Western Times News

Gujarati News

ડીસા હાઈવેથી આબુ તરફ અને અમદાવાદ આબુ હાઈવે પર હનુમાન ટેકરી સુધી પહોળો અંડરપાસ બનશે

પાલનપુરના એરોમાં સર્કલ પર ઓવરબ્રિજ મંજુરઃ મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરીની સહમતી આપી

આબુ હાઈવેથી બ્રીજ પર થઈને ડીસા તરફ જ્યારે ડીસા હાઈવેથી આબુ તરફ રેગ્યુલર અને અમદાવાદ-આબુ હાઈવ પર હનુમાન ટેકરી સુધી પહોળો અંડરપાસ બનશે

પાલનપુર, પાલનપુર શહેરના લોકો માટે ગાંધીનગરથી આનંદના સમાચાર આવ્યા હતા. નવી સરકારે શહેરના લોકોની પીડાની વ્હારે આવી એરોમાં સર્કલ પર નવા ઓવરબ્રિજને મંજુર કર્યાે હતો. મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરીની સહમતી આપી હતી. નવી ડિઝાઈન મુજબ આબુ હાઈવેથી બ્રીજ પર થઈને ડીસા તરફ જ્યારે ડીસા હાઈવેથી આબુ તરફ રેગ્યુલર અને અમદાવાદ આબુ હાઈવે પર હનુમાન ટેકરી સુધી પહોળો અંડરપાસ બનશે.

પાલનપુર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી એરોમા સર્કલ ટ્રાફિકને લઈ લોકોમાં ભારે અસંતોષ હતો તેવામાં હંગામી ઉકેલ લાવવા માટે વહીવટી તંત્ર દ્વારા જુદા-જુદા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા તેવામાં હવે સરકારે કાયમી ઉકેલના ભાગરૂપે ઓવરબ્રિજ માટેની રિવાઈઝ્‌ડ દરખાસ્ત જે અગાઉ રાજ્ય સરકારમાં પેન્ડિંગ હતી તેને મંજૂરીની મહોર મારી દીધી છે

અને બે ચાર દિવસમાં તેને સૈદ્ધાંતિક મંજૂરી આપ્યાનું વિધિસર જાહેર કરાશે. સોમવારે શહેરના આગેવાનો સાથે રાજ્ય સરકારના મંત્રી પૂર્ણેશ મોદીએ બેઠક કરી રિવાઈઝ દરખાસ્ત અંગે ડિઝાઈન બતાવી હતી અને ડિઝાઈનમાં દર્શાવ્યા મુજબ ડીસા હાઈવેથી આબુ તરફ હાલ જે રીતે વાહન વ્યવહાર ચાલી રહ્યો છે

તે રીતે જ્યારે આબુ હાઈવેથી ડીસા તરફ જવા માટે હનુમાન ટેકરીથી બ્રિજ શરૂ થશે જે ડીસા હાઈવે પર નીચે ઉતરશે. જ્યારે અમદાવાદથી આબુ હાઈવેના માર્ગ સીધો પહોળો અંડરપાસ બનશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, અમને માર્ગ અને મકાન વિભાગના મંત્રીએ રૂબરૂ બોલાવતા જુદા જુદા પ્રતિનિધિઓ સમક્ષ ઓવરબ્રિજ અંગેની ડિઝાઈન બતાવી હતી

જે માટે અમો પહેલેથી જ શહેરીજનોને અન્યાય ન થાય તે માટે પ્રાઈવેટ એન્જિનિયર સાથે લઈને ગયા હતા અને ડિઝાઈન જાેઈને જાે આ પ્રકારની ડિઝાઈનથી વાહન વ્યવહારમાં સરળતા રહેતી હોય તો અમને વાંધો નથી તેમ જણાવ્યું હતું. અગાઉ ૧૦૦ કરોડ માટે મંજુર થયા હતા પરંતુ વધારાની ગ્રાન્ટ માટે ૨૮ જુલાઈ ૨૦૨૦ના દરખાસ્ત મોકલી હતી. જેની પર ફાઈનલ મોહર લાગી હતી.

જ્યારે આગામી ૨૦ વર્ષના ટ્રાફિકના ભારણને ધ્યાનમાં રાખી ૩૮૦ કરોડના ખર્ચે સોનગઢથી જગાણા ૨૪ કિલોમીટર લંબાઈ ધરાવતા ચાર માર્ગીય બાયપાસ માટે રજૂઆત કરી હતી. જે દરખાસ્ત પણ સરકારમાં પેન્ડિંગ છે. ડિઝાઈન જાેઈને લોકો દંગ રહી ગયા હતા અને જણાવ્યું હતું કે હાલમાં જે નવા બ્રીજ અંગેની ડિઝાઈન જાેઈ છે

એ મુજબ કેટલીક જમીન હાઈવે પર સંપાદિત કરવાની થાય છે. હાલમાં જ બેન્ક અને મોટા શોપિંગ આગળ વાહન પાર્કિંગના પ્રશ્નો છે તેવામાં લાંબા ગાળાનું આયોજન હોવા છતાં હાઈવે ઉપર હયાત જગ્યા પણ જાે લઈ લેવામાં આવશે તો વાહનો પાર્કિંગ ક્યાં કરવા પડે ?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.