Western Times News

Gujarati News

નિર્મલા સિતારમણ ભારતના સૌથી શક્તિશાળી મહિલા બન્યાં

નવી દિલ્હી, દુનિયાના સૌથી લોકપ્રિય મેગેઝીન ફોર્બ્સેએ દુનિયાની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી રજૂ કરી છે. આ યાદીમાં દેશના નાણા મંત્રી ર્નિમલા સીતારમણને પણ સ્થાન મળ્યું છે. તેમને ૩૭મું સ્થાન આપવામાં આવ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે ફોર્બ્સેમાં ર્નિમલા સીતારમણને સતત ત્રીજી વખત દુનિયાની ૧૦૦ સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સ્થાન મળ્યું છે.

ર્નિમલા સીતારમણે આ વખતે આ યાદીમાં ઘણો સારો દેખાવ કર્યો છે. નાણા મંત્રી ર્નિમલા સીતારમણ અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી જૈનેટ યેલેનથી પણ બે સ્થાન આગળ છે. ફોર્બ્સેએ દુનિયાની ૧૦૦ સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં નાયકાનાં ફાઉન્ડર અને સીઈઓ ફાલ્ગુની નાયરને પણ સ્થાન આપ્યું છે.

તેમને આ યાદીમાં ૮૮મું સ્થાન મળ્યું છે. ફાલ્ગુની નાયર શેર બજારમાં પોતાની કંપનીની શાનદાર શરૂઆત બાદ અત્યારે ભારતના ૭મા મહિલા અબજપતિ અને સૌથી ધનિક સ્વ-નિર્મિત અબજપતિ બન્યા છે. નાણા મંત્રી ર્નિમલા સીતારમણ અને ફાલ્ગુની નાયર સિવાય ફોર્બ્સેએ દુનિયાની સૌથી શકિતશાળી મહિલાઓની યાદીમાં ભારતની એક બીજી મહિલાને પણ સ્થાન આપ્યું છે.

ફોર્બ્સેએ એચસીએલ ટેક્નોલોજીસનાં ચેરપર્સન રોશની નાડરને ૫૨મું સ્થાન આપ્યું છે. રોશની નાડર દેશની કોઈ આઈટી કંપનીને લીડ કરવાવાળા પ્રથમ મહિલા અધિકારી છે. ફોર્બ્સેએ પોતાની યાદીમાં બાઈકોનના ફાઉન્ડર અને એક્ઝીક્યુટીવ ચેરપર્સન કિરણ મજુમદારને પણ સ્થાન આપ્યું છે.

તેમને ૭૨મા સ્થાન પર રાખવામાં આવ્યા છે. ફોર્બ્સેએ દુનિયાની ૧૦૦ સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં મૈંકેજી સ્કોટને પ્રથમ સ્થાન આપ્યું છે. મૈંકેજી સ્કોટ દુનિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ જેફ બેજાેસ (એમેઝોન ગ્રુપના માલિક)ના પૂર્વ પત્ની છે. વર્ષ ૨૦૧૯માં બંનેના ડીવોર્સ થઈ ગયા હતા. આ યાદીમાં બીજા સ્થાન પર અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.