Western Times News

Gujarati News

શાકભાજીની આડમાં લવાતો પોષડોડાનો જથ્થો ઝડપાયો

(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દે.બારીયા) દાહોદ જિલ્લાના દેવગઢબારીયાના પીપલોદ સ્ટેશન વિસ્તારમાં ઇન્દોર ગોધરા હાઈવે રોડ પર ભથવાડા ટોલનાકા પર નાકાબંધી વોચમાં રહી આઇસર ટેમ્પામાં શાકભાજીની આડમાં અફીણના જીંડવા (પોષડોડા) ની

આંતરરાજ્ય હેરાફેરી પરિવહન દરમિયાન ૮,૭૬,૭૧૫ કિલોગ્રામ વજનના રૂપિયા ૨૬.૩૦ લાખ ઉપરાંતની કિંમતનો અફીણના જીંડવા તથા રૂપિયા ૬ લાખની કિંમતનો આઈસર ટેમ્પો તથા એક મોબાઇલ ફોન મળી રૂપિયા ૩૨,૩૫,૧૪૫/- ના મુદ્દામાલ સાથે ટેમ્પોના ચાલકને ઝડપી પાડવામાં દાહોદ લોકલક્રાઈમ બ્રાન્ચને સફળતા સાપડી હોવાનું જાણવા મળ્યું છે.

પોતાના ઉપરી અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગઈકાલે દાહોદ એલસીબી, પીઆઈ, બી.ડી.શાહ તથા એલસીબી પીએસઆઇ એમ.એમ માળી તથા એલસીબી સ્ટાફ ની ટીમ પીપલોદ સ્ટેશન વિસ્તારમાં ઇન્દોર ગોધરા હાઈવે રોડ પર બગવાડા ટોલનાકા પાસે નાકાબંધી કરી વાહન ચેકિંગમાં કાર્યરત હતી

તે દરમિયાન એક બ્રાઉન કલરનો આરજે.૧૯.જીઈ.૯૨૧૩ નંબરનો બ્રાઉન કલરનો આઇસર ટેમ્પો શંકાસ્પદ હાલતમાં જણાતા તેને દાહોદ થી ગોધરા જતા ટોલ નાકા આગળ અમૂલ પાર્લર પાસે રસ્તા પર ઉભો રખાવી ચાલકને આઇસર ટેમ્પોમાં ભરેલ સામાન બાબતે પૂછપરછ કરતા ચાલકે કોઈ સંતોષકારક જવાબ ન આપતા તેની પોલીસની ભાષામાં પૂછપરછ કરતા આઇસર ટેમ્પામાં શાકભાજીના થેલા નીચે અફીણના જીંડવા ભરેલ હોવાનું જણાવ્યું હતું.

જે અંગે ખાતરી તપાસ કરતા વિવિધ કલરની પ્લાસ્ટિક મીણીયાની થેલીઓમાં અફીણના જીંડવા ભરેલ હોવાનું જણાઇ આવતા પોલીસે અફીણના જીંડવા બાબતે ઉચ્ચ અધિકારીને હકીકતની જાણ કરી એફએસએલ અધિકારી ને બોલાવી પકડાયેલા આઈસર ટેમ્પો માંથી મળી આવેલ

અફીણના જીંડવા આ બાબતે પરીક્ષણ કરાવતા તેઓએ સપાટી અફીણના જીંડવા હોવાનું જણાવતા પોલીસે સદર આઈસર ટેમ્પો માંથી ગેરકાયદેસર અને પાસ પરમીટ વગરના ૮૭૬.૭૧૫ કિલોગ્રામ કુલ વજનના રૂપિયા ૨૬,૩૦,૧૪૫/- ની કિંમતના અફીણના જીંડવા ઝડપી પાડી સદર અફીણના જીંડવાની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ૬ લાખની કિંમતનો આઈસર ટેમ્પો

તથા પાંચ હજારની કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૩૨,૩૫,૧૪૫/- ના મુદ્દામાલ સાથે ટેમ્પોના ચાલક રાજસ્થાનના બિકાનેર જિલ્લાના નૌકા તાલુકાના રોડા ગામના શિવરાજ શ્રવણ રામ ભાદુની અટક કરી એલસીબી પોલીસે સદર મુદ્દામાલ તથા આરોપી પિપલોદ પોલીસને સુપરત કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.