Western Times News

Gujarati News

ભારતીય મોડેલ માનસા સહિત ૧૭ લોકોને કોરોના

સેન જુઆન, કોરોનાનો ઓછાયો મિસ વર્લ્ડ-૨૦૨૧ની ઈવેન્ટ પર પણ પડ્યો છે.હાલના તબક્કે કોરોનાના કારણે આ ઈવેન્ટને પોસ્ટપોન કરી દેવામાં આવી છે. ભારતનુ પ્રતિનિધિત્વ આ સ્પર્ધામાં કરનાર મિસ ઈન્ડિયા અને મોડેલ માનસા વારણસી પણ કોરોનાની ચપેટમાં આવી છે.આ સિવાય બીજા ૧૭ લોકો પોઝિટિવ હોવાનુ બહાર આવ્યા બાદ હવે આ ઈવેન્ટને પોસ્ટપોન કરી દેવામાં આવી છે.

ગુરુવારે ઈવેન્ટ શરુ થવાના કલાકો પહેલા એલાન કરવામાં આવ્યુ હતુ.હાલમાં મિસ વર્લ્‌ડના સ્પર્ધકોને પ્યોરટો રિકો દેશમાં આઈસોલેશનમાં રાખવામાં આવી છે.અહીંયા જ ફાઈનલ યોજવાની હતી પણ હવે ફાઈનલની તારીખો નવેસરથી નક્કી કરવામાં આવશે.

ઈવેન્ટના આયોજકોએ કહ્યુ હતુ કે, કોરોનાના વધી રહેલા કેસના કારણે ઈવેન્ટને સ્થગિત કરવામાં આવી છે.કુલ મળીને ૧૭ સ્પર્ધકો અને સ્ટાફ મેમ્બર્સને કોરોના થયો છે.સંક્રમિત થનારામાં ભારતની મનસા પણ સામેલ છે.

મનસા ૨૦૨૦માં મિસ ઈન્ડિયા બની હતી.હવે તે વિશ્વ સ્તરે ભારતનુ પ્રતિનિધિત્વ કરવાની છે. એવુ કહેવાય છે કે, સ્વાસ્થ્ય અધિકારીઓની મંજૂરી મળ્યા બાદ સ્પર્ધકોને ઘરે જવાની પરવાનગી આપવામાં આવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.