Western Times News

Gujarati News

અરવલ્લી જીલ્લા સેવા સદનમાં પગાર માટે લડત ચલાવતા 12 સફાઇ કામદારોની અટક

લાલજી ભગતની અન્ન જળ ત્યાગ કરવાની ચિમકી
(જીત ત્રિવેદી, ભીલોડા)  અરવલ્લી જીલ્લા સેવા સદનમાં કોન્ટ્રાકટ પદ્ધતિ હેઠળ એજન્સી મારફતે ફરજ બજાવતા કર્મચારીઓનો છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન થતા અને સફાઈ કામદારોનું શોષણ થતા સફાઈ કામદારોએ હડતાલનું શસ્ત્ર ઉગામી હડતાલ પર ઉતર્યા છે ૮ દિવસથી હડતાલ પર ઉતારેલા કર્મચારીઓએ ન્યાય માટે જીલ્લા કલેક્ટટરને આવેદનપત્ર આપવા જતા પહેલા પોલીસતંત્રએ અટકાયત કરી જૂની જીલ્લા પોલીસ વડાની કચેરીએ લઈ જવામાં આવતા કર્મચારીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.
જીલ્લા સેવાસદનમાં કોન્ટ્રાકટ પધ્ધતિ હેઠળ ફરજ બજાવતા સફાઇ કામદારોની હળતાડના આઠમાં દિવસે પોલિસે 12 લોકોની અટક કરી છે. છેલ્લા સાત દિવસથી તેમના પડતર પ્રશ્નો સહિત પગાર મુદ્દે તમામ સફાઇ કર્મીઓ ગાંધીજીના માર્ગે લડત ચલાવી રહ્યા હતાં જોકે તંત્ર તરફથી કોઈપણ પ્રકારની માંગ સંતોષવામાં નથી આવી.
મહત્વનું છે કે, અરવલ્લી જિલ્લામાં સફાઈ કામદારોની વિવિધ માંગો ન સંતોષાતા છેલ્લા સાત દિવસથી  કલેક્ટર કચેરીએ ધરણાં પર બેસી ગયા હતાં. તેમની મુખ્ય માંગ પગાર સમયસર કરવાની છે, ત્યારે અનેક રજૂઆત અને કલેક્ટરને આવેદન પત્ર આપવા છતાં કોઇ જ કાર્યવાહી ન થતાં સફાઈ કામદારો કલેક્ટર કચેરીએ અચોક્કસ મુતદની હળતાળ પર બેસી ગયા હતાં. પોલીસે અટકાયત કરતા વાલ્મિકી સમાજના આગેવાન લાલજી ભગત દોડી આવ્યા હતા અને તેમના
જણાવ્યા મુજબ હવે હક્કની લડત માટે ઉગ્ર આંદોલન કરવાની સાથે જ આગામી સમયમાં અન્ન જળનો ત્યાગ કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.