Western Times News

Gujarati News

મ્યાનમારની સેનાએ ૧૧ની હત્યા કરીને સળગાવી દીધા

નેપ્યેડો, લોકશાહીના સમર્થકોને બંદૂકના બળે કચડી રહેલી મ્યાંમારની સેનાની તાનાશાહી વધી રહી છે. રિપોર્ટ પ્રમાણે આ વખતે મ્યાંમારની સેનાએ ગ્રામીણો પર કહેર વર્તાવ્યો છે. મ્યાંમારની સેનાએ ૧૧ ગ્રામીણોની ગોળી મારીને હત્યા કરી દીધી છે અને પુરાવાનો નાશ કરવા માટે શબને આગને હવાલે કરી દીધા હતા.

મ્યાંમારની ઉત્તર-પશ્ચિમના સગાઈંગ ક્ષેત્રના ડોન તાવ ગામ ખાતે સળગાવાયેલા મૃતદેહોની તસવીરો અને એક વીડિયો મંગળવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યાર બાદ આ ઘટના સામે આવી હતી.

આ વીડિયો ફુટેજ પુરૂષોને ગોળી મારીને સળગાવ્યા તેના થોડા સમય બાદ લેવામાં આવ્યા હતા. કથિત રીતે કેટલાક પીડિતો એ સમયે પણ જીવીત હતા જ્યારે વીડિયો લેવાઈ રહ્યો હતો. ગત ૦૧ ફેબ્રુઆરીના રોજ થયેલા સત્તાપલટા બાદ તે વિસ્તારમાં સૈન્ય શાસનના વિરોધીઓ દ્વારા સ્થાપિત જુંટાની સેના અને મિલિશિયા વચ્ચે ભયંકર લડાઈ જાેવા મળી.

સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તા સ્ટીફન દુજારિકે ૧૧ લોકોની ભીષણ હત્યાના રિપોર્ટ પર ગાઢ ચિંતા વ્યક્ત કરી અને આ પ્રકારની હિંસાની આકરી નિંદા કરતા કહ્યું કે, વિશ્વસનીય રિપોર્ટો દ્વારા મળી રહેલા સંકેત પ્રમાણે માર્યા ગયેલા લોકોમાં ૫ બાળકો પણ સામેલ હતા. ૧૧ લોકોના મોત કઈ રીતે થયા તે અંગે સ્વતંત્ર પૃષ્ટિ નથી કરી શકાઈ. ઘટના સ્થળે હાજર એક વ્યક્તિએ આ જાહેર કર્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.