Western Times News

Latest News from Gujarat

1500 કરોડના ખર્ચે અમદાવાદમાં બનશે, માં ઉમિયાધામ મંદિર

વડાપ્રધાન મોદી ૧૩મીયે વર્ચુયલ જોડાશે,અમિત શાહ  ૧૧મીએ હાજર રહેશે. – અમદાવાદમાં તા. 11થી 13 ડિસેમ્બરના રોજ યોજાશે, માં ઉમિયાધામ મંદિર શિલાન્યાસ મહોત્સવ

5000 રુપીયાના તામ્રપત્રનું લોન્ચીંગ કરાયું છે. ઉપરાંત માત્ર 500 રુપીયા ભરી ઈંટદાન કરી શકશે. તામ્રપત્ર, હુંડી   ખરીદવા ઈંટદાન અને માટે માટે પ્રત્યેક પાટીદાર પરિવારે ભારે ઉત્સાહ દર્શાવ્યો છે.

આ મંદિરના શિલાયન્સ મહોત્સવના ઉદ્ઘાટનમાં તા. ૧૧ ડિસેમ્બર (શનિવાર) ના રોજ શ્રી અમિતભાઇ શાહ (માનનીય ગૃહમંત્રી શ્રી, ભારત સરકાર), શ્રી દેવવ્રત આચાર્ય (મહામહિમ રાજ્યપાલશ્રી, ગુજરાત), શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ (માનનીય મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય) તેમજ પાટીદાર સમાજ શ્રેષ્ટી અને રાજસ્વી મેહમાનો ઉપસ્થિતઃ રહેશે.

તા. ૧૨ ડિસેમ્બર (રવિવાર) ના રોજ નવચંડી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય યજમાન શ્રી બાબુભાઇ જમનાદાસ પટેલ (બી, જે. પી, અમદાવાદ) ઉપસ્થિતઃ રહેશે. તા. ૧૩ ડિસેમ્બર- સોમવારે ૫૦૧ યજમાન સાથે શિલાપૂજન કાર્યક્રમ યોજાશે.

આ સાથે શ્રી નીતિનભાઈ પટેલ (પૂર્વ નાયબ મુખ્યમંત્રી , ગુજરાત રાજ્ય), શ્રી ભુપેન્દ્ર પટેલ (માનનીય મુખ્ય મંત્રી ગુજરાત રાજ્ય), શ્રી પુરષોતમ રૂપાલા (કેન્દ્રીય મંત્રીશ્રી, ભારત સરકાર), શ્રી મનસુખ માંડવીયા (કેન્દ્રીય મંત્રીશ્રી, ભારત સરકાર),શ્રી પરેશ ધાનાણી (નેતા વિપક્ષ, ગુજરાત રાજ્ય) ઉપસ્થિતઃ રહેશે. આ પાવન કાર્યમાં સમાજમાં જાણીતા ધર્માચાર્યો અને સંતોની પણ ઉપસ્થિતિ રહેશે.

આ ત્રણ દિવસના ભવ્ય કાર્યક્રમ વિશેની માહિતી આપવા માટે સમાજના અગ્રણી શ્રી મણિભાઈ (મમ્મી) -અધ્યક્ષશ્રી, ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાન, શ્રી દિલિપ નેતાજી -માનદ મંત્રી,ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાન, શ્રી રમેશભાઈ પટેલ (દુધવાળા) -કન્વિનર, ઉમિયાધામ સોલા વિકાસ પ્રોજેક્ટ સમિતિ, શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ (ધારાસભ્ય, ભાજપ અને  ઉમિયાધામ સોલા વિકાસ પ્રોજેક્ટ સમિતિ) , શ્રી વાસુદેવ પટેલ (દાનેશ્વરી પાટીદાર અગ્રણી) ઉપસ્થિતઃ રહ્યા હતા.

૧૨૦૦ વિધાયર્થીઓ અભ્યાસ માટેની વ્યવસ્થા સાથેનું સંકુલ બનાવામાં આવશે, ૩૦૦કરોડના ખર્ચે શિક્ષણ સેવા પુરી પડશે અને  ૫૧ મંત્રો રચિત પોથી યાત્રા નીકળશે. જગતજનની મા કુળદેવી ઉમિયા માતાજી 1866 વર્ષથી ઉંઝાના અત્યંત પૌરાણિક અને સુપ્રસિધ્ધ તિર્થસ્થાન-યાત્રાધામમાં જગતજનની મા ઉમિયા માતાજી બીરાજમાન  છે.

કડવા પાટીદારો શ્રધ્ધા અને આસ્થાથી મા ઉમિયા માતાજીની કુળદેવી તરીકે પુજા,આરાધના,સાધના અને ઉપાસના કરે છે.જ્યારે અન્ય જ્ઞાતીના કરોડો શ્રધ્ધાળુઓ જગતજનની મહાદેવી મા ઉમિયા માતાજીમાં આસ્થા અને શ્રધ્ધા ધરાવે છે.પાટીદારોના તિર્થસ્થાન અને આસ્થાનું કેન્દ્ર ગણાતા ઉંઝાના મા ઉમિયા માતાજી મંદિર માાજીનું પ્રાગટ્ય સ્થાન છે.

દરવર્ષે લાખો શ્રધ્ધાળુ મા ઉમિયા માતાજીના ચરણોમાં શિશ ઝુકાવી ધન્ય ધન્ય બન્યાની અનુભુતી કરે છે.જે પૈકીના 35 ટકા શ્રધ્ધાળુ અન્ય જ્ઞાતીના હોય છે.દેવાધીદેવ પ્રભુ શિવજીના અર્ધંગીની મા પાર્વતી એ જ મા ઉમિયા માતાજી છે.

સમાજ ઉથ્થાનનું કેન્દ્ર છે ઉમિયા માતાજી મંદિર

ઉંઝા ખાતેના તિર્થસ્થાન અને પ્રાગટ્ય સ્થાન મા ઉમિયા માતાજીનું મંદિર ધાર્મિક પ્રવ્રુત્તીની સાથે સમાજના ઉત્થાનનું કેન્દ્ર બની રહ્યું છે.સેવાકીય પ્રવ્રુત્તીઓ દ્વારા પાટીદારો જ નહીં પણ દરેક સમાજના લોકોના હિત માટેના કાર્યો કરવામાં આવે છે. મા ઉમિયા માતાજી મંદિરના ટ્રસ્ટીઓ ચિંતા અને ચિંતન સાથે સમાજ ઉથ્થાનના કાર્યો કરવામાં અગ્રેસર રહ્યા છે.સમાજની અન્ય ધાર્મિક સંસ્થાઓને પણ સમાજ ઉથ્થાનના કાર્યો કરવા માટે પ્રેરણારુપ બની રહી છે.

અંધશ્રધ્ધાઓ-કુરિવાજો અને ખોટી પરંપરાઓ સામે લોકજાગ્રુતિના કાર્યો

કડવા પાટીદારો ક્યારેય કુરિવાજ,ખોટી પરંપરાઓ કેઅંધશ્રધ્ધામાં માનતા નથી.અચરજની વાત એ છે કે કડવા પાટીદારોના આસ્થાનું કેન્દ્ર ગણાતા ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા સૌપ્રથમ સમુહલગ્નનું આયોજન કરી અન્ય સમાજને પ્રેરણારુપ બની છે.આજે તમામ જ્ઞાતીના લોકો સમુહલગ્નના આયોજનો કરે છે.

પાટીદારો ક્યારેય ભુવા,તાંત્રિક કે મેલી વિધ્યાઓમાં વિશ્વાસ ધરાવતા નથી.એટલે જ મા ઉમિયા માતાજી મંદિરમાં કોઈ તંત્રમંત્રને સ્થાન નથી.ખોટી પરંપરાઓ દુર કરવામાં મા ઉમિયા માતાજી સંસ્થાન હંમેશાં અગ્રીમ હરોળમાં રહી છે.દેશભરની સંસ્થાઓને સમુહલગ્નના આયોજન કરવા માટેની પ્રેરણા મા ઉમિયા માતાજી સંસ્થાએ આપી હતી.

1500 કરોડ રુપીયાનો અત્યંત મહત્વપુર્ણ પ્રોજેક્ટ

મા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા સોલા ઉમિયા કેમ્પસ ખાતેની 74 હજાર ચોરસવાર જેટલી વિશાળ જમીન પર રુપીયા 1500 કરોડ રુપીયાના અત્યંત મહત્વપુર્ણ પ્રોજેક્ટ અંગે  નિર્ણય લેવામાં આવ્યો હતો.પાટીદાર સમાજની નવી પેઢી  માટે અત્યંત મહત્વપુર્ણ પ્રોજેક્ટને સાકાર કરવા માટે દાનેશ્વરી પાટીદાર શ્રેષ્ઠીઓ દ્વારા દાનનો સતત પ્રવાહ વહેતો કરવામાં આવ્યો છે.

વર્ષો પહેલાં પાટીદાર સમાજના વડીલો-વડવાઓએ તેમની દિર્ઘદ્રષ્ટી રાખીને સોલા ખાતે 74 હજાર ચોરસવાર જમીન ખરીદ કરીને ઉમિયા કેમ્પસ શરુ કર્યું હતું.જ્યાં મા ઉમિયા માતાજીનું ભવ્ય અને દિવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું છે.પાટીદાર સમાજના તેજસ્વી દિકરા દિકરીઓ GPSC અને UPSC ની પરિક્ષાની તૈયારી કરી શકે તે માટે અત્યંત આધુનિક તાલીમ કેન્દ્ર માટે નવી ઈમારત નિર્માણ કરવામાં આવશે.

13 માળ  ઉંચા બિલ્ડીંગમાં 400 જેટલા રુમ હશે.જેમાં 1200 કરતાં પણ વધારે દિકરા-દિકરી રહીને તાલીમ લઈ શકશે.આધુનિક સુવિધા ધરાવતા બે બેન્ક્વેટ હોલ અને પાર્ટી પ્લોટનું નિર્માણ કરાશે.એક વિશ્રાંતિગ્રુહ સહિત ભોજનશાળા બનાવવામાં આવશે.

જેમાં કોઈપણ જાતના નાતજાતના ભેદભાવ વગર તમામ જ્ઞાતીના લોકો માત્ર 50 રુપીયામાં શુધ્ધ,સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજન આહાર પ્રાત્પ કરી શકશે.પાટીદાર સમાજની દિકરી માત્ર એકરુપીયો ટોકન ફી ભરીને યુપીએસસી-જીપીએસસી ની તાલિમ મેળવી શકશે.પાટીદાર સમાજના દિકરા-દિકરીઓ વધારે માં વધારે સંખ્યામાં રાજ્ય અને કેન્દ્ર સરકારના વિભાગોમા નોકરી મેળવે

અને દેશની સેવાની તક મેળવે તે માટેના પ્રયાસો સંસ્થા દ્વારા કરવામાં આવે છે.રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં કર્મચારી-અધિકારી તરીકે નિયુક્તી પામે તે માટેના પ્રેરણાદાયી કાર્યો કરવામાં સંસ્થા અગ્રેસર છે.

ઉમિયાધામ સોલા વિકાસ પ્રોજેક્ટ સમિતિની રચના

મા ઉમિયા માતાજી સંસ્થાનના અધ્યક્ષ પુજ્ય મણિદાદા( મમ્મી ) માનદ મંત્રી દિલિપ નેતાજી તથા ટ્રસ્ટીમંડળના સભ્યોએ મા ઉમિયાધામ શિલાન્યાસ મહોત્સવ સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં કન્વિનર તરીકે રમેશભાઈ પટેલ (દુધવાળા) તથા ચેરમેન તરીકે બાબુભાઈ જમનાભાઈ પટેલ  (બીજેપી, ધારાસભ્ય, દસ્ક્રોઈ)ની નિમણું કરી પ્રોજેક્ટને સાકાર કરવા માટે શુભારંભ કર્યો હતો.

ફંડ એકત્રીત કરવા માટે રમેશભાઈ દુધવાલાને નાણાં કમિટિના ચેરમેન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં પણ રમેશભાઈ પટેલ(દુધવાળા)એ ફંડ એકત્રીત કરવામાં મહત્વપુર્ણ જવાબદારી સફળતાપુર્વક નિભાવી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ભુમિપુજન

સોલા ઉમિયા કેમ્પસ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ અને કેન્દ્રીયમંત્રી પુરષોત્તમભાઈ રુપીયાના વરદ હસ્તે વૈદિક મંત્રોચ્ચાર સાથે ભુમિપુજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જે પ્રસંગે દાનેશ્વરી દાતાશ્રીઓ,રાજસ્વી મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.જે પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું પાટીદાર સમાજની 50 કરતાં પણ વધારે વિવિધ સંસ્થાઓના વડાઓ દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.

મા નું તેડું: ઉમળકાભેર સ્વાગત

તા.11 થી 13 ડિસેમ્બર દરમિયાન યોજાનારા ભવ્યાતિભવ્ય શિલાન્યાસ મહોત્સવ માટે આકર્ષક આમંત્રણ પત્રિકા માનું તેડું તૈયાર કરવામાં આવી છે.સમગ્ર દેશમાં વસતા કડવા પાટીદાર પરિવારજનોને આમંત્રણ આપવા માટે મા નું તેડું મોકલવામાં આવ્યું છે.દેશભરના તમામ સ્થળોએ મા નું તેડું ના ઉમળકાભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે.મા નું તેડું ને પ્રત્યેક ઘરે પહોંચાડવામાં પાટીદાર મહિલા અને યુવાનોની ટીમએ અકલ્પનીય સેવા પુરી પાડી છે.

દરેક સ્થળે મા નું તેડું ના પુજન સાથે ગરબા ઉત્સવના આયોજન કરવામાં આવી રહ્યા છે.પાટીદાર સમાજની યુવાટીમ(ભાઈ-બહેન) દ્વારા મહેમાનું સ્વાગત,ટ્રાફિક વ્યવસ્થા,ભોજન વ્યવસ્થા,સલામતી અને સુરક્ષા, ડેકોરેશનન, બાઈક રેલી,શોભાયાત્રાઓ,કુમકુમ પત્રિકા પ્રત્યેક ઘર સુધી પહોંચાડવાની સહિતની તમામ સેવાઓ યુવા ટીમ દ્વારા કરવામાં આવે છે.પાટીદાર સમાજની યુવા ટીમ સમર્પિતતાના ભાવથી નિઃશ્વાર્થ ભાવે સેવા કરે છે,સાથે ભવિષ્યમાં યોજાનારા કાર્યક્રમોના આયોજનો કરવા માટેના અનુભવે પણ મેળવે છે.

ભવ્યાતિભવ્ય શિલાન્યાસ મહોત્સવની ઉજવણી

સોલા ઉમિયા કેમ્પસ ખાતે તા.11 ડિસેમ્બરના રોજ શિલાન્યાસ મહોત્સવનું ધામધુમપુર્વક ઉદ્દઘાટન કરવામાં આવશે.કેન્દ્રીય ગ્રુહમંત્રી અમિતભાઈ શાહ અને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય ના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવશે.શુભારંભમાં મુખ્યમંત્રી ભપેન્દ્રભાઈ પટેલ સહિતના રાજસ્વી મહોમાનો તથા દાનેશ્વરી પાટીદાર સમાજના દાતાશ્રીઓ ઉપસ્થિત રહેશે.

તા.12 ડિસેમ્બરના રોજ નવચંડી મહાયજ્ઞનો શુભારંભ કરવામાં આવશે.વિજયધ્વજના યજમાન વાસુદેવભાઈ પટેલ,યજ્ઞકુંડના યજમાનો રામભાઈ ધરમશીભાઈ દોળુ પરિવાર,ગોવિંદભાઈ ગણેશભાઈ વરમોરા,ડો.માધુભાઈ મંગળભાઈ પટેલ,રમેશભાઈ કચરાભાઈ પટેલ,ગં.સ્વ.માંગીબેન મુળજીભાઈ ધોળુ પરિવાર,જ્યંતિભાઈ વિરચંદદાસ પટેલ,જતીનભાઈ ગોરધનભાઈ પટેલ અને ગીરીશભાઈ ડાહ્યાભાઈ પટેલ છે.જ્યારે મુખ્ય યજમાન બાબુભાઈ જમનાદાસ પટેલ ( ધારાસભ્ય,દસ્ક્રોઈ,અમદાવાદ) છે.

શિલાપુજનના મુખ્ય યજમાન તરીકે બાબુભાઈ જમનાદાસ પટેલ રહેશે.જ્યારે યજમાન તરીકે જ્યંતિભાઈ સોમાભાઈ પટેલ,અરવિંદભાઈ ત્રિભોવનદાસ પટેલ,ગણેશભાઈ મોતીદાસ પટેલ,સી કે પટેલ,પ્રતાપભાઈ બુલાખીદાસ પટેલ,બાબુભાઈ કે પટેલ,પ્રહલાદભાઈ ્ંબાલાલ પટેલ,ગોવિંદભાઈ ગણેશભાઈ પટેલ,ડી ડી પટેલ,બાબુભાઈ નાથાભાઈ પટેલ,વિરેન્દ્રભાઈ અમ્રુતભાઈ પટેલ,શૈલેષભાઈ મોતીભાઈ પટેલ,કે આઈ પટેલ અને કીરીટભાઈ રામભાઈ પટેલ રહેશે.

તા.13 ડિસેમ્બરના રોજ યોજાનારા શિલાપુજન કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ,મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે,અતિથી વિશેષ તરીકે કેન્દ્રીયમંત્રી પુરષોત્તમભાઈ રુપાયા,મનસુખભાઈ માંડવીયા અને પરેશભાઈ દાનાણી ઉપસ્થિત રહેશે.ઉપરાંત પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ અને રાજસ્વી મહેમાનો ઉપસ્થિત રહેશે.આ પ્રસંગે ધર્માચાર્યો અને વિવિધ સંપ્રદાયના સંતો પણ ઉપસ્થિત રહી આશિર્વચન આપશે.

પ્રત્યેક પાટીદાર પરિવરની સહભાગીદારી

પ્રત્યેક પાટીદાર ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણના પવિત્ર કાર્યમાં સહભાગી બને તે માટે રુપીયા 500 ની હુંડી રજુ કરવામાં આવી છે. 5000 રુપીયાના તામ્રપત્રનું લોન્ચીંગ કરાયું છે. ઉપરાંત માત્ર 500 રુપીયા ભરી ઈંટદાન કરી શકશે. તામ્રપત્ર,હુંડી   ખરીદવા ઈંટદાન અને માટે માટે પ્રત્યેક પાટીદાર પરિવારે ભારે ઉત્સાહ દર્શાવ્યો છે.

યુવાનોને સોંપાઈ જવાબદારી

ભવ્યાતિભવ્ય શિલાન્યાસ મહોત્સવને સફળ બનાવવાની મોટી જવાબદારી યુવાપેઢીને સોંપવામાં આવી છે.વર્ષોના અમુભવા ધરાવતા વડીલોના માર્ગદર્શન હેઠળ પાટીદાર સમાજની યુવા ટીમ સેવા કાર્યો કરે છે.જેના કારણે યુવા ટીમને અનુભ પ્રાપ્ત થાય છે.યુવાઓમાં સમાજ પ્રત્યેની લાગણીના ભાવ વધારે દ્રઢ બને છે.ઉપરાંત મા ઉમિયા માતાજી પ્રત્યેની આસ્થા અને શ્રધ્ધા વધારે મજબુત બને છે.એકબીજા પ્રત્યે લાગણીના સંબંધો કેળવાય છે.જેના કારણે પાટીદાર સમાજમાં સંપ અને એકતા વધી રહી છે.

વિશ્વની શ્રેષ્ઠ પ્રજા તરીકે પ્રસ્થાપિત

ઉંઝા ખાતે વિશ્વના સૌથી મોટી બીજા નંબરના લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં માઈક્રોપ્લાનિંગ કરીને કાર્યક્રમને સફળતા મળી હતી.જેમાં 30000 હજાર કરતાં પણ વધારે સમર્પિત દિકરાદિકરીઓએ મા ઉમિયા માતાજી પ્રત્યે શ્રધ્ધા અને આસ્થા સાથે સ્વયં સેવક તરીકે સેવા કરી હતી.જેના કારણે કડવા પાટીદાર સમાજ વિશ્વની સર્વશ્રેષ્ઠ પ્રજા તરીકે પ્રસ્થાપિત થઈ હતી.લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં પધારેલા દરેક રાજકીય મહાનુભાવો,ઉધ્યોગપતિઓ,મેનેજમેન્ટ ગુરુઓએ માઈક્રોપ્લાનીંગથી પ્રભાવિત થઈને યુવા ટીમની શિસ્ત અને સંયમ સાથેના સેવાકાર્યોની બીરદાવ્યા હતા.

સમાજના ઉથ્થાન માટે સતત ચિંતીત અને ચિંતન મા કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા વિદ્યાસહાય આપવામાં આવે છે.આદ્યાત્મિકતા સાથે સમાજને સંસ્કારી બનાવવા તથા દુષણોથી મુક્ત રાખવા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે.વિધવા બહેનોને સહાય જેવી પ્રવ્રુત્તિ કરવામાં આવે છે.મંદિર સંકુલમાં જ ઓછા ખર્ચો લગ્ન કરી આપવામાં આવે છે.સંસ્થા દ્વારા કુદરતી કે કુત્રિમ આપત્તીના સમયે નાગરીકોને મદદ કરવામાં આવે છે.સંસ્થા સેવા કાર્યોમાં સદાય અગ્રેસર રહે છે.મંદિરમાં પણ દરરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યાજવામાં આવે છે.

યુવા સંમેલન અને મહિલા સંમેલનનું સફળ આયોજન

શિલાન્યાસ મહોત્સવને સફળ બનાવવા માટે યુવા સંમેગવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સાગર પટેલ અને માયાભાઈ આહીરના ગરબા તથા ડાયરાનું આયોજન યુવા ટીમ દ્વારા કરાયું હતું.જ્યારે મહિલા સંમેલન માં 5000 કરતાં પણ વધારે મહિલાઓએ ઉપસ્થિત રહી નારી શક્તિના દર્શન કરાવ્યા હતા.

માત્ર 1 રુપીયાનું દાન

કડવા પાટીદારોના આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર ગણાતા અને તિર્થસ્તાન સમાન ઉંઝા માં1866 વર્ષોથી મહાદેવી મા ઉમિયા માતાજી સાક્ષાત બીરાજમાન છે.આજથી 135 વર્ષ પુર્વે નિર્માણ પામેલા આજની ભવ્યાતિભવ્ય અને દૈદિપ્યમાન ઉમિયા માતાજી મંદિરનું નિર્માણ કાર્ય અમદાવાદના રાવ બહાદુરશ્રી બહેચરદાસ અંબાલાલ લશ્કરી શેઠના નેત્રુત્વમાં પાટીદાર પરિવાર દીઠ માત્ર 01 રુપીયો દાન મેળવીને પ્રત્યેક પાટીદારને પુણ્યકાર્યમાં સહભાગી બનાવ્યા હતા.તે પરંપરાને આગળ ધપાવવા શિલાદાન તામ્રપત્ર અને ઈંટદાનની યોજના રજુ કરી છે.જેમાં પ્રત્યેક પાટીદાર પરિવારને સહભાગી બનવા સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers