Western Times News

Gujarati News

આખલાએ વૃદ્ધાને શિંગડા ભરાવી મોતને ઘાટ ઉતારી દીધા

ગીર-સોમનાથ, રાજ્યના અનેક શહેરોમાં રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે. દરરોજ મીડિયામાં રખડતા પશુઓએ હુમલો કર્યો હોવાના સમાચારો પ્રસિદ્ધ થઈ રહ્યા છે. ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા મોટા શહેરમાં વાહન ચાલકો રખડતા ઢોરથી ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે.

ગીર-સોમનાથ જિલ્લામાં એક ગામમાં આખલાને પગલે એક વૃદ્ધાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અહીં આખલાએ પોતાના શિંગડા પેટમાં મારીને વૃદ્ધને મોતને ઘાટ ઉતારી દીધા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. ઘટના બાદ ગામના લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પાલડી ગામ ખાતે આખલાને કારણે વૃદ્ધાએ જીવ ગુમાવ્યો છે. રખડતા સાંઢે એક વૃદ્ધાને નિશાન બનાવ્યા હતા. સાંઢે પોતાના શિંગડા વૃદ્ધાના પેટમાં ભરાવી દીધા હતા. આખલાના હુમલાથી વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. વૃદ્ધા પર હુમલા બાદ ગામમાં રોષ ફાટી નીકળ્યો હતો.

હુમલા બાદ આખલો ત્યાં જ બેસી રહેતા ગામ લોકોએ ટ્રેક્ટર સાથે બાંધીને તેને ત્યાંથી ખસેડ્યો હતો. જૂનાગઢ શહેરમાં રખડતા ઢોરનો આતંકની અનેક ફરિયાદો છેલ્લા થોડા દિવસોથી મળી રહી છે. થોડા દિવસ પહેલા અહીં એક આખલાએ આતંક મચાવ્યો હતો. આ અંગેના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. હવે આ જ કડીમાં ગઈકાલે જાેશીપરાની સર્વોદય સોસાયટીમાં એક આખલાએ મહિલાને પછાડી દીધી હતી અને પેટમાં ઢીંકો મારી હતી.

આ સમગ્ર ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. મહિલાની સાથે રહેલી મહિલાએ પ્રયાસ કરતા આખતો ત્યાંથી ભાગી ગયો હતો. જાેકે, સબનસિબે આ ઘટનામાં મહિલાને સામાન્ય ઈજા જ પહોંચી હતી. જૂનાગઢ શહેરમાં રખડતા ઢોરના ત્રાસને પગલે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. લોકો મનપાને આવા ઢોરને તાત્કાલિક પકડવાની તેમજ તેમના માલિકો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે.

બીજી તરફ એક દિવસ પહેલા પાટણમાં આખલા યુદ્ધ જામ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. શહેરના જલચોક સરદાર બાગ રોડ પર બે આખલાઓએ આતંક મચાવ્યો હતો. જાહેરમાં રસ્તા વચ્ચે જ આખલા યુદ્ધ જામતા લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. આ અંગે સામે આવેલા દ્રશ્યોમાં જાેઈ શકાય છે કે આખલાને લડતાં જાેઈને લોકો આમ તેમ ભાગી રહ્યા છે. બીજી તરફ લોકોએ માંગણી કરી છે કે પાલિકા આવા ઢોરને સત્વરે પકડીને પાંજરે પૂરે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.