Western Times News

Gujarati News

વાયબ્રન્ટ ગુજરાત થકી રોકાણકારોને આકર્ષી રાજ્યની સુખ અને સમૃદ્ધિને નવી દિશામાં લઈ જવાનો માર્ગ વડાપ્રધાનએ પ્રશસ્ત કર્યો છે: કેન્દ્રિય મંત્રી રૂપાલા

આણંદ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આણંદ ખાતે રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા વાયબ્રન્ટ ગુજરાત સમિટ – ૨૦૨૨ પૂર્વે યોજાયેલ ત્રિદિવસીય પ્રિ – એગ્રી સમિટનો આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રારંભ કરાવતા જણાવ્યું કે કૃષિકારોની આર્થિક સમૃદ્ધિ અને સુગમતા માટે કૃષિ વૈજ્ઞાનિકો નૂતન આવિષ્કાર કરે એ સાંપ્રત સમયની માંગ છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ કહ્યું કે જૈવિક ખેતી કરતા પ્રાકૃતિક ખેતી વધુ અસરકારક છે. જૈવિક ખેતીમાં બહારના દેશોમાંથી લાવતા અળસિયા ભારતીય આબોહવામાં જીવી શકતા નથી અને તે માત્ર લાકડા જ ખાય છે.

માટી ખાતા નથી એ તે ખેતી માટે કામ આવી શકતા નથી. આવું હરિયાણાના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા થયેલા સંશોધનોથી ફલિત થયું છે. પણ તેની સામે પ્રાકૃતિક ખેતી પધ્ધતી સરળ અને અસરકારક છે. તેમણે એમ પણ કહ્યું કે માનવજાત દ્વારા પ્રકૃતિને બહુ નુકસાન થયું છે.

આજે ધરતી કસ વગરની થતી જાય છે. રસાયણોને પરિણામે ખેડૂતોની લાગત વધતી જાય છે. આપણે વૈજ્ઞાનિકોનો આભાર માનવો જાેઈએ કે જે સમયે જરૂર હતી ત્યારે સંશોધનો કરી રસાયણો થકી દેશમાં અનાજના ભંડારો ભરી દીધા હતા.

આ બાબત તે સમયે જરૂરી હતી. દેશમાં દર વર્ષે એક લાખ કરોડનું ખાતર વપરાય છે. વપરાશ સાથે પ્રકૃતિને પણ નુકસાન થાય છે અને તેને ખાવાથી આરોગ્ય ઉપર ખતરો ઊભો થાય છે.

હવે જાે આપડે પ્રાકૃતિક ખેતી તરફ વળીએ તો કુદરતનું પણ જતન કરી શકશું અને આરોગ્ય પણ સારું રાખી શકશું. રસાયણોના દુષ્પરિણામોથી બચવાનો આ જ તાકીદનો સમય છે.રાજ્યપાલશ્રીએ આર્ત્મનિભર ફાર્મસ ઓફ ગુજરાત: રોડ મેપ – ૨૦૩૦, આણંદ કૃષિ યુનિવર્સિટી એટ અ ગ્લાન્સ,શ્વેત ક્રાંતિ ક્ષેત્રે અગ્રેસર ગુજરાત અને સહકાર વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ ગર્વિત સહકારી ક્ષેત્ર વિષયક પુસ્તિકાઓનું વિમોચન કર્યું હતું.

આ તકે કેન્દ્રીય મંત્રી શ્રી પરસોતમભાઈ રૂપાલાએ કહ્યું કે વાયબ્રન્ટ ગુજરાતના આ દસમા સંસ્કરણ નવી ઊંચાઈ સ્થાપિત કરશે. વાયબ્રન્ટ ગુજરાત થકી રોકાણકારોને આકર્ષી રાજ્યની સુખ અને સમૃદ્ધિને નવી દિશામાં લઈ જવાનો માર્ગ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રશસ્ત કર્યો છે. રોકાણકારો, નીતિ નિર્ધારકો અને ઉપભોક્તા ને એક છત્ર નીચે લાવવામાં વાયબ્રન્ટ ગુજરાત સફળ રહ્યું છે.

તેમને જણાવ્યું કે આત્મ ર્નિભર ભારત યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા રૂ. એક લાખ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે. કૃષિ, ડેરી અને પશુપાલન ક્ષેત્રમાં નવા પ્રયોગો અને સંશોધન કરવા માટે સરકાર સતત પ્રોત્સાહન આપી રહી છે. રોકાણકારો અને કૃષિકારોએ તેનો લાભ લેવો જાેઈએ.

મત્સ્ય ઉદ્યોગ અને ઘાસચારા માટે નવપ્રવર્તન કરવા અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા ૫૦ ટકા કેપિટલ સબસિડી આપવામાં આવે છે. એક જ ઉદ્યોગ માટે માટે બંને યોજનાનો લાભ લઈ શકાય છે રૂપાલાએ કહ્યું કે ગુજરાતમાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગમાં વિપુલ તકો રહેલી છે. વેલ્યુ એડીશન સાથે પ્રોસેસિંગ અને પેકેજીંગ તથા માર્કેટિંગનો બાબતમાં સરકાર દ્વારા ઉદાત ભાવે સહાય કરવામાં આવે છે. તેનો લાભ ખેડૂતોએ લેવો જાેઈએ. તેમણે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાની માહિતી આપી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.