Western Times News

Gujarati News

દારૂ ઢીંચીને આવેલા વરરાજા સાથે આખી રાત જાનૈયાઓને રૂમમાં પુરી દીધા, ૬ લાખ આપ્યા ત્યારે છૂટા થયાં

પ્રતિકાત્મક

અલીગઢ, ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક વરરાજાે દારૂ ઢીંચીને આવ્યો તો, દુલ્હને લગ્ન કરવાની ઘસીને ના પાડી દીધી. ગુરૂવારે આખી રાત જાનૈયાઓને એક રૂમમાં પુરી રાખ્યા હતા. હકીકતમાં દારૂના નશામાં વરમાળાના સમયે દુલ્હન સાથે અભદ્રતા પણ કરી હતી.

ત્યાર બાદ બંને પક્ષ વચ્ચે ભારે હોબાળો મચી ગયો હતો. પછી શું દુલ્હને લગ્ન કરવાની જ ના પાડી દીધી. દુલ્હન પક્ષે જાનૈયાઓને આખો દિવસ-રાત ભૂખ્યા તરસ્યા રાખ્યા. સવારે જ્યારે તેની જાણકારી અલીગઢના પૂર્વ મેયરને થઈ તો તેમણે પલીસ અધિકારીઓેને ફોન કરી જાનૈયાઓને છોડાવ્યા હતા. આ ઘટના ક્વાર્સીના કેશવ વાટિકાની છે.

પોલીસના જણાવ્યા અનુસાર યોગેન્દ્ર સિંહની દિકરી ચાંદનીની લગ્ન જિલ્લા રામપુરના મિલકરાજપુર નિવાસી રમેશ બાબૂના દિકરા રૂપેન્દ્ર કુમાર સાથે નક્કી કર્યા હતા. ગુરૂવાર રાતે મુરાદાબાદથી જાન આવી અને જાનૈયા મન મુકીને નાચી રહ્યા હતા.

કન્યા પક્ષનું કહેવું છે કે, વરરાજાએ દારૂ પીધેલો હતો અને તેણે ફેરા પહેલા દુલ્હન સાથે અભદ્રતા કરી હતી. વરમાળાના સમયે પહેલા વરરાજાએ દુલ્હનને ધક્કો માર્યો અને પછી વરમાળા તોડીને ફેંકી દીધી હતી. બાદમાં વરરાજાએ ભૂંડી ગાળો બોલવાનું પણ ચાલું કર્યું.પછી તો શું બંને પક્ષ વચ્ચે બઘડાટી બોલી. ગુસ્સે થયેલી દુલ્હને આખી જાનને બંધક બનાવી લીધી, કોઈ ખાવાનું તો શું પાણી પણ ન આપ્યું.

દુલ્હન ચાંદનીએ જણાવ્યું હતું કે, તેના માતા-પિતાએ તેની આર્થિક સ્થિતી અનુસાર દહેજ આપ્યો હતો. પણ જાન આવ્યા બાદ વરમાળાના સમયે વરરાજાએ ફોર વ્હીલ ગાડીની માગ કરી હતી. તેણે દારૂ પીધેલો હતો. અને મારપીટ કરવા લાગ્યો. તેણે તો ત્યાં સુધી પણ કહ્યું કે, જાે ગાડી નહીં આપો તો દુલ્હનને જાનથી મારી નાખીશું. ત્યાર બાદ હોબાળો શરૂ થઈ ગયો અને દુલ્હને લગ્ન કરવાની ના પાડી દીધી.

આખી રાત બંધક રહ્યા બાદ વર પક્ષે તેની જાણકારી અલીગઢના પૂર્વ મેયર શકુંતલા ભારતીને આપી. જે બાદ તેમણે એસપીને ફોન કરી ફરિયાદ જણાવી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને જાનૈયાઓને છોડાવ્યા. પોલીસની હાજરીમાં બંને પક્ષે બેસીને વાત આગળ ચલાવી. દહેજના ૬ લાખ રૂપિયા પાછા આપવાની વાત પર સમાધાન થયું. પછી જાનૈયા લુતાલમણે પાછા ગયા. જાે કે, વરરાજાે અને તેનો પરિવાર હજૂ પણ અલીગઢમાં જ રોકાયેલા છે.

પોલીસ આવ્યા બાદ બંને પક્ષમાં બેસીને વાતચીત તો શરૂ થઈ, જેમાં કન્યા પક્ષે કહ્યું કે, દારૂડિયા છોકરા સાથે અમારી દિકરીને પરણાવીશું નહીં. તેમણે તેમનો બધો સામાન પાછો માગ્યો. ત્યાર બાદ નક્કી થયું કે, તેમને ૬ લાખ રૂપિયા પાછા આપવામાં આવશે. પૈસા લેવા માટે એક વ્યક્તિને મુરાદાબાદ રવાના કરવામાં આવ્યો. બંને પક્ષ વચ્ચે સમાધાન થતાં પોલીસે જાનૈયાઓને રવાના કર્યા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.