Western Times News

Gujarati News

IIFSમાં ગુજરાતને બેસ્ટ પેવેલિયન એવોર્ડ એનાયત

અમદાવાદ, રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગને ગોવા ખાતે યોજાયેલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ ૨૦૨૧માં બેસ્ટ પેવેલિયન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ગોવ ખાતે યોજાયેલ IIFS ૨૦૨૧ માં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત રાજ્યને બેસ્ટ પેવેલિયન એવોર્ડ મળેલ છે. જે રાજ્ય ના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વૈજ્ઞાનિકો અને નિતી ઘડવૈયાઓ માટે ખુબ જ આનંદના સમાચાર છે.

DST ગુજરાત પેવેલિયનને IIFS ૨૦૨૧ કાર્યક્રમમાં શ્રેષ્ઠ કન્સેપ્ટ્યુલાઈઝ્‌ડ પેવેલિયનથી નવાજવામાં આવ્યા છે, જે વિજ્ઞાનમાં સર્જનાત્મકતાની ઉજવણી થીમ પર ડિઝાઇન કરવામાં આવ્યું હતુ. IIFS ૨૦૨૧ની ૭મી આવૃત્તિનું આયોજન મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ તથા વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય, ભારત સરકાર અને ગોવા સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. તેનું આયોજન ૧૦ થી ૧૩ ડિસેમ્બર ૨૦૨૧ દરમિયાન ઓનલાઇન તથા ઑફ્લાઈને માધ્યમથી કરવામાં આવ્યું હતું.

IIFS ૨૦૨૧ કાર્યક્રમમાં સમગ્ર દેશ માંથી ૨૫૦ કરતાં વધુ સંસ્થાઓની ભાગીદારી તેમજ, ૧૭૭ સ્ટોલ સાથે મેગા સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને ઇન્ડસ્ટ્રી એક્સ્પોનો સમાવેશ કરવા માં આવેલ હતો. DST ગુજરાત પેવેલિયનમા DST અંતર્ગત આવેલ સંસ્થાઓ GUJCOST, સાયન્સ સિટી, GSBTM, ISR, GIL, GBRC  ડિરેક્ટોરેટ ઑફ ICT અને ઇ-ગવર્નન્સ અને ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક સહિતના તમામ વિભાગોના ઇન્ફોગ્રાફિક પેનલ્સ, પ્રદર્શનો, મલ્ટીમીડિયા પ્રસ્તુતિ કરવામાં આવેલ હતું.

પ્રોગ્રામ સમયગાળા દરમિયાન ડીએસટી ગુજરાત પેવેલિયન ખાતે વિદ્યાર્થીઓ માટે વૈજ્ઞાનિકો અને ઈનોવેટર્સ દ્વારા લાઈવ ટેક્નોલોજી નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. GUJCOST દ્વારા સંકલિત અને ક્યુરેટેડ, DST ગુજરાત પેવેલિયન તમામ ઉંમરના લોકો માટે વિવિધ સર્જનાત્મક અને નવીન વિજ્ઞાન કાર્યક્રમો, પ્રચાર અને પ્રસાર તેમજ સંશોધન પ્રવૃત્તિઓ દ્વારા અજાયબી અને સામાજિક વિકાસ જવાબદારીની ભાવના કેળવીને કુદરતી વિશ્વની વધુ સારી સમજણ માટે ઉપયોગી બને તે રીતે બનાવવામાં આવેલ હતું.

આ પ્રસંગે ગુજરાત સરકારના શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજીના માનનીય મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે કે અમે વિજ્ઞાન અને ટેકનોલોજી સુલભ અને સરળતાથી છેવાડાના માણસ સુધી ઉપ્લબધ્ધ કરવા માટે કટીબધ્ધ છીએ. અમે વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જ્યાં બાળકો અને સામાન્ય નાગરિકો શિક્ષણ ક્ષેત્રે આગળ વધી શકે અને ભવિષ્યમાં અવિશ્વસનીય સિધ્ધિઓ હાંસીલ કરવા માટે સમર્થવાન બને.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.