Western Times News

Latest News from Gujarat

રાવતના આક્રમક વલણથી ચીન-પાકિસ્તાન ડરતા હતા

નવી દિલ્હી, સીડીએસ બિપિન રાવત આજે ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર સાથે દિલ્હીથી એક કાર્યક્રમમાં ભાગ લેવા સુલુરથી વેલિંગ્ટન જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમનું વિમાન કુન્નૂરમાં ક્રેશ થયું છે. દુર્ઘટના સમયે હેલિકોપ્ટરમાં ૧૪ લોકો સવાર હતા.

અત્યાર સુધીમાં ૧૧ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. બિપિન રાવત વિશે અત્યાર સુધી જે માહિતી સામે આવી રહી છે તેમાં કહેવામાં આવી રહ્યું છે કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિશ્વ તેમના વલણથી પરિચિત છે. તે ઘણીવાર પાકિસ્તાન અને ચીન વિશે કડક નિવેદનો આપી ચૂક્યા છે. સીડીએસ રાવત જ્યારે આર્મી ચીફ હતા ત્યારે પણ તેમનું સ્ટેન્ડ ભડકાઉ હતું. પાકિસ્તાન તેના નામથી ડરે છે.

સરદાર પટેલ એક ઉત્કૃષ્ટ સ્વપ્નદ્રષ્ટા હતા જેમણે ભારત અને ચીન વચ્ચે સ્વતંત્ર તિબેટને ‘બફર કન્ટ્રી’ (બે દુશ્મન દેશો વચ્ચે સ્થિત અને પ્રાદેશિક સંઘર્ષને અટકાવતો નાનો દેશ) તરીકેની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તત્કાલીન વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ સાથેના તેમના પત્રવ્યવહારમાં આ જાેઈ શકાય છે.

ઈતિહાસ એ હકીકતનો સાક્ષી છે કે જ્યારે પણ કોઈ દેશ તેના સશસ્ત્ર દળોની અવગણના કરે છે, ત્યારે બહારના દળો દ્વારા તેનું વધુને વધુ શોષણ થાય છે. તેમણે કહ્યું કે ૧૯૫૦ના દાયકામાં ભારતે ઈતિહાસના આ મહત્વપૂર્ણ પાઠને નજરઅંદાજ કર્યો અને સુરક્ષા તંત્ર ડૂબવા લાગ્યું અને ત્યાર બાદ જ ૧૯૬૨માં ચીને દેશને હચમચાવી નાખ્યો.

ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતે કહ્યું હતું કે ભારતને આશંકા છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન આવવાનું છે અને તેના માટે ભારતે પહેલેથી જ ‘આકસ્મિક યોજના’ તૈયાર કરી લીધી છે.

સીડીએસ જનરલ બિપિન રાવતે જાહેરમાં કહ્યું છે કે ભારત અફઘાનિસ્તાનની પરિસ્થિતિ માટે તૈયાર છે અને જાે ત્યાંની સ્થિતિ ભારતને અસર કરે છે તો ભારત તેના માટે પણ તૈયાર છે. જે રીતે આતંકવાદ સામે લડવામાં આવ્યો છે તે જ રીતે લડવામાં આવશે.

જૂન મહિનામાં પાકિસ્તાની સૈનિકોએ ઘણી વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. જે બાદ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતે કહ્યું કે જાે પાકિસ્તાન શાંતિ ઈચ્છે છે તો યુદ્ધવિરામ લાંબા સમય સુધી ચાલશે.

તે બંને દેશો માટે સારું રહેશે. ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતે જણાવ્યું હતું કે વર્ષોથી વ્યાપક યુદ્ધવિરામનું ઉલ્લંઘન થયું છે, જ્યાં માત્ર નાના હથિયારો જ નહીં પરંતુ ઉચ્ચ કેલિબર હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. યુદ્ધવિરામ ભંગને કારણે પાકિસ્તાની સેનાના રક્ષણાત્મક માળખાને ભારે નુકસાન થયું છે. તેના સૈનિકોને જાનહાનિ થઈ છે.

તત્કાલિન આર્મી ચીફ બિપિન રાવતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને લઈને મોટું નિવેદન આપ્યું હતુ. બિપિન રાવતે કહ્યું કે જમ્મુ-કાશ્મીરની વાત કરીએ તો તેમાં પીઓકે અને ગિલગિટ બાલ્ટિસ્તાન પણ સામેલ છે. પાકિસ્તાનનું નામ લીધા વિના, આર્મી ચીફે કહ્યું કે પીઓકે એ ગેરકાયદેસર કબજા હેઠળનો વિસ્તાર છે, જેના પર અમારા પશ્ચિમી પડોશીઓએ ગેરકાયદેસર રીતે કબજાે કર્યો છે.

બિપિન રાવતે કહ્યું હતું કે પાકિસ્તાને જે વિસ્તાર પર ગેરકાયદેસર કબજાે જમાવ્યો છે તે વિસ્તાર પાકિસ્તાન નહીં પરંતુ આતંકવાદીઓ દ્વારા નિયંત્રિત છે. પીઓકે આતંકવાદીઓ દ્વારા નિયંત્રિત દેશ છે. આ સાથે તેણે કહ્યું, ‘હું સૈનિકોને આશ્વાસન આપું છું કે તેઓને આ વર્ષના અંત સુધીમાં વિશ્વની શ્રેષ્ઠ અમેરિકન રાઈફલ મળશે.’

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતે કહ્યું છે કે પાકિસ્તાન ભારતનો નંબર વન દુશ્મન નથી પરંતુ ચીન છે. બિપિન રાવતે જણાવ્યું હતું કે, વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતનું પ્રાથમિક ધ્યાન ડી-એસ્કેલેશન પહેલા ડી-એસ્કેલેશન છે કારણ કે ચીન અમારો નંબર વન દુશ્મન છે, પાકિસ્તાન નહીં. રાવતે કહ્યું કે આવનારા સમયમાં ભારતને બે મોરચે દુશ્મનોનો સામનો કરવો પડી શકે છે.

સીડીએસ જનરલ રાવતે થોડા દિવસો પહેલા નિવેદન આપ્યું હતું કે ચીન પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હિંસા ફેલાવવા માટે પાકિસ્તાનને સૈન્ય ઉપકરણો આપી રહ્યું છે. પાકિસ્તાનને ચીનનું સતત સમર્થન એ સ્પષ્ટ ભારત વિરોધી વલણ છે.

સીડીએસ મ્યાનમારમાં ચીનનું વારંવાર રોકાણ એ દેશમાં ભારતના પ્રભાવને ઘટાડવાનો પ્રયાસ છે, જે પૂર્વોત્તર રાજ્યો માટે ખતરો છે કારણ કે તેઓ દેશ સાથે મજબૂત સંબંધો ધરાવે છે. સીડીએસ જનરલ રાવતે કહ્યું કે ૨૦૩૦ સુધીમાં ચીન, ભારત, જાપાન, તુર્કી અને ઈન્ડોનેશિયા વિશ્વની ટોચની દસ અર્થવ્યવસ્થાઓની યાદીમાં સામેલ થઈ જશે.

નવી દિલ્હીમાં આયોજિત રાયસિના ડાયલોગ ૨૦૨૦ ને સંબોધિત કરતી વખતે, જનરલ રાવતે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે આતંકવાદને પ્રોત્સાહન આપતા દેશોને આતંકવાદ વિરોધી સંગઠન એએફટીએફ દ્વારા બ્લેકલિસ્ટ કરવાની અને રાજદ્વારી રીતે અલગ કરવાની જરૂર છે.

કાશ્મીરની સ્થિતિનો ઉલ્લેખ કરતા જનરલ રાવતે કહ્યું હતું કે ઘાટીમાં ૧૦ અને ૧૨ વર્ષના છોકરા-છોકરીઓ કટ્ટરપંથી બની રહ્યા છે, જે ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે આ લોકોને ધીરે ધીરે કટ્ટરવાદથી મુક્ત કરી શકાય છે.SSS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers