Western Times News

Gujarati News

લગ્નમાં માત્ર છ તોલા સોનાના દાગીના લઈ જવાનો ર્નિણય

બનાસકાંઠા, બનાસકાંઠાના ડીસામાં રબારી સમાજે સમૂહ લગ્ન અને સામાજીક બંધારણની પહેલ કરી છે જેને ગામે ગામથી આવકાર મળી રહ્યો છે. લાખણીના શેકરા અને ડીસાના આસેડા ખાતે યોજાયેલ બેઠકમાં સામાજીક બંધારણના ભાગરૂપે લગ્ન પ્રસંગે માત્ર છ તોલા સોનાના દાગીના લઈ જવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.

રબારી સમાજના આગેવાન ગોવાભાઇ દેસાઇ, ડીસા માર્કેટયાર્ડના ચેરમેન તેમજ સમૂહ લગ્ન ના ભોજન દાતા માવજીભાઈ દેસાઈ આને પ્રમુખ રેવાભાઈ દેસાઈ ની રાહબરી હેઠળ ડીસા રબારી સમાજ દ્વારા પ્રથમ સમુહ લગ્નોત્સવનું આયોજન થઈ રહ્યું છે.

સાથે સાથે સમાજને કેટલાક દેખાદેખી અને ખોટા ખર્ચા માંથી ઉગારવા માટે સામાજીક બંધારણ કરવાનું પણ બીડું આગેવાનો એ ઝડપ્યું છે. ડીસાના આસેડા ખાતે આવેલી સુરાબાવાની જગ્યામાં માવજીભાઈ દેસાઈ તેમજ પ્રમુખ રેવાભાઈ દેસાઈ સહિત સમાજના આગેવાનો, વડીલો અને યુવાનોની હાજરીમાં સમૂહ લગ્ન અને સામાજીક સુધારણા અંગે બેઠક યોજાઈ હતી.

જેમાં ગામે ગામથી આવેલ સમાજ બંધુઓએ સમૂહ લગ્ન અને સામાજીક બંધારણનો કડકમાં કડક અમલ કરવા અને કરાવવા માટે સંકલ્પ કર્યો હતો. બેઠકમાં સમૂહ લગ્ન ઉપરાંત સામાજીક બંધારણ અને શિક્ષણ ઉપર પણ ભાર મુકવામાં આવ્યો હતો.

વઘતી જતી મોઘવારીમાં ૨૦થી ૨૫ તોલા સોનાના દાગીના આપવાની સામે લગ્ન પ્રસંગે દીકરા ના પિતા એ માત્ર છ તોલા સોના ના દાગીના લઈ જવાશે.જયારે મરણ પ્રસંગે લૌકિક ક્રિયામાં રવિવારનો દિવસ બંધ હતો. પરંતુ સમયની સાથે નોકરી ધંધાર્થેની સંખ્યા વધતા રવિવારનો દિવસ રજા હોવાથી આ દિવસે પણ લૌકિક ક્રિયા ચાલુ રાખવાનો ર્નિણય થયો છે.

જયારે માંદગીના સમયે લોકો બોલાવવા (સમાચાર લેવા) જતા હતા. તે દરમિયાન સામેથી ઓઢામણા આપવામાં આવતા હતા. જે સદંતર બંધ કરવામાં આવ્યા છે જે ર્નિણય ને સમાજના અનેક લોકોએ અપનાવી પણ લીધો છે.

આ ઉપરાંત અનેક નાના-મોટા સામાજીક સુધારણા પણ કરવામાં આવ્યા છે. ત્યારે હવે સમયની સાથે રબારી સમાજ પણ સામાજીક ક્રાંતિ તરફ અગ્રેસર થયો છે.બેઠક બાદ સુરાબાવા ની જગ્યા ના પ્રમુખ જામાભાઈ દેસાઈ અને મંત્રી બાબુભાઈ દેસાઈ સહિત ટ્રસ્ટી મંડળ મંડળ દ્વારા સુંદર ભોજન પ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.