Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોના વાયરસના નવા કુલ ૭૧ કેસ નોંધાયા

પ્રતિકાત્મક

ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના નવા ૭૧ કેસ નોંધાયા છે. એક સમયે એકાંકી બની ગયેલા કોરોનાએ ફરી ફૂંફાડો મારવાનું શરૂ કર્યું છે. તો બીજી તરફ ૨૭ દર્દીઓ રિકવર થયા છે.

અત્યાર સુધીમાં કુલ ૮,૧૭,૪૫૫ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ ૯૮.૭૨ ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્ય સરકાર કોરોનાને મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે ૪,૧૫,૫૪૬ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં ૫૨૪ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૮ નાગરિકો વેન્ટિલેટર પર છે.

જ્યારે ૫૧૬ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૭,૪૫૫ નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. ૧૦૦૯૮ નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જાે કે રાહતના સમાચાર કહી શકાય કે કોરોનાને કારણે આજે એક પણ વ્યક્તિનું મોત નથી થયું.

આજે જામનગર કોર્પોરેશનમાં ૧૫, વડોદરા કોર્પોરેશનમાં ૧૩, અમદાવાદ કોર્પોરેશનમાં ૧૦, કચ્છ-નવસારીમાં ૪-૪, મહેસાણા રાજકોટ કોર્પોરેશનમાં ૩-૩, દેવભુમી દ્વારકા- વલસાડમાં ૨-૨ અને આણંદ, ગાંધીનગર કોર્પોરેશન, વડોદરા અને અમદાવાદમાં ૧-૧ કેસ નોંધાયા હતા. આ પ્રકારે કુલ ૭૧ કેસ નોંધાયા હતા.

બીજી તરફ રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૧૫ને રસીનો પ્રથમ, ૧૨૦૦ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૧૧૦૬૫ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૯૮૯૯૯ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૩૪૫૬૪ને રસીનો પ્રથમ જ્યારે ૨૭૦૭૦૩ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ ૪,૧૫,૫૪૬ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૮,૫૨,૧૨,૩૩૨ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.