Western Times News

Gujarati News

ગીરમાં કેરીના બગીચાઓમાં મોર ન ફૂટતા ખેડૂતો ચિંતત

ગીર, ગીરના ખેડૂતોને પડી શકે છે આર્થિક ફટકો, કેસર કેરીનાં બગીચામાં મોર ફૂટવાની પ્રક્રિયા ન થતા ખેડૂતો મુંઝવણ માં. મોર ફૂટવાની પ્રક્રિયા ને લઈ ખેડૂતો આંબામાં દવાનો છંટકાવ કરી રહ્યા છે. ગીરમાં પ્રખ્યાત કેસર કેરીનું ઉત્પાદન થાય છે અને હજારો હેકટર જમીનમાં આંબાના બગીચાઓ આવેલા છે.

જાેકે આ કેસર કેરીના બગીચાઓ પર ચાલુ વર્ષે ઋતુનું ગ્રહણ લાગ્યું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, સામાન્ય રીતે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુવારી એમ ત્રણ તબક્કામાં આંબાના બગીચાઓમાં ફલાવરિંગ થવાની પ્રક્રિયા થતી હોય છે.

જાેકે, ઘણા ખરા બગીચાઓમાં તો દિવાળી બાદ ફલાવરિંગ થવા લાગે છે. પરંતુ ચાલુ વર્ષે ડિસેમ્બર માસ અડધો પસાર થવા આવ્યો હોવા છતાં હજુ પણ કેસર કેરીના બગીચાઓમાં મોર ફૂટવાની પ્રક્રિયા ચાલુ થઈ નથી. જેના કારણે ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે. જાેકે, આંબામાં મોર ફૂટવાની પ્રક્રિયા હજુ સુધી બંધ પડી હોવાથી ખેડૂતો આંબામાં દવાનો છંટકાવ કરી રહ્યા છે.

તો બીજી બાજુ ગીરના કોઈ કોઈ ભાગમાં મોર ફૂટવાની પ્રક્રિયા શરૂ થઈ છે અને તે પણ જૂજ માત્રામાં. તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં આવેલા કેસર કેરીનાં બગીચાઓમાં નવેમ્બર માસમાં મોર ફૂટની પ્રક્રિયા પ્રથમ તબક્કા સમયે જ વાતાવરણ યોગ્ય ન રહેતા અને કમોસમી વરસાદ થતા આંબાવાડીઓમાં મોરફૂટવાની પક્રિયા અટકી પડી છે.

આ સાથે જીવાતનો ઉપદ્રવ વધતા ખેડૂતોએ દવા છંટકાવ શરૂ કર્યો છે. સામાન્ય રીતે ગીર પંથકમાં કારતક માસમાં ઠંડીનાં અભાવ વચ્ચે વાદળછાયા વાતાવરણથી અસહ્ય ઉકળાટ જાેવા મળ્યો હતો. જેથી આંબાવાડીઓમાં તેની સીધી અસર જાેવા મળી રહી છે.

જયારે આ વર્ષે નવરાત્રિ સુધી વરસાદ પણ વરસ્યો હતો. ત્યારબાદ કમોસમી વરસાદ અને માવઠાની અસરના કારણે જમીનમાં ભેજનું પ્રમાણ રહેતા મોર ફૂટવાનું મોડું શરૂ થયું છે. જાે યોગ્ય મોરની ફૂટ જાેવા ન મળે તો ઉત્પાદન પણ ઘટી શકે છે. જેથી ખેડૂતોને આર્થિક ફટકો પડી શકે તેમ છે. જેના કારણે અત્યારથી જ ખેડૂતોના માથા પર ચિંતાના વાદળો ઘેરાયા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.