Western Times News

Gujarati News

હારેલા ઉમેદવારના સમર્થકોએ દહેગામમાં આતંક મચાવ્યો આતંક

ગાંધીનગર, ગાંધીનગરના દેહગામના જીંડવામાં સરપંચની ચૂંટણી જીત બાદ તંગદીલીનો માહોલ છે. હારની અદાવત રાખી એક જૂથના સમુદાયે પથ્થરમારો કર્યા બાદ ખેડૂતોના ખેતરમાં આગ લગાવી છે. એક જૂથના સમુદાયે હારની અદાવતમાં ખેડૂતના મઠના ઉભા પાકને આગચંપી કરી હતી. ત્યારે આ મામલે સ્થાનિક પોતાના ઘરે તાળા દઈને લોકો જિલ્લા પોલીસ વડાને ગાંધીનગર ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા.

મહિલાઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, જ્યારે હુમલો કરવા આવ્યા ત્યારે એ લોકોએ અમને ગાળો આપી અને મારઝૂડ કરી કરી હતી, સાથે જ આ અસામજીક તત્વો છોકરીઓ વિશે પણ ખરાબ બોલ્યા હતા.તો મહિલાઓને એવું પણ કહ્યું કે, બહુ તાકાત હોય તો આવી જાવ અમારી સામે, અંતે કંટાળીને અમે લોકો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. તો આતંકી તત્વોએ દીકરીઓને ઉઠાવી જવાની પણ ધમકીઓ આપી હતી.

ગાંધીનગરમાં રજૂઆત કરવા પહોંચેલી પીડિત મહિલાઓ ફ્‌ફ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમારે ન્યાય જાેઈએ છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ઘરે નહીં જઈએ. અમારું ઘરે જવાનું પણ મુશ્કેલ છે કારણ કે, ધમકીઓ આપવામાં આવ છે કે, તમારું ઘર સળગાવી દઈશું અને દીકરીઓ ઉપાડી જઈશું.

જીતેલા ઉમેદવારના પરિવારજનોને ધાક ધમકી આપી છે. ગામમાં હરવા ફરવા પર અને અન્ય પ્રવૃતિઓ પર એક જૂથના સમુદાયે ધમકી આપી છે. ખેડૂતોના ખેતરોના ડ્રિપ ઈરીગેશનના કનેક્શન પણ કાપી નાંખવાની ધમકી કરી રહ્યા છે. રખિયાલ પોલીસ સ્ટેશનના જવાનોનો કાફલો ગામમાં તૈનાત કરાયો છે. ભૂતકાળમાં પૂર્વ સરપંચ રહેલા વ્યક્તિના શખ્સોની કરતૂત હોવાની ગ્રામજનોએ ફરિયાદ કરી.

હાલ રખિયાલ પોલીસ અને દહેગામ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. બપોરે પણ ચૂંટણીની જીત બાદ પૂર્વ સરપંચના ગ્રુપે જીતની અદાવત રાખીને હુમલો કર્યો છે.

જીતનાર એક સમુદાયના સરપંચ ઉમેદવારના પરિવાર પર હુમલો કર્યો. હારની અદાવત રાખીને કેટલાક શખ્સોએ ખેતરમાં આગચંપી કરી. દહેગામના જીંડવામાં હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસની પણ સ્થિતિ પર નજર છે.દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણે કહ્યું ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ તુરંત પોલીસ તંત્ર ગોઠવી દેવામાં આવ્યો છે. જે તોફાની તત્વોએ ધમાલ મચાવી છે તે ખરેખર યોગ્ય છે.

સ્થાનિક મહિલાઓના આક્ષેપને પણ ધારાસભ્યએ ફગાવતા કહ્યું હતું કે પોલીસે સમગ્ર પ્રયાસ કર્યા છે અને ગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાયેલી છે. તેમણે કહ્યું કે આવા તોફાની તત્વોને પકડવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે અને ખુલ્લા પાડવામાં આવશે.

જાે કે ધારાસભ્ય એવો કોઈ ઠોસ જવાબ આપી શક્યા ન હતા કે જેનાથી આ ગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ હોય તેવી પ્રતીતિ થાય.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.