Western Times News

Gujarati News

કોંગ્રેસે ભાજપની ટેકનિક અપનાવવી પડશેઃ હરિશ રાવત

દહેરાદુન, પોતાની પાર્ટી સામે બળવાના મૂડમાં આવેલા ઉત્તરાખંડના પૂર્વ સીએમ અને કોંગ્રેસના પીઢ નેતા હરિશ રાવતે કહ્યુ છે કે, જાે કોંગ્રેસ કેન્દ્રમાં સત્તા પર આવવા માંગતી હોય તો તેણે ભાજપની ટેકનિક અપનાવવી પડશે.

દરમિયાન કોંગ્રેસ હાઈ કમાન્ડે હરિશ રાવતે અને સાથે સાથે રાવતના ઉત્તરાખંડમાં વિરોધી ગણાતા નેતા પ્રીતમ સિંહને દિલ્હી બોલાવ્યા છે.રાજ્યમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની હોવાથી કોંગ્રેસ રાવતનો અસંતોષ ઠંડો પાડવાનો પ્રયાસ કરી રહી છે.

હરિશ રાવત કોંગ્રેસ પર પોતાને આગામી ચૂંટણીમાં સીએમ કેન્ડિડેટ ડિકલેર કરવા માટે દબાણ કરી રહ્યા છે પણ પાર્ટી કોઈ એક ચહેરાને આગળ કરવાના મૂડમાં નથી.જેના પગલે હરિશ રાવત નારાજ છે.દરમિયાન એક કાર્યક્રમમાં રાવતે કહ્યુ હતુ કે, કોંગ્રેસને સત્તા પરથી હટાવવા માટે ભાજપે અગાઉ સ્થાનિક અને ક્ષેત્રીય નેતાઓને મજબૂત બનાવ્યા હતા.કોંગ્રેસે પણ આ જ ટેકનિક અપનાવવી પડશે.૨૦૨૪માં રાહુલ ગાંધી પીએમ બને તે માટે પણ આ ટેકનિક અપનાવી જરુરી છે.

રાહુલ ગાંધીની પોતાની રાજકીય સમજ છે અને મતદારો તેમને કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે જૂએ છે. આ પહેલા રાજ્યમાં જેટલા પણ ઓપિનિયન પોલ થયા છે તેમાં હરિશ રાવતને લોકોએ સીએમ તરીકે પહેલી પસંદ ગણાવ્યા છે અને તેના કારણે પણ રાવત ઈચ્છી રહ્યા છે કે, પાર્ટી તેમને સીએમના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.