Western Times News

Gujarati News

દેશમાં બૂસ્ટર ડોઝ પર મંથન, ઈઝરાયેલમાં ચોથો ડોઝ શરૂ

પ્રતિકાત્મક

નવી દિલ્હી, કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટે સર્જેલા નવા ખતરા વચ્ચે ભારતમાં લોકોને કોરોના વેક્સીનનો બૂસ્ટર ડોઝ આપવો કે નહીં તેના પર મંથન ચાલી રહ્યુ છે ત્યારે ઈઝરાયેલે લોકોને રસીનો ચોથો ડોઝ આપવા માંડયો છે.

ઈઝરાયેલના વડાપ્રધાન કાર્યાલય દ્વારા નિષ્ણાતોની પેનલની ભલામણના આધારે આ જાહેરાત કરવામાં આવી હતી.આ ડોઝ ૬૦ વર્ષ કે તેના કરતા વધારે વય ધરાવતા હોય અને જેમને અગાઉનો ડોઝ લીધે ત્રણ મહિના થઈ ગયા હોય તેવા લોકોને લગાવવામાં આવશે.

ઈઝરાયેલમાં મોટાભાગના નાગરિકોને ફાઈઝર અથવા બાયોએનટેકની રસી મુકવામાં આવી છે.આ પેનલના એક સભ્યે રેડિયો ચેનલને કહ્યુ હતુ કે, દુનિયાના બીજા હિસ્સામાં સર્જાયેલી રહેલી બિહામણી સ્થિતિ જાેઈને વેક્સિનનો ચોથો ડોઝ આપવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.

બીજી તરફ ઈઝરાયેલના પીએમ નફતાલી બેનેટે આ ભલામણનુ સ્વાગત કરીને લોકોને શક્ય હોય તેટલી જલદી વેક્સીનનો ચોથો ડોઝ લેવા માટે અપીલ કરી છે અને કહ્યુ છે કે, સમય વેડફવાની જરુર નથી, વહેલી તકે લોકોએ રસી લેવી જાેઈએ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.