Western Times News

Gujarati News

વડોદરામાં વહીવટી ચાર્જનાં નામે ખુલ્લેઆમ હપ્તાખોરી, લારી ધારકો ત્રાહીમામ્‌

વડોદરા, પાદરાનગરમાં લારી ગલ્લા અને પથારાધારકો પાસેથી કોન્ટ્રાક્ટરો આડેધાડ વહીવટી ચાર્જ વસુલતા હોવાના આક્ષેપો સાથે ભાજપના મહામંત્રીને આવેદનપત્ર આપી લારી ધારકોએ કરી રજુઆત કરી હતી.

કોન્ટ્રાક્ટરો મન ફાવે તેવી રીતે પાથરણા ધારકો પાસેથી આડકતરી રીતે હપ્તા ઉઘરાવે છે. જાે તેઓ હપ્તા ન ચુકવે તો તેમને દબાણ અને અન્ય રીતે પરેશાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ પણ લારી અને પાથરણા ધારકો દ્વારા લગાવવામાં આવી રહ્યો છે.

વહીવટી ચાર્જ ઉઘરાવવાનો ર્નિણય પરત નહિ ખેંચે તો ૨ જાન્યુઆરીથી તમામ લારીધારકો વહીવટી ચાર્જ આપવાનું બંધ કરશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

પાદરામાં બારસો ઉપરાંત લારી-ગલ્લા પથારણા ધારકો પાસેથી વહીવટી ચાર્જ ઉઘરાવવામાં આવે છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને અડકાતરી રીતે દસ હજારથી પણ વધારે મતોનું નુકસાન કરી શકવાની પણ આડકતરી ચિમકી ઉચ્ચારી હતી. જેના પગલે હવે સ્થાનિક રાજકીય હસ્તીઓમાં પણ દોડધામ મચી છે.

અગાઉ પાદરા નગર પાલિકા અને જિલ્લા અને પાદરા શહેર ભાજપના પ્રમુખને પણ આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. કોન્ટ્રકટરની જગ્યાએ પાલીકાના મહિલા સભ્યોના પતિઓ દ્વારા દાદાગીરી કરીને લારી ગલ્લા ધારકોને ધમકવવામાં આવતા હોવાના આક્ષેપો કર્યા હતા.

નગરપાલિકાના અધિકારીઓ નો ઘેર ઉપયોગ કરી ધાક-ધમકી અપાવી લારી-ગલ્લા ધારકોને હેરાન કરતા હોવાના પણ કર્યા આક્ષેપો કર્યા હતા. અત્રે નોંધનીય છે કે, હાલમાં ચૂંટણીની સિઝન આવી છે જેના કારણે રાજકારણીઓ પેટના દિકરા કરતા પણ વધારે નરમ પડ્યાં છે. જેના પગલે પાંચ વર્ષથી બાકી રહેલી તમામ માંગણીઓ તમામ વર્ગ એનકેશ કરાવી લેવાનાં મુડમાં છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.