Western Times News

Gujarati News

દારૂથી ભરેલો ટ્રક પલટી મારી ગયો,લોકોએ બોટલો લેવા પડાપડી કરી

જયપુર, હાઈવે પર જ્યારે કોઈ મોટો અકસ્માત થાય છે ત્યારે આસપાસમાંથી અનેક લોકો મદદ કરવા માટે દોડી આવે છે. ખાસ કરીને કોઈ પેસેન્જર વાહન અથડાય ત્યારે લોકો મદદ કરવા અને ઈજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડવા માટે દોડે છે. પણ જ્યારે પેટ્રોલ-ડીઝલના ટ્રક અથડાય છે ત્યારે લોકો પટ્રોલના કેન ભરી જાય છે. તેલના વાહનનો કોઈ રીતે અકસ્માત થાય ત્યારે પણ આવું ચિત્ર જાેવા મળે છે.

ગુજરાત બહારના એક રાજ્યમાં દારૂથી ભરેલો ટ્રક પલટી મારી ગયો હતો. એ સમયે લોકો માણસની મદદ કરવાના બદલે દારૂની બોટલ લઈ નાસી ગયા હતા.

રાજસ્થાનના હાઈવે પર થયેલી આ ઘટનામાં ઈજાગ્રસ્તની મદદ કરવાના બદલે લોકો એનો સામાન પણ લૂંટી ગયા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચતા સ્થિતિ કાબુમાં આવી હતી. પછી રેસક્યુ કાર્ય શરૂ થયું હતું.

આવી ઘટના જ્યારે પણ સામે આવે છે ત્યારે માનવતા સામે મોટા પ્રશ્નો ઊભા થાય છે. બે કલાકથી પણ વધારે સમય સુધી રેસક્યુ ઑપરેશન ચાલ્યું હતું. આ દરમિયાન હાઈવે પર લાંબા અંતર સુધી વાહનોના થપ્પા લાગેલા જાેવા મળ્યા હતા. ઘણા સમય સુધી હાઈવે પર ટ્રાફિક જામ જાેવા મળ્યો હતો.

રાજસ્થાનના બુંદી જિલ્લા પાસે દારૂથી ભરેલો એક ટ્રક પલટી ગયો હતો. જેની જાણ લોકોને થતા લોકો દારૂની બોટલ લેવા માટે દોડ્યા હતા. પણ ડ્રાઈવર કે ક્લિનરની ખબર પણ પૂછી ન હતી. પેચ કી બાવડી નેશનલ હાઈવે પર બનેલી આ ઘટનામાં પોલીસે પણ તપાસ કરી હતી.

બાસની નજીક આ અકસ્માત થયો હતો. હાઈવે પર રખડતા ઢોરને બચાવવા જતા ટ્રક સામેથી આવી રહેલા ટેન્કર સાથે અથડાયો હતો. સામેથી આવી રહેલું ટેન્કર મકાઈ ભરીને જયપુર જઈ રહ્યું હતું. આ જ રૂટ પર જયપુરથી કોટા બાજુ આવી રહેલો દારૂનો ટ્રક ટેન્કર સાથે અથડાયો હતો. આ દરમિયાન મૃત પડેલા બળદને બચાવવા જતા બે મોટા વાહનો સામસામે અથડાયા હતા.

આ સૂચના મળતા હિંડોલી પોલીસ સ્ટેશનના ડ્યુટી ઓફિસર હિંમત સિંહ અને હાઈવે પેટ્રોલિંગના એસઆઈ મહેન્દ્ર સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ટક્કર એટલી જાેરદાર હતી કે, ઈજાગ્રસ્તોને ક્રેઈનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં નોજીરામ નામના ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે ગોવિંદ ચૌહાણ, પરમેશ્વર જાટ સહિત ચાર અન્ય વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા.

આ ઘટના બાદ ત્રણ કિમી સુધી વાહનોની લાઈન લાગી ગઈ હતી. પછી પોલીસે એક જ ટ્રેક પર બે લેન ચાલું કરાવી દીધી હતી. પોલીસે ત્યાં સુધી ચોખવટ કરી હતી કે, હાઈવે પર અનેક જગ્યાએ રોડ બનાવવાનું કામ ચાલું હોવાને કારણે ટ્રાફિક વધ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.