Western Times News

Latest News from Gujarat

આબોહવામાં પરિવર્તન માટે ACC લિમિટેડે પ્રતિષ્ઠિત ‘A’ સ્કોર મળ્યો

આ લક્ષ્યાંકો સાથે ACCએ એની ટનદીઠ સિમેન્ટનું ઉત્પાદન કરવાની કામગીરીમાં કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જન વર્ષ 2018માં 511 કિલોગ્રામથી ઘટાડીને વર્ષ 2030 સુધીમાં 409 કિલોગ્રામ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે.

મુંબઈ, હોલ્સિમ ગ્રૂપની કંપની એસીસી લિમિટેડને આંતરરાષ્ટ્રીય પર્યાવરણલક્ષી નોન-પ્રોફિટ સીડીપી દ્વારા કોર્પોરેટ સસ્ટેઇનેબિલિટીમાં લીડરશિપ માટે બિરદાવવામાં આવી છે અને કંપનીએ આબોહવામાં પરિવર્તનને નિયંત્રણમાં લેનારી એની પ્રતિષ્ઠિત ‘A યાદી’માં સ્થાન મેળવ્યું છે.  ACC Limited recognized with prestigious ‘A’ score for climate change by global environmental non-profit CDP

એસીસીને ઉત્સર્જનમાં ઘટાડો કરવા, આબોહવાલક્ષી જોખમો ઘટાડવા અને કાર્બનનું ઓછું ઉત્સર્જન કરતા અર્થતંત્ર તરીકે વિકસાવવા માટેના પગલાં લેવા બિરદાવવામાં આવી છે. સીડીપીના 2021ની ક્લાઇમેટ ચેન્જ પ્રશ્રોત્તરી દ્વારા કંપનીએ આપેલા પ્રતિભાવને આધારે એને શ્રેષ્ઠ સ્કોર આપવામાં આવ્યો છે.

આ મૂલ્યાંકન થયેલી આશરે 12,000 કંપનીઓમાંથી અતિ-કાર્યદક્ષ કંપનીઓની ગણીગાંઠી કંપનીઓ પૈકીની એક છે. આબોહવા પર નોંધપાત્ર કામગીરી કરીને એસીસી દુનિયાભરમાં કોર્પોરેટ પર્યાવરણલક્ષી આકાંક્ષા, કામગીરી અને પારદર્શકતા લાવવામાં અગ્રણી છે.

સીડીપીની વાર્ષિક ધોરણે પર્યાવરણલક્ષી કામગીરીની જાહેરાત અને સ્કોરિંગની પ્રક્રિયા દુનિયાભરમાં કોર્પોરેટ પર્યાવરણલક્ષી પારદર્શકતાના ગોલ્ડ સ્ટાન્ડર્ડ તરીકે જાણીતી છે. વર્ષ 2021માં એસેટમાં 110 ટ્રિલિયન ડોલરથી વધારેનું રોકાણ કરનાર 590થી વધારે રોકાણકારો અને ખરીદીના ખર્ચમાં 5.5 ટ્રિલિયન ડોલર સાથે 200 મોટા ખરીદદારોએ કંપનીઓને સીડીપીના પ્લેટફોર્મ દ્વારા પર્યાવરણલક્ષી અસરો, જોખમો અને તકો પર આંકડા જાહેર કરવાની વિનંતી કરી હતી. તેમાં રેકોર્ડ-બ્રેકિંગ 13,000 કંપનીઓએ પ્રતિભાવ આપ્યો હતો.

સીડીપી દ્વારા આ કંપનીઓનું મૂલ્યાંકન કરવા વિગતવાર અને સ્વતંત્ર પદ્ધતિનો ઉપયોગ થાય છે, કંપનીઓની સંપૂર્ણ જાહેરાતને આધારે સ્કોર Aથી D ફાળવે છે, પર્યાવરણલક્ષી જોખમો પર જાગૃતિ લાવે છે અને વ્યવસ્થાપન કરે છે તેમજ પર્યાવરણલક્ષી કામગીરીમાં લીડરશિપ સાથે સંકળાયેલી શ્રેષ્ઠ પદ્ધતિઓ પ્રદર્શિત કરે છે, જેમ કે મહત્વાકાંક્ષી અને અર્થપૂર્ણ લક્ષ્યાંકો સ્થાપિત કરવા. જે કંપનીઓ આ વિગતો જાહેર કરતી નથી કે અધૂરી માહિતી આપે છે તેમને F સ્કોર પ્રદાન કરવામાં આવે છે.

એસીસી લિમિટેડના એમડી અને સીઇઓ શ્રીધર બાલાક્રિષ્નને કહ્યું હતું કે, “એસીસીમાં અમે પર્યાવરણલક્ષી લક્ષ્યાંકો અને ઉદ્દેશો પાર પાડવા વિવિધ વ્યૂહરચનાનો અમલ કરીને જવાબદાર અને સસ્ટેઇનેબ્લ કંપની બનવા આતુર છીએ. પ્રથમ વાર ‘A’ સ્કોર મેળવવો અમારી વર્ષ 2030 સુધીમાં નેટ-ઝીરોની સફરમાં સીમાચિહ્ન છે,

જે અમારા વિઝનને વધારે મજબૂત કરશે અને આબોહવામાં પરિવર્તનને નિયંત્રણમાં લેવાના અમારા લક્ષ્યાંકોને આગળ વધારશે. આ અમારા હિતધારકોના વિશ્વાસની પુષ્ટિ કરે છે, જે અંતર્ગત અમે અસરકારક રીતે પર્યાવરણલક્ષી અસરનુનં વ્યવસ્થાપન કર્યું છે અને દેશને ભવિષ્યમાં કાર્બનનું ઓછું ઉત્સર્જન કરવા તરફ દોરી જવામાં મદદરૂપ થઈએ છીએ.”

એસીસી લિમિટેડમાં વ્યવસાયિક ઉત્કૃષ્ટતા માટે સસ્ટેઇનેબિલિટી નિર્ણાયક પરિબળો પૈકીનું એક છે. એસીસીએ એનાં વિજ્ઞાન-આધારિત લક્ષ્યાંકો વિકસાવવા સીડીપી ઇન્ડિયાના એસબીટીઆઈ ઇન્ક્યુબેટર પ્રોગ્રામ સાથે જોડાણ કર્યું હતું. વર્ષ 2021માં એસીસી વિજ્ઞાન આધારિત લક્ષ્યાંકોની પહેલ (એસબીટીઆઈ) દ્વારા માન્યતાપ્રાપ્ત 2030ના વચગાળાના લક્ષ્યાંકો સાથે ‘બિઝનેસ એમ્બિશન ફોર 1.5°C’કટિબદ્ધતા પર હસ્તાક્ષર કરનાર પ્રથમ ભારતીય સિમેન્ટ કંપની બની હતી.

આ લક્ષ્યાંકો સાથે એસીસીએ એની ટનદીઠ સિમેન્ટનું ઉત્પાદન કરવાની કામગીરીમાં કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જન વર્ષ 2018માં 511 કિલોગ્રામથી ઘટાડીને વર્ષ 2030 સુધીમાં 409 કિલોગ્રામ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે. વર્ષ 2020માં કંપનીએ ટન સિમેન્ટ સામગ્રીદીઠ 493 કિલોગ્રામ કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જન કરીને દેશમાં કાર્બન ડાયોકસાઇડનું સૌથી ઓછું ઉત્સર્જન કરનારી કંપનીઓમાં સામેલ થઈ હતી.

કંપનીએ કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જન ઘટાડવા કેટલાંક પગલાં લીધા છે, જેમ કે થર્મ સબસ્ટિટ્યુશ રેટમાં સુધારો, થર્મલ અને ઇલેક્ટ્રિકલ ઊર્જાની સઘનતામાં ઘટાડો, વેસ્ટ હીટ રિકવરી સિસ્ટમનો અમલ અને પુનઃપ્રાપ્ય ઊર્જાના પોર્ટફોલિયોમાં વધારો. એસીસી કાર્બનનું ઓછું ઉત્પાદન કરતા ઉત્પાદનો અને આબોહવામાં પરિવર્તનના પડકારનો સામનો કરવા સસ્ટેઇનેબ્લ સોલ્યુશન્સ વિકસાવવાનો અભિગમ જાળવી રાખશે.

સીડીપીના પૉલ સિમ્પ્સને કહ્યું હતું કે,“ચાલુ વર્ષની A યાદીમાં સામેલ તમામ કંપનીઓને અભિનંદન. પર્યાવરણલક્ષી પારદર્શકતા અને કામગીરીમાં મોખરે રહેવું વ્યવસાયોના સૌથી મહત્વપૂર્ણ પગલાં પૈકીનું એક છે, જે સીઓપી26 અને આઇપીસીસીના છઠ્ઠા મૂલ્યાંકન રિપોર્ટના વર્ષમાં વધારે મહત્વપૂર્ણ બની ગયું છે.

આબોહવામાં પરિવર્તન, જળ અસુરક્ષા અને જંગલોનો નાશ થવાથી વ્યવસાયોનું જોખમ લાંબો સમય અવગણી ન શકાય અને આપણે જાણીએ છીએ કે, નિષ્ક્રિતાના જોખમ કરતાં કામગીરીની તકો વધારે છે. ખાનગી ક્ષેત્રનમાંથી નેતૃત્વ નેટ-ઝીરો, નેચર પોઝિટિવ અને સમાન દુનિયા માટેના આંતરરાષ્ટ્રીય લક્ષ્યાંક હાંસલ કરવા માટે આવશ્યક છે. અમારી A કંપનીઓની યાદીમાં એવી કંપનીઓ સામેલ છે, જે આજે કામ કરીને ભવિષ્યમાં અર્થતંત્રમાં ઉત્કૃષ્ટતા લાવવા પોતાને તૈયાર કરે છે.”

Copyright © All rights reserved. | Developed by Aneri Developers