Western Times News

Gujarati News

રસી નહીં તો, નોકરી નહીંનું ગુગલનું કર્મીઓ માટે નવું સૂત્ર

વોશિંગ્ટન, ગૂગલ કોરોનાના નિયમોનું પાલન ન કરનારા કર્મચારીને પગાર નહી આપે. આઉપરાંત જાે કોઈ કર્મચારીએ કોરોનાની રસી લગાવી નથી તો તેની નોકરી જઈ શકે છેતેવી ચીમકી પણ આપી છે.

અમેરિકન ન્યૂઝ ચેનલના જણાવ્યા મુજબ ગૂગલદ્વારા આપવામાં આવેલા મેમોમાં જણાવાયું છે કે કર્મચારીઓની પાસે રસીકરણનીસ્થિતિ જાહેર કરવા અથવા પુરાવો આપતા દસ્તાવેજ અપલોડ કરવા અથવા તબીબી કેધાર્મિક રાહત માટે અરજી કરવા ત્રણ ડિસેમ્બર સુધીનો સમય હતો.

ઉલ્લેખનીયછે કે કોરોનાની રસીના બંને ડોઝ લીધા પછી તાજેતરમાં ૪૦ ટકા અમેરિકનકર્મચારીઓ ઓફિસ પરત આવ્યા છે. પણ હવે ઓમિક્રોનના લીધે ફરીથી વર્ક ફ્રોમ હોમજેવી સ્થિતિ સર્જાઈ છે.

ગૂગલે જણાવ્યું હતું કે તે ત્રીજી તારીખપછી તે કર્મચારીઓનો સંપર્ક સાધવાનું શરૂ કરશે જેમણે પોતાનું સ્ટેટસ અપલોડકર્યુ નથી અથવા તો જેણે રસી લીધી નથી. ગૂગલે જણાવ્યું હતું કે જેકર્મચારીઓએ ૧૮ જાન્યુઆરી સુધી રસીકરણના નિયમોનું પાલન કર્યુ નથી તો તેમને૩૦ દિવસની પેઇડ એડમિનિસ્ટ્રેટિવ લીવ પર રાખવામાં આવશે. તેના પછી છ મહિનાસુધી અનપેઇડ પર્સનલ લીવ તથા પછી સેવા પૂરી કરી દેવાશે.

ગૂગલેઅમેરિકન ચેનલના રિપોર્ટ પર તો ટિપ્પણી કરી નથી પણ જણાવ્યું છે કે અમે અમારાતે કર્મચારીઓની મદદ કરવા પ્રયાસરત છીએ જે રસી લગાવી શકે છે.ગૂગલે વર્કફ્રોમ હોમની સગવડને પૂરી કરવાનું તાજેતરમાં ટાળી દીધું છે. ગૂગલે ઓગસ્ટમાંજણાવ્યું હતું કે તે નવા વર્ષમાં દસ જાન્યુઆરીથી સપ્તાહમાં કમસેકમ ત્રણદિવસ ઓફિસમાં કામ કરશે.તેના પછી વર્ક ફ્રોમ હોમ પોલિસી ખતમ થઈ જશે. જાે કેવર્તમાન સ્થિતિ પર પહોંચતા જાન્યુઆરીમાં ઓફિસમાં આવવાના આયોજન પર અમલ નહીકરાય. ગૂગલની ૬૦ દેશોમાં ૮૫ ઓફિસ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.