Western Times News

Gujarati News

અમદાવાદ એરપોર્ટ પ્રવાસીઓનો રિપોર્ટ થયા બાદ ચાર અને આઠ દિવસે ફરી ટેસ્ટ કરવામાં આવશે

એરપોર્ટ પર એક સપ્તાહમાં ૯૮૦૦ પ્રવાસીઓ આવ્યા

અમદાવાદ, ઓમિક્રોન અંગે અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અગાઉથી જ તકેદારી રાખવામાં આવી રહી છે. અમદાવાદ જિલ્લા આરોગ્ય અધિકારી ડોકટર શૈલેષ પરમારે વાત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહમાં અમદાવાદ ગ્રામ્યમાં ૫૦ પ્રવાસીઓ વિદેશથી આવ્યા છે.જેમાં ૩ પ્રવાસીઓ હાઈરિસ્ક દેશમાંથી આવ્યા છે.

જ્યારે ૪૭ પ્રવાસીઓ લોરીસ્ક દેશમાંથી આવ્યા છે.તમામ પ્રવાસીઓ હોમ કોરોન્ટાઇ રાખવામાં આવ્યા છે.૧૪ દિવસ કોરોન્ટાઇ રહેવાનું રહશે.જેમાં ૭ દિવસ હોમ કોરોન્ટાઇ ત્યાર બાદના ૭ દિવસ સેલ્ફ કોરોન્ટાઇ રહેવાનું રહેશે. પ્રવાસીઓ અમદાવાદ એરપોર્ટ પર રિપોર્ટ થયા બાદ ૪ દિવસે અને ૮ દિવસે ફરી ટેસ્ટ કરવામાં આવશે.

નિયમોનો ભંગ કરશે તો એપેડમિક એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.પોલીસનો પણ સહયોગ લેવામાં આવ્યો છે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા એક સપ્તાહમાં ૯૮૦૦ પ્રવાસીઓ વિદેશથી આવ્યા છે.જેમાં હાઈરીસ્ક દેશમાંથી આવેલા તમામ પ્રવાસીઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

અને લોરિસ્ક દેશમાંથી આવેલા પ્રવાસીઓમાંથી ૨ ટકા પ્રવાસીઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ઓમિક્રોન કહેર શરૂ થયા બાદ વધુ બે દેશો હાઈરિસ્ક દેશની યાદીમાં સમાવેશ થયો છે. હવે ઘાના અને તાન્ઝાનિયા દેશથી આવતા લોકોનો RT-PCR કરવામાં આવશે. રિપોર્ટ પોઝિટીવ આવનાર દર્દીને એરપોર્ટથી સીધા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.

તેમજ ખાનગી ૩ હોટલ આઈસોલેશન માટે રાખવામાં આવી છે. જાે પ્રવાસીઓ પોતાના જિલ્લામાં જવું હોય તો જઇ શકશે.પરંતુ પોઝીટીવ દર્દીને પોતામાં જવું હોય તો જઇ શકશે પરંતુ પોતાના ખર્ચ એમ્બ્યુલન્સ જવાનું રહશે અને હોસ્પિટલમાં દાખલ થવાનું રહેશે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા પ્રવાસીઓના થર્મલ સ્કેનિગ કરવામાં આવે છે.

તેમજ સેલ્ફ ડિકલેરેશ ફોર્મ ભરવાનું રહેશે.તેમજ પ્રવાસ પહેલા કરાવેલ આરટી પીસીઆર બતાવવાનો રહેશે.તેમજ વેકસીનની વિગત ચકાસવામાં આવે છે.હાઈરિસ્ક દેશમાંથી આવ્યા છે તો તમામનો RT-PCR કરવામાં આવશે.અને લોરીસ્ક દેશ તો બધા ડોક્યુમેન્ટ ચેક કર્યા બાદ ૨ ટકા પ્રવાસીઓનો ટેસ્ટ કરવામાં આવે છે.

રેપીડ આરટીપીસીઆર અને નોર્મલ આરટીપીસીઆર વ્યવસ્થા કરવામાં આવી છે.રેપીડ આરટીપીસીઆર નું રિપોર્ટ એક કલાકમાં મળી જાય છે.જેનો ચાર્જ ૨૭૦૦ રૂ. અને નોર્મલ આરટી પીસીઆરનો રિપોર્ટ ૮ થી ૧૦ કલાકમાં આવે છે.જેનો ચાર્જ ૪૦૦ રૂ. છે.જે પ્રવાસીઓએ ચૂકવાનો રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.