Western Times News

Gujarati News

મંદિરના ગેટ આગળ બહાર દારૂ પીવાની ના પાડતા યુવકની હત્યા: બેની ધરપકડ

સુરત, સુરતના અમરોલીમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવકની થયેલી હત્યાનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. સામાન્ય બાબતે ઉગ્ર સ્વરુપ ધારણ કરતા આ હત્યાની ઘટના બની હોવાનું ખુલ્યું. જાેકે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે યુવકોની ધરપકડ કરી છે.

ક્રાઈમ બ્રાન્ચની ગિરફતમાં આવેલ આરોપીઓના નામ છે મુકેશ ઉર્ફે છોટી ગાયકવાડ અને સાગર દંતાણી. આ બંને ઇસમોમાંથી મુકેશ ગાયકવાડ સુરતનો રહેવાસી છે જ્યારે સાગર અમદાવાદના સરસપુરનો.સુરતના અમરોલી વિસ્તારમાં બે મહિના પહેલા સન્ની શર્મા નામના યુવકનો આરોપીઓએ હત્યા કરી હતી.

બે મહિનાથી નાસતા ફરતા આરોપીઓ અમદાવાદમાં હોવાની માહિતીની આધારે ક્રાઈમ બ્રાન્ચે બન્નેને ઝડપી હત્યાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે આરોપીઓની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ગત ૨૬ સપ્ટેમ્બરના રોજ અમરોલી વિસ્તારમાં છાપરા ભાઠા ખાતે તાપીના પાળા પર ખુલ્લી જગ્યામાં બંને આરોપીઓ દારૂ પિતા હતા.

તે સમયે મૃતક સન્ની શર્મા ત્યાં આવ્યો હતો અને દારૂ પીવાનીના પાડતા બોલાચાલી અને ગાળાગાળી થતા મુકેશ ગાયકવાડે છરીથી યુવકની હત્યાને અંજામ આપ્યો હતો. બંને ઈસમો હત્યા કર્યા બાદ અમદાવાદમાં આવી ગયા હતા.અને છૂટક મજૂરી કરતા હતા.

બંને ઈસમોએ કોઈ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપ્યો હોવાની માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે બંને યુવકોની ધરપકડ કરી તપાસ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો. આરોપીઓની ધરપકડ કરી ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓને અમરોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે આરોપીનો ગુનાહિત ઈતિહાસ છે કે કેમ તે અંગેની તપાસ હાથ ધરાશે.

આ મામલે ક્રાઈમ બ્રાન્ચનું કેહવું છે કે બન્ને આરોપીઓ છેલ્લા ૨ માસ થી વધુ સમય થી ફરાર હતા અને જેની માહિતી અમને મળી અને અમે ધરપકડ કરી લીધી છે..આ લોકો આ સિવાય અન્ય કોઈ ગુના ને અંજામ આપ્યો છે કે કેમ તે દિશા માં પણ તપાસ કરવા માં આવી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.