Western Times News

Gujarati News

પિતાના ફોનમાંથી ટેણિયાએ ભૂલથી ૯૨ હજાર ઉડાવી નાખ્યા

સિડની, ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ૫ વર્ષના બાળકે પોતાના પિતાના ફોનથી આશરે ૯૨ હજાર રૂપિયાની શોપિંગ કરી નાખી. થયું એવું કે, બાળક એ સમયે ટેટરિસ નામની વિડીયો ગેમ રમી રહ્યો હતો, ત્યારે તેણે UberEats નામની એપ પર ભૂલથી આટલી મોંઘી આઈસક્રીમ ઓર્ડર કરી નાખી.

ધ સ્ટારમાં છપાયેલા એક સમાચાર મુજબ, બાળકે રમત રમતમાં ઉબર ઈટ્‌સના માધ્યમથી ગેલેટો મેસિના સ્વીટ્‌સ ટ્રીટ નામની દુકાનથી ૯૨ હજાર રૂપિયાનો સામાન ખરીદી લીધો.

આ એપ પર તેના પિતાના ઓફિસનું સરનામું રજીસ્ટર્ડ હતું. એટલા માટે બધો સામાન ત્યાં જ ડિલીવર કરવામાં આવ્યો હતો. દુકાનના માલિકે આ આખી ઘટનાને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. સાથે તેમણે એ રસીદનો ફોટો પણ નાખ્યો છે, જેમાં બાળક દ્વારા ઓર્ડર કરવામાં આવેલ સામાનની લિસ્ટ હતી.

બાળકે ૭ કેક, ડલ્સે ડે લેશેના જાર, કેન્ડલ્સ, મેસિના જર્સી મિલ્કની ૫ બોટલો અને આઈસક્રીમ જેવી કેટલીય વસ્તુઓને ઓર્ડર લિસ્ટમાં નાખી હતી. તેમાંથી ૬૬ હજાર રૂપિયાની તો ફક્ત આઈસક્રીમ જ હતી! બાળકના પિતાને આ વાતનો જરા પણ ખ્યાલ ન આવ્યો કે તેમના દીકરાએ આવું કંઈક કર્યું હશે. તેમને આ વાતનો એ સમયે ખ્યાલ આવ્યો જ્યારે તેમના ફોન પર ેંહ્વીિઈટ્ઠંજ તરફથી મેસેજ આવ્યો કે તેમનો સામાન ડિલીવર થઈ ગયો છે.

ઓસ્ટ્રેલિયાની એક ન્યુઝ એજન્સીના મતે એ દિવસે બાળકના પિતાનો વીક ઓફ હતો અને તેઓ ઘરે હતા. જેવો મેસેજ આવ્યો, તેઓ તરત જ ઓફિસ પહોંચ્યા જેથી સામાન આમથી તેમ ન થઈ જાય. હવે આ ટિ્‌વટ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. લોકો આના પર મજેદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકો મજાક-મજાકમાં કમેન્ટ્‌સના માધ્યમથી એવી દલીલો કરી રહ્યા છે કે આ બાળક માટે શું સજા હોવી જાેઈએ. તો કેટલાક યુઝરે કહ્યું કે હવે બાળકના પિતાએ પોતાના ફોનનો લોક બદલી નાખ્યો હશે કે નહીં.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.