Western Times News

Gujarati News

પેપર લીક કેસમાં બે આરોપી પાસેથી ૫૦ લાખ રિકવર

પ્રતિકાત્મક

ગાંધીનગર, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ કલાર્કની પરીક્ષા આખરે રદ કરી દેવામાં આવી છે. જે હવે માર્ચ મહિનામાં લેવાશે તેવી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મંગળવારે જાહેરાત કરી હતી. નામ સામે આવતાં જ પેપર લીક કૌભાંડનો મુખ્ય આરોપી જયેશ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.

જાે કે, મંગળવારે પોલીસે તેની પણ ધરપકડ કરીને ગાંધીનગર લઈ આવ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ ફરાર થયા બાદ જયેશ પટેલે પોતાનો એક વિડીયો વાયરલ કર્યો હતો જેમાં તેણે પેપર લીક કર્યું હોવાની કબૂલાત કરી હતી. તેમજ એમ પણ જણાવ્યું હતું કે, પોતે ૩૦ લાખ રૂપિયામાં મંગેશ સિરકે પાસેથી પેપર ખરીદ્યું હતું. જાે કે, ગાંધીગનર પોલીસની પૂછપરછમાં જયેશ ફરી ગયો હતો અને ૨૩ લાખમાં પેપર ખરીદ્યું હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, પોલીસ અત્યાર સુધી આ કેસમાં જયેશ પટેલ સહિત ૧૪ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાંથી બે આરોપી પાસેથી જ ૫૦ લાખ રિકવર કર્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ઉપરાંત જયેશ પટેલ પાસેથી પણ પોલીસે ૨૫થી ૩૦ લાખ રૂપિયા જપ્ત કર્યા હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે.

એટલે કે ત્રણ આરોપી પાસેથી પોલીસે લગભગ ૭૫ લાખથી પણ વધુની રકમ જપ્ત કરી છે. જેથી પેપર લીક કૌભાંડ કરોડોને આંબશે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. પેપર લીક કાંડ મુદ્દે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે નિવેદન આપતા કહ્યું કે, ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાની સામે આક્ષેપો થયા છે, તેમની સામે શંકા છે પણ પુરાવા મળ્યા નથી.

તેમણે એમ પણ કહ્યું હતું કે, સરકારી ભરતીકાંડની ઘટનામાં ભાજપ સાથે જાેડાયેલા કોઈ પણ નેતા કે કાર્યકરની ભૂમિકા સ્પષ્ટ થશે તો આકરમાં આકરી કાર્યવાહી થશે. પાટીલના આ નિવેદનથી પરીક્ષા પહેલા ચેરમેન પદેથી અસિત વોરાની હકાલપટ્ટી નિશ્ચિત હોવાનું કહેવાઈ રહ્યું છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ કલાર્કની ભરતીમાં ૧૮૬ જગ્યા માટે ૧૨ ડિસેમ્બરના રોજ રવિવારે કેન્દ્રો ઉપરો ૮૮૦૦૦થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

જાે કે, પેપર લીક થયા બાદ આખરે પરીક્ષા રદ થતાં ઉમેદવારોએ સરકારી નોકરી માટે વર્ષોથી મહેનત કરતા યુવાનોમાં સખત રોષ જાેવા મળી રહ્યો છે. તેમણે જણાવ્યું કે, નવી પરીક્ષા માટે ફોર્મ ભરવાના નથી પરંતુ, અમારે ફરીથી પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચવા ૭૦૦થી ૧૫૦૦ જેટલો ખર્ચ કરવો પડશે. જે મુજબ ૧૨ ડિસેમ્બરે પરીક્ષા આપનારા ૮૮૦૦૦ ઉમેદવારોના ૧૦ કરોડથી વધુનો ખર્ચ પાણીમાં ગયો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારની ભરતીઓમાં કોઈપણ ભરતી સંસ્થાનમાં વેચાતુ પેપર ખરીદીને ભરતી પરીક્ષા આપનાર ઉમેદવારને કાયમ માટે બ્લેકલિસ્ટ એટલે કે ગેરલાયક ઠેરવાય છે. હેડ કલાર્કની ભરતીમાં પણ ૭૭ ઉમેદવાર સુધી પેપર, આન્સર કી પહોંચ્યાનું પોલીસ તપાસમાં સામે આવતા તમામને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેથી આ લોકો હેડ કલાર્કની નવી પરીક્ષા સહિત તમામ ભરતીઓમાં સામેલ થઈ શકશે નહીં.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.