Western Times News

Latest News from Gujarat

ખભા અને ઘૂંટણના સોફ્ટ ટિશ્યૂની સમસ્યાઓની સારવારમાં મદદરૂપ થાય તેવા ઉપકરણોનું ઉત્પાદન અમદાવાદમાં થશે

હેલ્થિયમના આર્થ્રોસ્કોપીના ઉપકરણોનું એક્સક્લુઝિવ રીતે ઉત્પાદન અમદાવાદમાં થશે

આ ઇમ્પ્લાન્ટ્સ અને ઉપકરણો મેનિસ્કલ રિપેર્સ, એસીએલ રિકન્સ્ટ્રક્શન, લિગામેન્ટ રિકન્સ્ટ્રક્શન એન્ડ રિપેર સહિત ખાસ કરીને ખભા અને ઘૂંટણના સોફ્ટ ટિશ્યૂની સમસ્યાઓની સારવારમાં મદદરૂપ થાય છે.

હેલ્થિયમ મેડટેકે અમદાવાદની રોહિસા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ખાતે પોતાની નવીનતમ્ ઉત્પાદન સુવિધાના પ્રારંભની જાહેરાત કરી -અમદાવાદની સુવિધાનું ઉદઘાટન ગુજરાતના માનનીય ગ્રામીણ આવાસ અને વિકાસ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણે કર્યુ

અમદાવાદ, સર્જિકલ, પોસ્ટ-સર્જિકલ અને ક્રોનિક કૅર પર લક્ષ્ય ધરાવતી વૈશ્વિક મેડટેક કંપની હેલ્થિયમ મેડટેકે અમદાવાદમાં પોતાની નવીનતમ્ ઉત્પાદન સુવિધાના પ્રારંભની જાહેરાત કરી છે. ઉતેશિયા મેડિકેરની માલિકીની આ સુવિધા રોહિસા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ખાતે આવેલી છે Healthium Medtech announces the launch of its latest manufacturing facility at the Rohisa Industrial Estate Ahmedabad Gujarat

અને તેને હેલ્થિયમ મેડટેક દ્વારા “સિરોનિક્સ” બ્રાન્ડ હેઠળ આર્થ્રોસ્કોપી ઉત્પાદનોની વિસ્તૃત શ્રેણીનું એક્સક્લુઝિવ રીતે ઉત્પાદન કરવા માટે લાઇસન્સ આપવામાં આવ્યું છે. આ સુવિધા સીડીએસસીઓ પ્રમાણિત છે અને તે 70,000 ચોરસફીટ વિસ્તારમાં ફેલાયેલી છે.

Healthium Ahmedabad Facility Launch in Ahmedabad Gujarat

હેલ્થિયમ મેડટેક ભારતની સૌથી વિશાળ અને સ્વતંત્ર એવી મેડિકલ ડિવાઇસિસ કંપની છે તથા તે સર્જિકલ કન્ઝ્યુમેબલ્સ માર્કેટમાં વોલ્યૂમની દૃષ્ટિએ સમગ્રતયા બીજા ક્રમની સૌથી વિશાળ કંપની છે તેમજ નાણાકીય વર્ષ 2021માં તે યુ.કે.માં યુરોલોજી કલેક્શન ડિવાઇસિસના બજારમાં ત્રીજી સૌથી વિશાળ કંપની રહી છે. 31 માર્ચ, 2021ની સ્થિતિ પ્રમાણે સમગ્ર વિશ્વમાં થતી પ્રત્યેક પાંચ પૈકીની એક સર્જરીમાં હેલ્થિયમની પ્રોડક્ટ વપરાય છે.

હેલ્થિયમ મેડટેક હાલમાં આઠ સંકલિત અને સ્કેલ્ડ ઉત્પાદન સુવિધાઓમાં કામગીરી કરે છે અને તે પૈકીની ઘણી સુવિધાઓ યુએસ એફડીએ, સીઇ, આઇએસઓ અને ટીજીએ સહિતના વૈશ્વિક સ્તરના એક્રેડિશન્સ અને રજિસ્ટ્રેશન્સ ધરાવે છે. આ પૈકીની સાત સુવિધા ભારતના કર્ણાટક, ઉત્તર પ્રદેશ, આન્ધ્ર પ્રદેશ, તામિલનાડુ, મહારાષ્ટ્ર અને હવે ગુજરાતમાં આવેલી છે.

અને એક સુવિધા ચીનમાં છે. હેલ્થિયમ એ ભારતમાં પોતાની એક સુવિધા માટે યુએસ એફડીએ રજિસ્ટ્રેશન મેળવનારી સૌપ્રથમ ક્લાસ-3 મેડિકલ ડિવાઇસિસ કંપની હતી. અમદાવાદની સુવિધાનું ઉદઘાટન ગુજરાતના માનનીય ગ્રામીણ આવાસ અને વિકાસ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણે .

હેલ્થિયમ મેડટેકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી અનીશ બાફનાએ કહ્યું કે, “ખુબ જ આનંદ સાથે અમે અમદાવાદમાં અમારી ભારત ખાતેની સાતમી ઉત્પાદન સુવિધા પ્રારંભની જાહેરાત કરીએ છીએ. ઇન્ટિગ્રેટેડ સ્કેલ્ડ ઉત્પાદન મારફત ભારતમાં ઉચ્ચ ગુણવત્તાની ચોકસાઇ આધારિત મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સનું સર્જન કરવાનો અમારો પ્રયાસ છે.

આર્થ્રોસ્કોપી એ ભારતમાં સૌથી વધુ ઝડપથી વિકસી રહેલી ઓર્થોપેડિક પ્રક્રિયાઓ પૈકીની એક છે, જેનો કુલ પ્રોસિજર્સમાં 15 થી 17 ટકાનો હિસ્સો છે. હેલ્થિયમમાં અમે પેટન્ટ ધરાવતા આર્થ્રોસ્કોપી ઉત્પાદોના પોર્ટફોલિયોનું સર્જન કર્યું છે.

ઉતેશિયા મેડિકેરના સ્વરૂપમાં સરળ ડિલિવરી સુનિશ્ચિત થાય તથા અમારા આર્થ્રોસ્કોપી પોર્ટફોલિયોના ઉત્પાદનને પ્રોત્સાહન મળે તેવો યોગ્ય માહોલ આપે તેવો ભાગીદાર મળવાનો અમને આનંદ છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે અમારી વ્યાપક નિપૂણતા અને ઉતેશિયા સાથેનો વ્યૂહાત્મક સહયોગ અમને અનેક જીવનમાં અસર સર્જવામાં મદદરૂપ થશે.”

ઉતેશિયા મેડિકેરના ડિરેક્ટર શ્રી જિજ્ઞેશે કહ્યું કે, “હેલ્થિયમ મેડટેક સાથે ભાગીદારી કરીને અમે રોમાંચિત છીએ તથા નવસાધ્ય કરેલી સામગ્રીનો વપરાશ કરીને નિર્માણ કરાયેલી અને ઊર્જાની દૃષ્ટિએ કરકસર કરાવે તેવી બિલ્ટ-ઇન સુવિધાઓ, વરસાદી પાણીના સંગ્રહની સુવિધા અને સાઇટ પર અક્ષય ઊર્જાના ઉત્પાદનની સુવિધા ધરાવતી સંપૂર્ણપણે ગ્રીન સુવિધામાં હેલ્થિયમના પેટન્ટેડ આર્થ્રોસ્કોપી પોર્ટફોલિયોનું ઉત્પાદન કરવા આશાવાદી છીએ.

અમે ગુણવત્તા નિયંત્રણની કડક પ્રક્રિયાઓ અમલમાં મૂકીને મહત્તમ કાર્યક્ષમતા માટે કામગીરીને પણ કસ્ટમાઇઝ કરી રહ્યાં છીએ તેમજ મહત્તમ સ્તરે લઇ જઇ રહ્યાં છીએ. ગ્રીન માહોલ, સક્ષમતા, કૌશલ્ય, વ્યવહારિક કામગીરી મારફત વૈશ્વિક સ્તરની જાણકારીના અસરકારક ઉપયોગ દ્વારા સર્જાયેલી સંયુક્ત અસરકારકતા એ અમારી સૌથી મહત્વની મૂડી છે. ”

ઘૂંટણ અને ખભાની એટિરિઅર ક્રૂસિએટ લિગામેન્ટ રિકન્સ્ટ્રક્શન, પોસ્ટેરિઅર ક્રુસિએટ લિગામેન્ટ ઇન્જરીઝ તથા અન્ય લિગામેન્ટ રિકન્સ્ટ્રક્શન તથા રિપેર અને મેનિસ્કલ રિપેર જેવી વિવિધ કંડિશન્સની સારવાર માટે આર્થ્રોસ્કોપી ઉત્પાદનોનો ઉપયોગ થાય છે.

ફ્રોસ્ટ એન્ડ સુલિવાનના અહેવાલ અનુસાર વર્ષ 2020માં ભારતના આર્થ્રોસ્કોપી ડિવાઇસિસના બજારનું મૂલ્ય 18.9 મિલિયન યુએસ ડોલરનું હતું, અને તે 18.6 ટકાનો સીએજીઆર (2021-2025) દર્શાવીને વર્ષ 2025 સુધીમાં 47.1 મિલિયન યુએસ ડોલરને સ્પર્શે તેવો અંદાજ છે.

ભારતમાં હાથ ધરાતી કુલ ઓર્થોપેડિક પ્રક્રિયાઓમાં આર્થ્રોસ્કોપીનો હિસ્સો 15 થી 17 ટકાનો છે, અને તે સૌથી ઝડપી વિકસી રહેલી ઓર્થોપેડિક પ્રક્રિયાઓ પૈકીની એક છે. હાથ ધરાયેલી આર્થોસ્કોપી પ્રોસિજર્સનું વોલ્યૂમ આગામી 5-6 વર્ષમાં ત્રણ ગણું થવાની શક્યતા છે. પ્રોસિજર્સમાં વૃદ્ધિ થવાના જે મુખ્ય કારણો છે તેમાં આર્થોસ્ક્રોપી કેન્દ્રો અને પ્રેકટિસિંગ સ્પેશિયલિસ્ટ્સના વધતા જતા વ્યાપનો સમાવેશ થાય છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers