Western Times News

Gujarati News

અમદાવાદઃ સાલ હૉસ્પિ.ના ચેરમેનના ઘરે ITના દરોડા

અમદાવાદ, અમદાવાદમાં સાલ હૉસ્પિટલના ચેરમેનના ઘરે આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે. સાલ હૉસ્પિટલના ચેરમેન રાજેન્દ્ર શાહના ઘરે આઈટીનું સર્ચ ચાલી રહ્યું છે. આજે સવારે છ વાગ્યાથી રાજેન્દ્ર શાહના ઘરે થઈ તપાસ રહી છે.

અહીં મુંબઈ આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી છે. જાે કે ચોંકાવનારી વાત એ છે કે,ગુજરાતમાં તપાસ ચાલી રહી છે ત્યારે પહેલીવાર આઈટીની ટીમમાં ગુજરાતનો કોઈ અધિકારી સામેલ નથી. મુંબઈ આવકવેરા વિભાગની ટીમ દ્વારા સાલ હોસ્પિટલના ચેરમેન રાજેન્દ્ર શાહના નિવાસે દરોડા પાડવામાં આવ્યા છે.

સુરધારા સર્કલ નજીક આવેલા મણીચંદ્ર સોસાયટી વિભાગ ૫ માં આવેલા નિવાસસ્થાને દરોડા પાડવા આવેલી ટીમ ત્રાટકી છે. સાલ હોસ્પિટલના ચેરમેન રાજેન્દ્ર શાહના નિવાસ્થાનથી ૧ કિમીના અંતરે તેમની સાલ હોસ્પિટલ આવેલી છે.

જાેકે, આશ્ચર્યની વાત તો એ છે કે, સમગ્ર દરોડાની કામગીરીથી ગુજરાત આવક વિભાગવેરાની ટીમને બાકાત રાખીને કરવામા આવી છે. વહેલી સવારે થયેલી રેડ બાદ હજુ પણ તપાસ ચાલુ છે. હાલ રાજેન્દ્ર શાહ સહિત સમગ્ર પરિવાજનો નિવાસમાં ઉપસ્થિત છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળ બાદ અનેક હોસ્પિટલો આઈટીના રડારમાં આવી છે.

દર્દીઓ પાસેથી કોરોનાની સારવારના નામે તોતિંગ રૂપિયા વસૂલ્યા છે. આવામાં કોરોનામાં કરોડો કમાઈ ગયેલી હોસ્પિટલો પર આઈટી ડિપાર્ટેમેન્ટે લાલ આંખ કરી છે.

તો બીજી તરફ, ગઈકાલે અમદાવાદ આઈટી વિભાગની કાર્યવાહીમાં અમદાવાદના જાણીતા રત્નમણિ જૂથના ૫૦૦ કરોડના બિનહિસાબી વ્યવહાર પકડાયા છે. આઈટીની ટીમે ૮.૩૦ કરોડના દાગીના, ૧.૮૦ રોકડા જપ્ત કર્યા છે.

ઈન્કમટેક્સે જૂથની અમદાવાદ અને મંબઇમાં મળી ૩૦થી વધુ જગ્યાએ એક સામટા દરોડા પાડ્યા હતા. રત્નમણિ ઉપરાંત મોનાર્ક નેટવર્ક અને એસ્ટ્રલ પાઇપ્સ સાથે સંકળાયેલી કંપનીઓ પર પણ દરોડા પડ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.