Western Times News

Gujarati News

સુરેન્દ્રનગર રતનપર બાયપાસ પાસેના ગોડાઉનમાંથી બાયો ડીઝલનો ગેરકાયદેસર જથ્થો ઝડપાયો

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ સહિતના પોલિસ સ્ટાફે સુરેન્દ્રનગર મામલતદાર એન.એચ.પરમાર, મુખ્ય પુરવઠા નિરીક્ષક પી.જે.દવે તથા એમની ટીમ દ્વારા બાતમીના આધારે સુરેન્દ્રનગર રતનપર બાયપાસ પાસેના ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. જેમાં ૭,૫૦૦ લિટર બાયો ડીઝલ, મોટર અને હાઇડ્રોલિક પંપ અને યુટીલીટી પીકઅપ ગાડી સાથે રૂ. ૮.૪૯ લાખનો મુદામાલ સાથે ચાર આરોપીઓને ઝબ્બે કર્યા હતા.

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એમ.ડી.ચૌધરી સહિતના પોલિસ સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધરી સુરેન્દ્રનગર જીલ્લામાં કોઇપણ જગ્યાએ ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું વેચાણ અને સ્ટોરેજ કરાતું હોય એ અંગે બાતમીના આધારે સુરેન્દ્રનગર રતનપર બાયપાસ પાસેના ગોડાઉનમાંથી બાયો ડીઝલનો ગેરકાયદેસર જથ્થો ઝડપી પાડ્યો હતો.

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ દરોડામાં ગેરકાયદેસર બાયોડીઝલ લિટર ૭,૫૦૦ કિંમત રૂ.૫,૨૫,૦૦૦, તથા ઇલેક્ટ્રિક મોટર કિંમત રૂ. ૫,૦૦૦, લોખંડનો ટાંકો રૂ. ૫,૦૦૦, પ્લાસ્ટિકના ટાંકા નંગ- ૩, કિંમત રૂ. ૯,૦૦૦, પ્લાસ્ટિકના બેરલ નંગ-૫, કિંમત રૂ. ૧,૦૦૦, મહિન્દ્રાની પીકઅપ યુટીલીટી બોલેરો ગાડી કિંમત રૂ. ૩,૦૦,૦૦૦, ખાલી બેરલો નંગ- ૨૨, કિંમત રૂ. ૪,૪૦૦ મળી કુલ રૂ. ૮,૪૯,૬૧૦ સાથે ચાર આરોપીઓ ઇશ્વરભાઇ વિઠ્ઠલભાઇ ચૌહાણ (રતનપર), રણુભાઇ સોંડાભાઇ મારૂ (રતનપર), હર્ષદભાઇ ઇશ્વરભાઇ ચૌહાણ (રતનપર) અને વિક્રમભાઇ કરશનભાઇ મારૂ (રતનપર)ને ઝડપી પાડ્યા હતા. જ્યારે ઉષ્માનભાઇ મુસલમાન અને હનીફભાઇ મુસલમાન વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના આ દરોડામાં પીઆઇ એમ.ડી.ચૌધરી, પીએસઆઇ વી.આર.જાડેજા, વાજસુરભા, જુવાનસિંહ, હિતેષભાઇ અને અનિરુદ્ધસિંહ ઝાલા સહિતનો પોલિસ સ્ટાફ સાથે હાજર હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.