Western Times News

Latest News from Gujarat

રાહુલ ગાંધી બાદ હવે સંજય રાઉત પ્રિયંકા ગાંધીને મળ્યા

મુંબઇ, શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને મળ્યા હતા. પ્રિયંકાને મળ્યા બાદ સંજય રાઉતે કહ્યું કે કોંગ્રેસ નેતા સાથે ઉત્તર પ્રદેશ અને કેટલાક અન્ય રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને લઈને ચર્ચા થઈ છે. શિવસેના ઉત્તર પ્રદેશ અને ગોવામાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો પ્રયાસ કરી રહી હોવાનું માનવામાં આવે છે.

શિવસેનાના સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ)માં જાેડાવાના પ્રશ્ન પર રાઉતે કહ્યું, “હું ઉદ્ધવ ઠાકરે જી સાથે વાત કરીશ અને પછી હું તેના વિશે જણાવીશ.” સંજય રાઉતે મંગળવારે અગાઉ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને કહ્યું હતું.

દેશમાં માત્ર એક જ વિપક્ષી મોરચો હોવો જાેઈએ અને કોંગ્રેસ વિના કોઈ વિપક્ષી ગઠબંધન ન બને. મહારાષ્ટ્રમાં બંને પક્ષો સત્તાધારી મહા વિકાસ અઘાડીનો ભાગ છે.

આ પહેલા શિવસેનાના સાંસદ સંજય રાઉતે મંગળવારે નવી દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને બાદમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે કોંગ્રેસ વિના કોઈ વિપક્ષી મોરચો ન હોઈ શકે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ ભાજપ વિરોધી ગઠબંધન યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુપીએ) ના અસ્તિત્વ પર સવાલ ઉઠાવ્યા પછી રાઉતની ટિપ્પણી આવી છે.

રાઉત અને રાહુલે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ અંગે પણ ચર્ચા કરી હતી. શિવસેના, ભાજપની ભૂતપૂર્વ સાથી, ૨૦૦૪ અને ૨૦૧૪ વચ્ચે કેન્દ્રમાં શાસક ગઠબંધન (યુપીએ)નો ભાગ ન હતી. રાઉતે મીટિંગની વિગતો શેર કરવાનો ઇનકાર કર્યો હતો. બંને નેતાઓએ યુપીએની સ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી.HS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers