિનામાં સૌથી વધુ છે.

તેના કારણે ૧૯૯૦ જેવા સંજાેગો બનતા જાેવા મળ્યા હતા, પણ જેવો બરફ પડવાનો શરૂ થયો કે તરત દેશભરના પર્યટકો કાશ્મીર પહોંચવા લાગ્યા.

નવેમ્બર મહિનામાં ૧.૨૭ લાખ પર્યટક આવ્યા, જે નવેમ્બરમાં કાશ્મીર આવતા પર્યટકોની ૭ વર્ષમાં સૌથી વધુ સંખ્યા છે. આવી આશા પર્યટન વિભાગ કે પર્યટન સાથે સંકળાયેલા ધંધાર્થીઓને પણ નહોતી. ગયા વર્ષે કોરોનાને કારણે નવેમ્બરમાં માત્ર ૬૩૨૭ પ્રવાસીઓ જ આવ્યા હતા.

ઓક્ટોબરમાં જેવા આતંકીઓએ બિન મુસ્લિમ અને બિન કાશ્મીરીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું કે તરત પલાયનની તસવીરો આવવા લાગી હતી. શ્રીનગરથી જમ્મુ માટે રોજ સેંકડો ટેક્સીઓ બૂક થવા લાગી હતી. તેમાં એના પરિવાર પણ શ્રીનગર છોડીને જવા લાગ્યા જે ૧૯૯૦ના સૌથી ભયાનક પલાયનના સમયમાં પણ ઘર છોડીને ગયા નહોતા.

હવે આવી જ લાઈનો શ્રીનગર તરફ આવતા પ્રવાસીઓની લાગી છે. જેનું મોટું કારણ સેનાની તૈયારીઓ પણ છે. સેનાએ નાગરિકો પર થયેલા હુમલામાં શામેલ ૧૧ આતંકીઓમાંથી ૧૦ને અલગ અલગ ઓપરેશનમાં ઠાર માર્યા છે.

પર્યટન ડિરેક્ટર ડો.જી.એન. ઇટૂએ જણાવ્યું કે હાઉસબોટ ફેસ્ટિવલ જેવા આયોજનોથી પણ સારો માહોલ સર્જાયો છે. કાશ્મીરના પર્યટન વિભાગે દેશમાં અલગ અલગ શહેરોમાં બે ડઝન જેટલા રોડ શો કર્યા હતા, જેના મારફત સંદેશો ગયો કે કાશ્મીર સુરક્ષિત છે, જેનાથી વિશ્વાસ વધ્યો.

ગુલમર્ગ, પહલગાંવ અને સોનમર્ગ જેવા હિલ સ્ટેશનોની હોટલોમાં ૧૦૦ ટકા ફૂલ ચાલી રહી છે. ગુલમર્ગના મોટા ભાગની હોટલોમાં જાન્યુઆરી સુધીનું બુકિંગ છે. ડીમાન્ડ વધુ હોવાથી ભાડાં પણ વધી ગયાં છે. કેટલીક મોંઘી હોટેલો એક દિવસના ૪૦થી ૫૦ હજાર રૂપિયા સુધીનો ચાર્જ વસૂલી રહી છે. જ્યારે બે મહિના પહેલાં આ જ હોટલ ૨૫ હજારથી વધુ ચાર્જ લેતી નહોતી. ક્રિસમસ દરમિયાન પ્રવાસીઓ હજુ વધી શકે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.