Western Times News

Gujarati News

કોરોના મહામારીનાં કારણે અત્યાર સુધીમાં ૫૩.૫ લાખથી વધુ લોકોનાં મોત

નવીદિલ્હી, આજે જ્યારે સમગ્ર વિશ્વમાં ઓમિક્રોનનો કહેર વધી રહ્યો છે. ખાસ કરીને એક એવા દેશ કે જે વિકસીત છે જ્યા હેલ્થ પર સૌથી વધુ ભાર આપવામાં આવે છે ત્યા કોરોનાનાં કારણે સ્થિતિ રોજ ભયાનક બની રહી છે.

જેની સરખામણીએ ભારતમાં સ્થિતિ હાલમાં ઘણી સારી દેખાઇ રહી છે. બીજી લહેરમાં ખરાબ અનુભવ બાદ ઘણા લોકોએ પોતાની જીવનશૈલીને પૂરી રીતે બદલી દીધી છે વળી વેક્સિનેશન પર પણ લોકોએ મોટી સંખ્યામાં વિશ્વાસ કર્યો છે, તેનુ જ પરિણામ છે કે આજે ભારતમાં કોરોનાનાં દૈનિક કેસમાં મોટો ઘટાડો થયો છે.

આપને જણાવી દઇએ કે, કોરોનાનાં વૈશ્વિક કેસ વધીને ૨૭.૪૬ કરોડ થઈ ગયા છે. આ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં ૫૩.૫ લાખથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે ૮.૬૮ અબજથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જાેન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે.

યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગએ સોમવારે સવારે તેના નવા અપડેટમાં જણાવ્યું હતું કે, વર્તમાન વૈશ્વિક કેસ, મૃત્યુ અને રસીકરણની કુલ સંખ્યા અનુક્રમે વધીને ૨૭૪,૬૯૨,૨૪૯, ૫,૩૫૪,૧૪૮ અને ૮,૬૮૦,૫૬૬,૪૮૨ થઈ ગઈ છે. દુનિયાનાં સૌથી વધુ કેસ ૫૦,૮૪૬,૮૨૮ અને મોત ૮૦૬,૪૩૯ ની સાથે અમેરિકા સૌથી વધુ પ્રભાવિત દેશ બન્યો છે. બીજી તરફ ભારતમાં કોરોના વાયરસ (કોવિડ-૧૯)નાં કેસોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. નવા ઓમિક્રોન વેરિઅન્ટે આરોગ્ય નિષ્ણાતો અને સરકારને ચિંતામાં મૂક્યા હોવા છતાં, દૈનિક કોરોનાનાં આંકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

દોઢ વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે ભારતમાં કોવિડ-૧૯ કેસની સાપ્તાહિક સંખ્યા ૫૦,૦૦૦ ની નીચે આવી ગઈ છે. વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, ૧૯ ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં ભારતમાં ૪૯,૭૬૫ કેસ નોંધાયા હતા. જે પાછલા સપ્તાહની સરખામણીએ ૭,૪૯૦ અથવા ૧૩.૦૮ ટકા ઓછું છે.

આપને જણાવી દઇએ કે, સોમવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા શેર કરાયેલ ડેટા અનુસાર, ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં સંક્રમણનાં કારણે ૧૩૨ મૃત્યુ સાથે ૬,૫૬૩ નવા COVID-૧૯ કેસ નોંધાયા છે. આ સાથે, દેશમાં કુલ ૮,૦૭૭ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે, જેનાથી ઠીક થયેલા લોકોની કુલ સંખ્યા ૩,૪૧,૮૭,૦૧૭ થઈ ગઈ છે.

છેલ્લા ૫૩ દિવસથી નવા કોરોના વાયરસનાં સંક્રમણમાં દૈનિક વધારો ૧૫,૦૦૦થી નીચે નોંધાયો છે. મંત્રાલયનાં ડેટા દર્શાવે છે કે ભારતમાં કોવિડ-૧૯નાં કુલ સક્રિય કેસ ઘટીને ૮૨,૨૬૭ (૫૭૨ દિવસમાં સૌથી ઓછા) થઈ ગયા છે.

દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૧૩૭.૬૭ કરોડથી વધુ રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે જ છેલ્લા ૨૪ કલાકમાં ૮,૭૭,૦૫૫ લોકોનાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ભારતમાં કોવિડ-૧૯નો આંકડો ૭ ઓગસ્ટ, ૨૦૨૦નાં રોજ ૨૦ લાખ, ૨૩ ઓગસ્ટે ૩૦ લાખ, ૫ સપ્ટેમ્બરે ૪૦ લાખ અને ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખને વટાવી ગયો હતો. તે ૨૮મી સપ્ટેમ્બરે ૬૦ લાખ, ૧૧મી ઓક્ટોબરે ૭૦ લાખ, ૨૯મી ઓક્ટોબરે ૮૦ લાખ, ૨૦મી નવેમ્બરે ૯૦ લાખ અને ૧૯મી ડિસેમ્બરે એક કરોડને પાર કરી ગયો હતો. ભારતે ૪ મેનાં રોજ ૨ કરોડનો ભયંકર સીમાચિહ્ન પાર કર્યો અને ૨૩ જૂને ૩ કરોડ સુધી આંક પહોંચી ગયો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.